પૃથ્વીરાજ કપૂર
પૃથ્વીરાજ કપૂર (૩ નવેમ્બર ૧૯૦૬ - ૨૯ મે ૧૯૭૨) ભારતીય સિનેમા અને હિંદી ફિલ્મ ઉદ્યોગના અગ્રણી અભિનેતા હતા. તેમણે એક અભિનેતા તરીકે પોતાની કારકિર્દી હિંદી સિનેમાના મૂંગા યુગમાં શરૂ કરી હતી અને તેઓ IPTAના સ્થાપકોમાંના એક હતા. આની સાથે તેમણે ૧૯૪૪માં પૃથ્વી થિયેટર્સ નામે થિયેટર કંપનીની સ્થાપના કરી હતી.
પૃથ્વીરાજ કપૂર | |
---|---|
જન્મ | ૩ નવેમ્બર ૧૯૦૬ ફૈસલાબાદ |
મૃત્યુ | ૨૯ મે ૧૯૭૨ મુંબઈ |
અભ્યાસ સંસ્થા |
તેમનો જન્મ સમુંદ્રી, પંજાબ, બ્રિટિશ ભારતમાં (હવે ફૈસલાબાદ, પંજાબ, પાકિસ્તાન) થયો હતો,[૧] અને તેમણે કેટલાક વર્ષો સુધી લસરા, પંજાબ (ભારત)માં રહ્યા હતા. તેઓ હિંદી સિનેમા ઉદ્યોગમાં પ્રખ્યાત કપૂર કુટુંબના કુળપિતા પણ છે. ભારતીય સિનેમામાં તેમના યોગદાનો માટે ૧૯૬૯માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને ૧૯૭૧માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Prithviraj Kapoor (Indian actor) - Encyclopædia Britannica". Britannica.com. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૩. મેળવેલ ૧૩ જુલાઇ ૨૦૧૪.
- ↑ "Pran receives Dadasaheb Phalke Award". Coolage.in. ૧૪ એપ્રિલ ૨૦૧૩. મૂળ માંથી 2014-01-04 પર સંગ્રહિત. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૪.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |