પેપ્સીકો, ઇન્કોર્પોરેટેડ એ ફોર્ચ્યુન 500માં સમાવિષ્ટ અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની છે જેનું વડુંમથક ન્યૂ યોર્કના પર્ચેઝમાં આવેલું છે અને તે કાર્બોનેટેડ અને નોન- કાર્બોનેટેડ પીણાં તેમજ મીઠાવાળા, મીઠા અને અનાજ-આધારિત નાસ્તા તથા અન્ય ખાદ્યપદાર્થોની એક વ્યાપક શ્રેણીનું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપની પેપ્સી બ્રાન્ડસ ઉપરાંત અન્ય બ્રાન્ડ્સની પણ માલિકી ધરાવે છે જેમાં ક્વેકર ઓટ્સ, ગેટોરેડ, ફ્રિટો-લે, સોબી, નેકેડ, ટ્રોપીકાના, કોપેલા, માઉન્ટેન ડ્યૂ, મિરિન્ડા અને 7 અપ (અમેરિકા બહાર)નો સમાવેશ થાય છે. ઇન્દ્રા ક્રિષ્નામૂર્તિ નૂયી 2006થી પેપ્સીકોના ચીફ એક્ઝિક્યુટિવ છે અને કંપનીના પીણાંનું વિતરણ અને બોટલિંગની કામગીરી મુખ્યત્વે ધ પેપ્સી બોટલિંગ ગ્રૂપNYSEPBG અને પેપ્સી અમેરિકાઝ જેવી સહયોગી કંપનીઓ દ્વારા કરાય છે. પેપ્સીકો એ એસઆઇસી (SIC) 2080 (બેવરેજ) કંપની છે.

PepsiCo
Public (NYSEPEP)
ઉદ્યોગFood
Beverages
સ્થાપનાNew Bern, North Carolina, U.S. (1898)
સ્થાપકોCaleb Bradham
Donald M. Kendall
Herman W. Lay
મુખ્ય કાર્યાલયPurchase, New York, U.S.
સેવા અપવામાં અવતા વિસ્તારોWorldwide
મુખ્ય લોકોIndra Nooyi
(Chairperson and CEO)[]
ઉત્પાદનોPepsi
Diet Pepsi
Mountain Dew
AMP Energy
Aquafina
Sierra Mist
SoBe
Starbucks Frappuccino
Lipton Iced Tea
7up
Mirinda
Izze
Tropicana Products
Copella
Naked Juice
Gatorade
Propel Fitness Water
Quaker Oats Company
Lay's
Doritos
Cheetos
Kurkure
Fritos
Rold Gold
Ruffles
Tostitos
Slice
આવકIncrease US$44.3 billion
સંચાલન આવકIncrease US$7.3 billion
ચોખ્ખી આવકIncrease US$6.24 billion
કુલ સંપતિIncrease US$39.8 Billion (FY 2009)[]
કુલ ઇક્વિટીIncrease US$16.8 Billion (FY 2009)[]
કર્મચારીઓ203,000 (2010)
વિભાગોPepsiCo Americas (PepsiCo Ameri Food, PepsiCo Americas Beverages), PepsiCo International
વેબસાઇટPepsiCo.com

પેપ્સીકો ન્યૂ યોર્કના પર્ચેઝમાં વડુંમથક ધરાવે છે અને તેનું સંશોધન અને વિકાસ અંગેનું વડુમથક વલ્હાલ્લામાં આવેલું છે. પેપ્સી કોલા કંપનીને 1898માં એક એનસી ફાર્માસિસ્ટ અને ઉદ્યોગપતિ કૅલબ બ્રાધમે શરૂ કરી હતી, પરંતુ 1965માં ફ્રિટો લે સાથેના એકીકરણ બાદ જ તે પેપ્સીકો તરીકે જાણીતી બની. 1997 સુધી, તે કેએફસી (KFC), પિઝા હટ અને ટૅકો બૅલ બ્રાન્ડની માલિકી પણ ધરાવતી હતી, પરંતુ આ ફાસ્ટ-ફૂડ રેસ્ટોરેન્ટ્સને અલગ કરીને ટ્રાઇકોન ગ્લોબલ રેસ્ટોરેન્ટ્સમાં મૂકવામાં આવી, જે હવે યમ!બ્રાન્ડ્સ, ઇન્ક. બની ગઈ છે. પેપ્સીકોએ 1998માં ટ્રોપિકાનાને અને 2001માં ક્વૅકર ઓટ્સને ખરીદી લીધી. 2005ના ડિસેમ્બર મહિનામાં, બન્ને કંપનીઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ત્યાર પછી 112 વર્ષમાં સૌ પ્રથમવાર પેપ્સીકો બજારમૂલ્યની દ્વષ્ટિએ કોકા-કોલા કંપનીથી આગળ નીકળી ગઈ. [૨] સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૧ ના રોજ વેબેક મશિન

કંપની વહીવટ

ફેરફાર કરો
 
પેપ્સી-કોલા વેનેઝુએલા

પેપ્સીકોના ડિરેક્ટરોના બોર્ડના વર્તમાન સભ્યોમાં કંપનીના સી.ઈ.ઓ. ઇન્દ્રા નૂયી, રોબર્ટ ઇ. એલન, ડિના ડ્યુબ્લોન, વિક્ટર ડીઝોઉ, રે લી હંટ, આલ્બર્ટો ઇબાર્ગ્યુન, આર્થર માર્ટિનેઝ, સ્ટીવન રેઇનેમન્ડ, શૅરોન રોકેફેલર, જેમ્સ શાઇરો, ફ્રૅન્કલિન થોમસ, સિન્થિયા ટ્રુડેલ અને રિવર કિંગનો સમાવેશ થાય છે. 1 ઓક્ટોબર, 2006ના રોજ, ભૂતપૂર્વ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અને પ્રેસિડેન્ટ ઇન્દ્રા નૂયીએ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સ્ટીવ રેઇનેમન્ડનું સ્થાન લીધું. નૂયી આ કંપનીના પ્રેસિડેન્ટ તરીકે ચાલુ રહ્યાં છે, અને 2007ના મે મહિનામાં બોર્ડના ચેરમેન બન્યા હતા. માઇક વ્હાઇટ પેપ્સી-કો ઇન્ટરનેશનલ ડિવિઝનના પ્રેસિડેન્ટ છે.

પેપ્સીકોના ભૂતપૂર્વ ટોચના અધિકારીઓ

ફેરફાર કરો
  • સ્ટીવન રેઇનેમન્ડ
  • રોજર એન્રિકો
  • ડી. વાયેન કેલોવે
  • જોન સ્ક્યુલી
  • માઇકલ એચ. જોર્ડન
  • ડોનલ્ડ એમ. કેન્ડેલ
  • ક્રિસ્ટોફર એ. સિનક્લેઇર
  • આલ્ફ્રેડ સ્ટીલી

પેપ્સીકો અમેરિકામાં પોતાની પ્રતિસ્પર્ધી કોકા કોલા કંપનીની સાથે કામ કરવા ઉપરાંત બૅવરેજ ઉદ્યોગની તરફેણમાં હોય તેવા કાયદા મેળવવા માટે પ્રયત્ન કરનારું એક મહત્વનું લોબિંગ બળ પણ છે. લોબિંગ પાછળ પેપ્સીકોએ 2005માં 7,40,000 ડોલર, 2006માં 8,80,318 ડોલર, 2007માં એક મિલિયન ડોલર, અને 2008માં 1,176,000 ડોલરનો ખર્ચ કર્યો હતો. 2009માં, લોબિંગનો ખર્ચ લગભગ 300 ટકા વધીને 4.2 મિલિયનને સ્પર્શી ગયો હતો. હળવા પીણાઓ ઉપરના કરવેરામાં થયેલી વૃદ્ધિની સામે ઉદ્યોગની લડતને કારણે લોબિંગના ખર્ચમાં આટલો બધો વધારો થયો હતો.[] 2009માં, પોતાની વતી લોબિંગ કરતી 8 અલગ અલગ કંપનીઓના 31 લોબિસ્ટ્સ પેપ્સીકો પાસે હતા.[]

પેપ્સી મ્યુઝિક

ફેરફાર કરો
  • પેપ્સી મ્યુઝિક એક પ્રમોશનલ મ્યુઝિક લૅબલ છે જે યાહૂહૂ પર જોવા મળે છે. ટેકસાસનાં હુસ્ટનમાં અતિ લોકપ્રિય એવા પેપ્સી મિક પાસ જેવા તેના ઘણા હિસ્સા છે. આ લેબલ પેપ્સી અને પેપ્સીકોનાં અન્ય ઉત્પાદનોની જાહેરાત માટે કલાકારો સાથે કોન્ટ્રાકટ પણ કરે છે.
  • પેપ્સી મ્યુઝિકા લેટીન ચેનલ મુન-૨ પર પેપ્સી મુઝિકા કાર્યક્રમમાં પણ જોવા મળે છે.
  • ગ્રીન લેબલ સાઉન્ડ એ માઉન્ટેન ડ્યુનું રેકોર્ડ લેબલ છે જે નવા કલાકારોને પ્રોત્સાહન આપીને ફરી ડાઉનલોડ આપે છે.

પેપ્સીકોની બ્રાન્ડ્સ

ફેરફાર કરો

પેપ્સીકો અબજ ડોલરના મૂલ્યની વિવિધ 5 બ્રાન્ડની માલિકી ધરાવે છે. જેમાં પેપ્સી, ટ્રોપીકાના, ફ્રિટો-લે, ક્વેકર, અને ગેટોરેડનો સમાવેશ થાય છે. કંપની અન્ય બ્રાન્ડ્સની પણ માલિકી ધરાવે છે.

  • પેપ્સી, કેફીન-ફ્રી પેપ્સી, ડાયેટ પેપ્સી/પેપ્સી લાઇટ, કેફીન-ફ્રી ડાયેટ પેપ્સી, કેફીન-ફ્રી પેપ્સી લાઇટ, વાઇલ્ડ ચેરી પેપ્સી, પેપ્સી લાઇમ, પેપ્સી મેક્સ, પેપ્સી ટ્વિસ્ટ અને પેપ્સી વન.
  • માઉન્ટેન ડ્યૂ, ક્રશ, મગ રૂટ બીયર, સીએરા મિસ્ટ, ટ્રોપીકાના ટ્વિસ્ટર સોડા અને ફ્રોગ સહિત અન્ય અમેરિકન કાર્બોનેટેડ હળવા પીણા
  • 7 અપ (અમેરિકાની બહાર સમગ્ર વિશ્વમાં)
  • એક્વાફિના (ફ્લેવર સ્પ્લેશ, એલાઇન અને ટ્વિસ્ટ/બર્સ્ટ), ટાવા, ડોલ, ગેટોરેડ, ઇઝી, એએમપી (AMP) એનર્જી, પ્રોપેલ ફિટનેસ વોટર, સોબી, ક્વેકર મિલ્ક ચિલર્સ અને ટ્રોપીકાના સહિતના અન્ય અમેરિકન પીણા
  • અમેરિકા બહાર વેચાતા બેવરેજ: અલ્વાલી, કોન્કોર્ડીયા, કોપેલા, એવરવેસ, ફીએસ્ટા, ફ્રૂઇ'વિટા, ફ્રૂકો, એચટુઓએચ (H2OH)!, આઇવી, જુન્કાનૂ, કાસ, લૂઝા, માંઝાના કોરોના, માન્ઝાનિટા સોલ, મિરિન્ડા, પાસો દી લોસ ટોરોસ (પીણુ), રેડિકલ ફ્રૂટ, સાન કાર્લોસ, સ્ક્વિપ સ્ક્વેપ, શાની, ટીમ, ટ્રિપલ કોલા, અને યેડીગન
  • ફ્રિટો-લેની બ્રાન્ડ્સ: બેકન-એટ્સ, બાર્સિલ, બોકાબાઇટ્સ, ચીઝ ટ્રીસ, ચીતોસ, ચેસ્ટર્સ, ચિઝિટોસ, ચુર્રુમિયાસ, ક્રેકર જેક, ક્રુજીટોસ, ડોરિટોસ, ફન્ડાગોસ, ફ્રિટોસ, ફેનયન્સ, ગેમિસા, ગો સ્નેક્સ, જેમ્સ ગ્રાન્ડમા કૂકીઝ, હામ્કા'સ, લે'સ, મિસ વિકી'સ, મન્ચીસ, મન્ચોસ, ઓલી'સ મીટ સ્નેક્સ, ક્વાવર્સ, રોલ્ડ ગોલ્ડ, રફલ્સ, રસ્ટલર્સ મીટ સ્ટિક્સ, સેબ્રિટાસ, સેબ્રિટોન્સ, સન્ડોરા, સેન્ટિટાસ, સિમ્બા, સ્માર્ટફૂડ, ધ સ્મિથ્સ સ્નેકફૂડ કંપની, સોનરિક'સ, સ્ટેસી'સ પીટા ચિપ્સ, સન ચિપ્સ, ટોર-ટીઝ, કુરકુરે, ટોસ્ટીટોસ, વોકર્સ, અને વોટસિટ્સ
  • ક્વેકર ઓટ્સની બ્રાન્ડ્સ: આન્ટ જેમિમા, કેપ'એન ક્રન્ચ, ચૂઇ ગ્રાનોલા બાર્સ, કોક્વીરો, ક્રિસ્પમ્સ, ક્રુએસલી, ફ્રેસ્કઅવેના, કિંગ વિટામેન, લાઇફ, ઓટ્સો સિમ્પલ, ક્વેક, ક્વિસ્પ, રાઇસ-અ-રોની, અને સ્પુડ્ઝ
  • પેપ્સીકોએ સ્ટિંગ એનર્જી ડ્રિન્ક (કાર્બોનેટેડ) 2005માં વિયેટનામમાં [], અને 2010માં પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને મલેશિયા સહિતના એશિયાના કેટલાક દેશોમાં લોન્ચ કર્યું હતું
  • 2007માં નૂયીએ સોયા પીણા અને ઓર્ગેનિક જ્યુસના કેલિફોર્નિયાના ઉત્પાદક નેકેડ જ્યુસ જેવી આરોગ્યપ્રદ વૈકલ્પિક બ્રાન્ડ પર $1.3 અબજ ખર્ચ્યા હતા.

પેપ્સીકો એ તાજેતરમાં અમેરિકા સ્થિત સાબ્રા ડિપિંગ કંપનીમાં પણ 50% હિસ્સો ખરીદ્યો છે.[]

ભાગીદારીઓ

ફેરફાર કરો

પેપ્સીકોએ પોતે માલિકી ધરાવતી ના હોય તેવી કેટલીક બ્રાન્ડસનું પોતાની માલિકીની બ્રાન્ડ્સ સાથે વિતરણ અથવા વેચાણ કરવા માટે આવી બ્રાન્ડ્સ સાથે ભાગીદારી પણ રચી છે.

  • ફ્રેપ્પુક્કિનો
  • સ્ટારબક્સ ડબલશોટ
  • સ્ટારબક્સ આઇસ્ડ કોફી
  • મેનડરિન (પરવાનો)
  • ડી એન્ડ જી (D&G) (પરવાનો)
  • લિપ્ટન બ્રિસ્ક
  • લિપ્ટન ઓરિજિનલ આઇસ્ડ ટી
  • લિપ્ટન આઇસ્ડ ટી
  • બેન એન્ડ જેરી'સ મિલ્કશેક્સ
  • ડોલ જ્યુસ અને જ્યૂસ પીણા(પરવાનો)
  • સન્ની ડિલાઇટ (સન્ની ડિલાઇટ બેવરેજીસ માટે પેપ્સીકો નિર્મિત)
  • એફઆરએસ (FRS)[]

બંધ થયેલા ઉત્પાદનો

ફેરફાર કરો
  • ટીમ, જે સ્પ્રાઈટ અને 7અપ ને પેપ્સીનો જવાબ હતો, પેપ્સીકો એ 7અપને ખરીદી લીધા બાદ તેનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું.
  • ઓલ-સ્પોર્ટ, તે સ્પોર્ટ્સ ડ્રીંકની શ્રેણીનું એક પીણું હતું. ઓલ-સ્પોર્ટમાં હલકા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ મિશ્ર કરવામાં આવતો; તેનાથી વિપરિત, પ્રતિસ્પર્ધી પીણાઓ ગેટોરેડ અને કોકનું પાવરએડ કાર્બન રહિત હતું. 2001મા ક્વેકર ઓટ્સને (તે રીતે ગેટોરેડને હસ્તગત કરી હતી ) ખરીદી લીધા બાદ ઓલ-સ્પોર્ટ વેચાણ યોગ્ય બાની ગયું હતું, અને આ બ્રાંડને અન્ય કંપનીને વેચી દેવામાં આવી.
  • આસ્પેન સોડા, જે એક સફરજનનો સ્વાદ આપનારું હળવું પીણું હતું (1970ના દશકના ઉત્તરાર્ધ-80'નાં દશકનો પ્રારંભ).
  • ક્રિસ્ટલ પેપ્સી, જે પેપ્સી-કોલાની સીધી આવૃત્તિ હતી.
  • ફ્રુટવર્કસ: તેની ફ્લેવરોમાં સ્ટ્રોબરી મેલન, પીચ પપૌયૈ, ટૅંજરીન મોસંબી, સફરજન, રાસ્પબરી અને પિંક લેમોનેદનો સમાવેશ થાતો હતો. બે ફ્લેવર પૅશન ઓરેન્જ અને ગ્યુંઅવા બેરી માત્ર હવાઈમા જ ઉપલબ્ધ હતી.
  • જોસ્ટા: તેને 1995મા “ગુએરાના સાથે” લોન્ચ કરવામાં આવી હતી, અમેરિકામાં કોઈ હળવાં પીણાં બનાવતી કંપની દ્વારા રજૂ કરાયેલું આ સૌપ્રથમ એનર્જી ડ્રિંક હતું.
  • મેટિકા: તેને 2001ના ઓગસ્ટ મહિનામાં બજારમાં ઉતારવામાં આવ્યું હતું, તે ચા/જ્યુસનું વૈકલ્પિક પીણું હતું, તે ખાંડનું ગળપણ ધરાવતું હતું અને તેમાં જિનસેંગ હતું. ડ્રેગનફ્રૂટ પોશન, મેજિક મોમ્બિન, માયથિકલ મેન્ગો, રાઇઝિંગ સ્ટારફ્રૂટ, સ્કાયહાઈ બૅરીનો સમાવેશ થતો હતો.
  • માઝાગ્રાન: 1995માં બજારમાં રજૂ થયું હતું.
  • મિ. ગ્રીન (સોબી)
  • પેશિયો (સોડા): ફ્લેવર્ડ ડ્રિન્ક્સની શ્રેણી (1960-‘70ના દશકનો ઉત્તરાર્ધ)
  • પેપ્સી એજ, પેપ્સી-કોલાની મધ્યમ-કેલેરી ધરાવતી આવૃત્તિ.
  • પેપ્સી બ્લ્યુ, પેપ્સી-કોલાનું બૅરીનો સ્વાદ ધરાવતી બ્લ્યુ આવૃત્તિ.
  • પેપ્સી કોના: 1997માં રજૂ થઈ હતી, પેપ્સી-કોલાની કૉફીનો સ્વાદ ધરાવતી આવૃત્તિ.
  • સ્મૂથ મૂઝ: 1995માં રજૂઆત, દૂધ-આધારિત ફ્લેવર્ડ ડ્રિન્ક.
  • સ્ટોર્મ: 15 માર્ચ, 1998ના રોજ રજૂઆત, તેનું સ્થાન બાદમાં સિએરા મિસ્ટે લીધું.
  • મિરાન્ડા લાઇમઃ 1990ના દશકના ઉત્તરાર્ધમાં તેની ભારતમાં રજૂઆત થઈ, પરંતુ નિષ્ફળ રહી.

ભૂતપૂર્વ બ્રાન્ડ્સ

ફેરફાર કરો

1997માં પેપ્સીકો રેસ્ટોરેન્ટ્સના કારોબારમાંથી બહાર નીકળી ગઈ ત્યા સુધી તે સંખ્યાબંધ રેસ્ટોરેન્ટ્સ ચેઇનની માલિકી ધરાવતી હતી, તેણે કેટલાક રેસ્ટોરેન્ટ્સ વેચી દીધાં અને અન્યને એક નવી કંપની ટ્રાઇકોન ગ્લોબલ રેસ્ટોરેન્ટ્સમાં મૂક્યાં, જે હવે યમ!બ્રાન્ડ્સ, ઇન્ક. તરીકે ઓળખાય છે. પેપ્સીકો અગાઉ કેટલીક અન્ય બ્રાન્ડ્સની માલિકી પણ ધરાવતી હતી જેને બાદમાં તેણે વેચી દીધી હતી.

  • કેલિફોર્નિયા પિઝા કિચન (1992માં ખરીદ્યું, 1997માં તેને મૂળ સ્થાપકોને પરત વેચી દીધું)
  • શેવિઝ ફ્રેશ મેક્સ (ઓગસ્ટ 1993માં ખરીદ્યું, મે 1997માં જે. ડબ્લ્યુ. શિલ્ડ્સ ઇક્વિટી પાર્ટનર્સને વેચી દીધું)
  • ડી’એન્જેલો સેન્ડવીચ શોપ્સ (ઓગસ્ટ 1997માં પાપા ગિનો’ઝને વેચી દીધું)
  • ઇસ્ટ સાઇડ મારિયો’ઝ (યુનાઇટેડ સ્ટેટ્સ ફ્રેન્ચાઇઝિસ – ડિસેમ્બર 1993માં ખરીદી, 1997ના પ્રારંભમાં વેચી)
  • હોટ ‘એન નાઉ (1990માં ખરીદ્યું, 1997માં વેચ્યું)
  • જોલિબી (1994માં ખરીદી, 1997માં વેચી)
  • કેએફસી (KFC) ઓક્ટોબર 1986માં આરજેઆર (RJR) નેબિસ્કો પાસેથી ખરીદી, ઓક્ટોબર 1997માં તેને ટ્રાઇકોન, જે બાદમાં યમ! બ્રાન્ડ્સની હેઠળ મૂકી)
  • નોર્થ અમેરિકન વાન લાઇન્સ
  • પિઝા હટ (1977માં ખરીદી, ઓક્ટોબર 1997માં તેને ટ્રાઇકોન, જે બાદમાં યમ!બ્રાન્ડ્સ તરીકે જાણીતી બનવાની હતી, તેની હેઠળ મૂકી)
  • સ્ટોલિશ્નાયા
  • ટેકો બૅલ (1978માં ખરીદી, ઓક્ટોબર 1997માં તેને ટ્રાઇકોન, જે બાદમાં યમ!બ્રાન્ડ્સ તરીકે જાણીતી બનવાની હતી, તેની હેઠળ મૂકી)
  • વિલ્સન સ્પોર્ટિંગ ગૂડ્સ

વૈવિધ્યતા

ફેરફાર કરો

2004માં શરૂ થયેલા એલજીબીટી (LGBT)– કે જે એક માનવ અધિકાર અભિયાનની તરફેણ કરતું જૂથ છે તેણે ત્રીજા વર્ષના અહેવાલમાં જારી કરેલા કોર્પોરેટ ઇક્વાલિટી ઇન્ડેક્સમાં પેપ્સીકોને 100 ટકા રેટિંગ આપ્યું હતું.[]

ગેરરીતિ

ફેરફાર કરો

1993ના ઉનાળા દરમિયાન, પેપ્સીકોએ પ્રોડક્ટ સાથેના કથિત ચેડાને લગતી નિરંકુશ છેતરપિંડીને દૂર રાખી હતી. સૌપ્રથમ સિયેટલમાં અને ત્યારબાદ આગામી થોડા દિવસો દરમિયાન સમગ્ર યુ.એસ.માં ડાયેટ પેપ્સીના કેનમાં સિરીંજ મળી આવી હોવાનાં દાવા કરવામાં આવ્યા હતા. વિવિધ અપ્રમાણિક દાવેદારોની ધરપકડની સાથે ઇન્જેક્શન આપવાની સોય મળી આવવાના અહેવાલો બંધ થયા હતા. 15 જૂન, 1993 સુધીમાં, ગ્રાહકોને તેમની ડાયેટ પેપ્સીમાં એક બુલેટ, પિન અને સ્ક્રૂ મળી આવ્યા હોવાના અહેવાલ આવ્યા હતા. ત્યારબાદ પેપ્સીએ કાળજીપૂર્વક પસંદ કરાયેલા શબ્દો ધરાવતી અખબારી યાદીઓ અને વીએનઆર (VNRs) દ્વારા જે રીતે પરિસ્થિતિનો સામનો કર્યો તે કોઇ એક કંપની વિશેના ખોટા અહેવાલોનો સામનો સચોટ રીતે કેવી રીતે કરવો જોઈએ તેનું ઉદાહરણ છે જેનો અભ્યાસપોથીઓમાં અવારનવાર ઉલ્લેખ કરાય છે.[]

ભારતમાં પેપ્સીકો

ફેરફાર કરો

1988માં પેપ્સીકોએ પંજાબ સરકારની માલિકીના પંજાબ એગ્રો ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન (પીએઆઇસી (PAIC)) અને વોલ્ટાસ ઈન્ડિયા લિમિટેડ સાથે એક સંયુક્ત સાહસની રચના કરીને ભારતમાં પ્રવેશ મેળવ્યો. આ સંયુક્ત સાહસે 1991 સુધી લેહર પેપ્સીનું માર્કેટિંગ અને વેચાણ કર્યું, 1991માં વિદેશી બ્રાન્ડ્સના ઉપયોગને મંજૂરી મળી; પેપ્સીકોએ તેના ભાગીદારોનો હિસ્સો ખરીદી લીધો અને 1994માં આ સંયુક્ત સાહસનો અંત આણ્યો.[૧૦] અન્ય એવો દાવો કરે છે કે પોતાના પીણાંમાં વપરાતા ઘટકોની યાદી જારી કરવાનો ઇનકાર કરી દેવા બદલ 1970માં પેપ્સી પર ભારતમાં આયાત કરવા સામે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને 1993માં આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો, તે સાથે ટૂંક સમયમાં જ પેપ્સી બજારમાં ઉતરી. આ વિવાદો “વિશાળ બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે ભારતના કેટલીક વખતના કઠોર સંબંધો”ની યાદ અપાવે છે. વાસ્તવમાં, કેટલાક એવી દલીલ કરે છે કે પેપ્સીકો અને કોકા-કોલા કંપની “મોટા પ્રમાણમાં ધ્યાન આકર્ષિત કરનારી અતિ-જાણીતી વિદેશી કંપનીઓ હોવાને કારણે તેમને મુખ્ય લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે.”[૧૧]

2003માં, નવી દિલ્હીની એક બિન-સરકારી સંસ્થા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ (સીએસઇ (CSE))એ જણાવ્યું કે પેપ્સીકો અને ધ કોકા-કોલા કંપની જેવી વિશાળ બહુરાષ્ટ્રીય કંપનીઓ સહિતના ભારતમાં હળવા પીણાંના ઉત્પાદકો દ્વારા નિર્મિત કરાતા વાયુમિશ્રિત પાણીમાં કેન્સરને નોંતરી શકે અને રોગપ્રતિકારક તંત્ર પડી ભાંગે અને જન્મજાત ખોડખાંપણનું કારણ બની શકે એવા લિન્ડેન, ડીડીટી (DDT), મેલેથિયોન અને ક્લોર્પિરિફોસ જેવા જંતુનાશકો સહિતના ઝેરી તત્વો છે. પરીક્ષણ કરાયેલા ઉત્પાદનોમાં કોક, પેપ્સી, 7અપ, મિરિન્ડા, ફૅન્ટા, થમ્સ અપ, લિમ્કા અને સ્પ્રાઈટનો સમાવેશ થતો હતો. સીએસઇ (CSE)ને જણાયું કે ભારતમાં નિર્મિત કરાયેલા પેપ્સીના હળવાં પીણાંઓમાં જંતુનાશકોના અવશેષોનું જે પ્રમાણ છે તે યુરોપીય સંઘના નિયમો હેઠળ જંતુનાશકોના આદર્શ પ્રમાણની તુલનાએ 36 ટકા વધુ છે, આ પ્રમાણ કોકા કોલામાં 30 ટકા વધુ હતું.[૧૨] સીએસઇ (CSE)એ જણાવ્યું કે તેણે અમેરિકામાં આ જ પ્રોડક્ટનું પરીક્ષણ કર્યું હતું અને તેમાં તેને આટલા પ્રમાણમાં અવશેષો જણાયા નહોતા. જો કે, યુરોપના ધારાધોરણો પાણી અંગેના હતા, અન્ય પીણાંઓ માટે નહીં. ભારતમાં પીણાંઓમાં જંતુનાશકોની હાજરીને પ્રતિબંધિત કરે એવો કોઈ કાયદો નથી.

ધ કોકા-કોલા કંપની અને પેપ્સીકોએ તેમના ભારતમાં નિર્મિત કરાયેલા પ્રોડક્ટ્સમાં ઝેરીતત્વોનું પ્રમાણ વિકસિત રાષ્ટ્રોના નિયમોમાં જણાવાયેલા છૂટછાટના સ્તરથી ઘણું જ વધારે છે તેવા આક્ષેપોને રોષપૂર્વક રદિયો આપ્યો હતો. પરંતુ ભારતીય સંસદીય સમિતિએ, 2004માં સીએસઇ (SCE)ના તારણોને ટેકો આપ્યો હતો અને સરકારે નિમેલી એક સમિતિ હાલમાં વિશ્વમાં સૌ પ્રથમવાર હળવા પીણાંઓ માટે જંતુનાશકોના ધારાધોરણો વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે. કોક અને પેપ્સીકોએ આ પગલાનો વિરોધ કર્યો છે, એવી દલીલ કરી છે કે અનેક દ્રવ્યો ધરાવતા પીણાંઓમાં જંતુનાશકોની સુક્ષ્મ હાજરી પકડી પાડવા માટે પ્રયોગશાળાના પરીક્ષણો પર પૂરતો ભરોસો રાખી શકાય તેમ નથી.

2005 સુધીમાં, ધ કોકા-કોલા કંપની અને પેપ્સીકો, સંયુક્તપણે ભારતમાં હળવાં-પીણાંઓના બજારનો 95 ટકા બજાર હિસ્સો ધરાવતા હતા.[૧૩] કેરળના પલક્કડ જિલ્લાની પુથુસેરી પંચાયતે પેપ્સીકો ઉપર ભૂગર્ભ જળ શોષી લેવા બદલ “પાણીની ચોરી”નો આરોપ મૂક્યો છે. આના પરિણામે પંચાયતના નિવાસીઓ માટે પીવાના પાણીની અછત ઊભી થઈ છે, તેઓ સરકાર ઉપર ગામમાં આવેલું પેપ્સીકોનું એકમ બંધ કરવા દબાણ કરી રહ્યાં છે.[૧૪]

2006માં સીએસઇ (CSE)ને ફરી એકવાર પેપ્સી અને કોકા-કોલા, બન્ને સહિતના સોડા પીણાંમાં જંતુનાશકોનું ઊંચુ પ્રમાણ મળી આવ્યું હતું. પેપ્સીકો અને ધ કોકા-કોલા કંપની, બન્નેએ જણાવ્યું હતું કે તેમના પીણાંનો ઉપયોગ સુરક્ષિત છે અને તેમણે અખબારોમાં જાહેરાતો આપી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમના પ્રોડક્ટ્સમાં જંતુનાશકોનું જે પ્રમાણ છે તે ચા, ફળો અને ડેરી પેદાશોમાં રહેલા જંતુનાશકોના પ્રમાણની સરખામણીએ ઓછું છે.[૧૫] ભારતના કેરળ રાજ્યની રાજ્ય સરકારે 2006માં અન્ય હળવા પીણાંઓ સહિત પેપ્સી-કોલાના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો હતો,[૧૬] પરંતુ એક મહિના બાદ કેરળ હાઇ કોર્ટે તે પ્રતિબંધ ઉઠાવી લીધો.[૧૭] ભારતના પાંચ અન્ય રાજ્યોએ પણ શાળા, કોલેજો અને હોસ્પિટલોમાં આ પીણાંઓ પર આંશિક પ્રતિબંધ જાહેર કર્યો છે.[૧૮]

ભારતમાં હળવાં પીણાંનું બજાર

ફેરફાર કરો

હળવા પીણાંના બજારની વૃદ્ધિની દ્વષ્ટિએ ભારત ટોચના પાંચ બજાર પૈકીનું એક છે. દેશમાં હળવા પીણાંનો માથાદીઠ વપરાશ વર્ષ 2003માં પ્રતિવર્ષ આશરે 6 બોટલ હોવાનો અંદાજ છે. અમેરિકામાં માથાદીઠ વપરાશના (પ્રતિ વર્ષ 600 કરતા વધુ બોટલ) આંકડાઓની સાથે તુલના કરવામાં આવે તો આ આંકડો અત્યંત નીચો છે. પરંતુ સૌથી ઝડપી વિકાસ સાધી રહેલા બજારો પૈકીનું એક હોવાને લીધે અને ઓછાં વોલ્યૂમને કારણે, ભારત હળવાં પીણાંઓ માટે એક આશાસ્પદ બજાર છે.

વિશ્વમાં અન્યત્ર જોવા મળે છે તેમ ભારતના હળવાં પીણાંના બજારના મુખ્ય ખેલાડીઓ પેપ્સીકો અને કોકા-કોલા કંપની છે. કોકા-કોલાએ જ્યારે બીજી વાર ભારતીય બજારમાં પ્રવેશ કર્યો ત્યારે લિમ્કા, ગોલ્ડ સ્પોટ અને થમ્સ અપ જેવી સંખ્યાબંધ સ્થાનિક બ્રાન્ડ્સ ખરીદી લીધી. પેપ્સીકોના હળવાં પીણાંના પોર્ટફોલિયોમાં પેપ્સી ઉપરાંત મિરાન્ડા અને 7અપનો સમાવેશ થાય છે. પ્રત્યેક કંપનીનો બજાર હિસ્સો વત્તોઓછે અંશે એક સરખો છે, તેમછતાં વિવિધ સ્રોતો દ્વારા અપાયેલા અંદાજમાં વિવાદ રહેલો છે.[૧૯] હળવાં પીણાંનો સૌથી મહત્વનો ઘટક હોય છે પાણી. હળવાં પીણાંની સામગ્રીમાં તેનો હિસ્સો લગભગ 90 ટકા હોય છે. આ ઉપરાંત, હળવાં પીણાઓમાં ગળપણ, કાર્બન ડાયોક્સાઈડ, સાઇટ્રિક એસિડ/મૅલિક એસિડ, રંગો, પ્રિઝર્વેટિવ્સ, એન્ટિ ઓક્સિડન્ટ્સ અને અન્ય સ્નિગ્ધ પદાર્થોનું મિશ્રણ વગેરેનો પણ સમાવેશ થાય છે.[૧૯]

ભારતમાં વપરાશ

ફેરફાર કરો

ભારતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના શહેરોમાં, દિવસના કોઇ નિર્ધારિત સમયે કાર્બોનેટેડ પીણાં/ હળવા પીણાંઓના વપરાશ અંગેના ભારતીય ગ્રાહકોના એક અહેવાલમાં એવું જાણવા મળ્યું છે કે આ પીણાંઓનો વપરાશ એ 29 ટકા ભારતીયોના રોજબરોજના જીવનનો એક સામાન્ય હિસ્સો બની ચૂક્યું છે. બિનઆશ્ચર્યકારકપણે મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલોર જેવા પહેલી શ્રેણીના શહેરોમાં વપરાશ સૌથી ઊંચો છે. માથાદીઠ આવક વધતી જાય છે તેની સાથે વપરાશનું સ્તર પણ વધતું જોવા મળે છે (સૌથી ઊંચી આવકના સ્તરને બાદ કરતા), જ્યારે ઉંમર સાથે આ સ્તર ઘટતું જાય છે.[૨૦]

ભારતીય હળવાં પીણાંનું બજાર પર કોઈ નિયમ હેઠળ આવતું નથી. 1954ના પ્રિવેન્શન ઓફ ફૂડ્સ એડલ્ટેરેશન એક્ટમાં હળવાં પીણાંનો સમાવેશ થતો નથી. 2003ના ઓગસ્ટ પૂર્વે પ્રવર્તતા એકપણ બીઆઇએસ ધારાધોરણોમાં હળવાં પીણાંમાં જંતુનાશકોના પ્રમાણ અંગે રૂપરેખા કે માપદંડો નક્કી કરાયા નહોતા. પરંતુ કેટલીક લાઇ એજન્સીઓએ જંતુનાશકોના પ્રમાણ માટે ધારાધોરણો નક્કી કર્યા છે. યુરોપીયન ઇકોનોમિક કમ્યૂનિટી (ઇઇસી (EEC))એ પીવાલાયક પાણી અને અન્ય સંબંધિત ઉત્પાદનોમાં એકલદોકલ જંતુનાશકને કેટલી હદ સુધી ભેળવી શકાય તેનું મહત્તમ સ્તર પ્રતિ અબજદીઠ 0.1 ભાગ નક્કી કર્યું છે જેથી તેનું ઝેર માણસો માટે જોખમી ન બની જાય. કેટલાક જંતુનાશકો જેવા કે એલ્ડ્રિન, ડિએલ્ડિન અને હિપ્ટેક્લર એપોક્સાઇડ માટે મિશ્રણનું પ્રમાણ હજુ પણ વધુ કડક એટલે કે 0.03 ભાગ પ્રતિ અબજનું રાખવામાં આવ્યું છે.[૧૯]

બર્મામાં પેપ્સીકો

ફેરફાર કરો

1991થી 1997 સુધી, પેપ્સીકો બર્મામાં કારોબાર કરનારી સૌથી નોંધપાત્ર કંપનીઓ પૈકીની એક કંપની રહી છે. પેપ્સીકોનો કારોબારનો ભાગીદાર, થેઇન તુન બર્માના શાસક સૈન્ય જુન્તાનો વ્યાપારિક ભાગીદાર હતો, જેના ઉપર વિશ્વમાં સૌથી ખરાબ માનવ અધિકારના ઉલ્લંઘન પૈકીના કેટલાક બદલ જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પેપ્સીકોની સંડોવણીને કારણે બર્મામાં તેના ઇતિહાસમાં સૌથી મોટા બહિષ્કારો પૈકીનો એક બહિષ્કાર થયો હતો. આ જ સમયગાળામાં ટેક્સાકો અને યુનોકલની સામે જે અભિયાન ચાલ્યું હતું અને હાલમાં ટોટલ ઓઇલની સામે જે અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન તેની જેવું જ હતું. પેપ્સીકોએ ઔપચારિકપણે 1991ના નવેમ્બર દરમિયાન બર્મામાં તેમના મૂડીરોકાણનો પ્રારંભ કર્યો અને તે વખતે તેમણે બર્માની તત્કાલીન રાજધાની રંગૂનમાં એક બોટલિંગ પ્લાન્ટ શરૂ કર્યો. આંગ સેન સુ કી અને નેશનલ લીગ ફોર ડેમોક્રેસી ફોર કંપનીઝે જ્યાં સુધીમાં બર્મામાં લોકશાહીનું પુનરાગમન ન થાય ત્યા સુધી બર્મામાં વેપાર કરવાનું ટાળવા માટે આહવાન આપ્યું હોવા છતાં કંપનીએ શરૂઆત કરી. પેપ્સી વિરુદ્ધના અભિયાનની શરૂઆત એશિયા-સ્થિત બર્મા રાઇટ્સ મૂવમેન્ટ ફોર એક્શને કરી. બાદમાં આ અભિયાન પશ્ચિમમાં મજબૂત બન્યું કારણ કે બર્માના માનવ અધિકાર જૂથોએ બર્મામાં રહેલી કંપનીઓની વિરુદ્ધમાં અભિયાનો ઉપર લક્ષ્ય કેન્દ્રિત કર્યું હતું. આ કંપનીઓમાં વિશાળ ઓઇલ કંપનીઓ ટેક્સાકો, યુનોકલ, એમોકો અને પેટ્રો-કેનેડાનો સમાવેશ થાય છે.[૨૧]

જ્યારે પેટ્રો-કેનેડા બર્મા છોડીને ગઈ, ત્યારે કેનેડા અને અમેરિકા સ્થિત બર્માના લોકશાહી જૂથોએ પેપ્સીકો ઉપર તેમનું લક્ષ્ય કેન્દ્રિત કર્યું. 1996માં ફ્રી બર્મા કોએલિશને અમેરિકન યુનિવર્સિટીઓમાંથી પેપ્સીને બહાર નીકાળવા માટે આગેવાની લીધી ત્યારે આ અભિયાનને વ્યાપક પ્રોત્સાહન મળ્યું હતું. આમાં હાર્વર્ડ ખાતે મલ્ટિ-મિલિયન ડોલરના સોદાને રદ કરવાનો સમાવેશ થાય છે. આ અભિયાન યુરોપમાં પણ ફેલાઈ ગયું હતું, ત્યારે યુકે-સ્થિત સંગઠન થર્ડ વર્લ્ડ ફર્સ્ટે આ બહિષ્કારને અપનાવ્યો હતો. પ્રતિસાદરૂપે, 1996માં, પેપ્સીકોએ બર્માના સંયુક્ત સાહસમાં પોતાનો હિસ્સો પોતાના ભાગીદારને વેચી દઈને વિવાદમાંથી બહાર નીકળી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ બર્મીઝ ફ્રેન્ચાઇઝ કરારને જાળવી રાખ્યો. આંગ સાન સુ કીએ તેમની પ્રતિક્રિયામાં જણાવ્યું, “જ્યાં સુધી અમારો સવાલ છે, પેપ્સીકો બર્મામાંથી બહાર નીકળી નથી” અને માનવ અધિકાર અને પર્યાવરણવાદી જૂથોએ પેપ્સી ઉપર દબાણ કરવાનું ચાલુ રાખ્યું. આખરે, બર્માના મોરચાઓએ હિંસક લોકશાહી-વિરોધી રેલીઓ યોજતા અને વિશ્વભરમાંથી દબાણ વધતાં, પેપ્સીકોએ જાન્યુઆરી 1997માં એવી જાહેરાત કરી કે તે બર્મા સાથેના તમામ જોડાણ કાપી નાખશે. જો કે, અન્ય કંપનીઓએ દેશ છોડતી વખતે જે રીતે સ્વીકાર્યું હતું તે રીતે પેપ્સીકોએ આજની ઘડી સુધી એવું સ્વીકાર્યું નથી કે તેણે બર્મામાં રોકાણ કરવું એ ખોટું પગલું હતું.

ઈઝરાયેલમાં પેપ્સીકો

ફેરફાર કરો

1991 સુધી પેપ્સીકો ઈઝરાયેલમાં વેચાતી નહોતી, જેના માટે યુનાઇટેડ સ્ટેટ્સના ઘણાં લોકો દ્વારા તેની આલોચના થતી, આ લોકો એવું માનતા હતા કે આમ કરીને પેપ્સીકો આરબ દેશો દ્વારા કરાઈ રહેલા ઈઝરાયેલના બહિષ્કારને ટેકો આપતી હતી. પેપ્સીકોએ કાયમ આ આક્ષેપને ફગાવી દેતા જણાવ્યું હતું કે એક ફ્રેન્ચાઇઝની દ્વષ્ટિએ ઈઝરાયેલ ખરેખર ખુબ નાનો દેશ છે. પરિણામરૂપે, ઈઝરાયેલના બજારને પેપ્સીની પ્રતિસ્પર્ધી કોકા કોલાએ સર કરી લીધું, અને આજની ઘડીએ પણ ઈઝરાયેલના બજારમાં પેપ્સી ખુબ નાનો બજાર હિસ્સો ધરાવે છે.[૨૨][૨૩]

પેપ્સી બોટલર્સ

ફેરફાર કરો
ચિત્ર:Pepsi Beverages Company.png
પેપ્સી બેવરેજીસ કંપનીનો લોગો

4 ઓગસ્ટ 2009ના રોજ, પેપ્સીકોએ એવી જાહેરાત કરી કે તે પોતાના બે સૌથી મોટા બોટલર્સ ધ પેપ્સી બોટલિંગ ગ્રૂપ, ઇન્ક અને પેપ્સીઅમેરિકન્સ, ઇનક, બન્ને સાથે ફાઇનલ મર્જિંગ એગ્રીમેન્ટ (વિલય માટેનો કરાર) કર્યો છે, આ પૈકીના બન્નેને તેણે અગાઉ 1990ના દશકમાં પોતાનાથી અલગ કર્યાં હતા. આ સોદાનો કુલ ખર્ચ 7.8 બિલિયન ડોલર હોય એવો અંદાજ છે.[૨૪]

આ એકીકરણને બન્ને બોટલિંગ કંપનીઓના શેરધારકોએ 17 ફેબ્રુઆરી, 2010ના રોજ મંજૂરી આપી હતી અને તે 26 ફેબ્રુઆરીના રોજ સંપન્ન થતાં પેપ્સીકો નોર્થ અમેરિકન બૅવરેજીઝ યુનિટની સંપૂર્ણ માલિકીના એક નવા જ વિભાગ પેપ્સી બૅવરેજીસ કંપની (પીબીસી (PBC))ની રચના થઈ. આ એકીકરણમાં ડૉ. પીપર સ્નેપલ ગ્રૂપ સાથેના એક નવા કરારનો પણ સમાવેશ કરવામાં આવ્યો, જે હેઠળ પીબીસી (PBC) ટૂંક સમયમાં એ બજારોમાં ડૉ. પીપર, શ્વેપ્પીઝ અને ક્રશ બ્રાન્ડ્સના બોટલિંગ અને વિતરણ પર નિયંત્રણ મેળવી લેવાની છે કે જ્યાં અગાઉ આ ઉત્પાદનો પીબીજી અને પીએએસ દ્વારા 20 વર્ષના લાયસન્સ સોદા (પીબીસીની પુરોગામી કંપનીઓ ફેબ્રુઆરી 2009થી આ પૈકીના મોટાભાગના બજારોમાં ક્રશનું બોટલિંગ અને વિતરણ કરતી હતી.) હેઠળ વિતરિત કરાતા હતા. હાલમાં પીબીસી (PBC) ડૉ. પીપર અને શ્વેપ્પીઝને પણ પોતાના બાકીના પ્રદેશમાં (કેમ કે શિકાગો જેવા આ બજારોમાં ડીપીએસ (DPS)-માલિકીના બોટલર્સ પણ કામ કરે છે) વિતરણ કરશે કે કેમ અને ક્યારે કરશે તેની માહિતી નથી. વધુમાં, પીબીસી (PBC) અને ડીપીએસની માલિકીના બોટલર્સ દ્વારા જ્યાં વિતરણ ચાલે છે તેવા અમેરિકાના આ વિસ્તારોમાં ડીપીએસ (DPS)ની માલિકીની કેટલીક અન્ય બ્રાન્ડ્સ જેવી કે વેર્નોર્સ અને હવાઇયન પંચના બોટલિંગના અધિકારો ડીપીએસના બોટલરોને તબદિલ થઈ ગયા છે. બન્ને ભૂતપૂર્વ બોટલર્સની આંતરરાષ્ટ્રીય કામગીરી સંપૂર્ણપણે અલગ વિભાગ પેપ્સીકો ઇન્ટરનેશનલ યુનિટને પ્રત્યક્ષપણે તબદિલ થઈ ગઈ છે.

નોંધ અને સંદર્ભો

ફેરફાર કરો
  1. http://www.pepsico.com/Company/Leadership.html#block_Indra K. Nooyi
  2. ૨.૦ ૨.૧ Pepsico (PEP) annual SEC balance sheet filing via Wikinvest
  3. http://www.opensecrets.org/lobby/clientsum.php?year=2009&lname=pepsiCo+Inc&id=Center for Responsive Politics, pepsi Co Inc,, Nov 20, 2009
  4. http://www.opensecrets.org/lobby/clientlbs.php?lname=pepsiCo+Inc&year=2009 Center for Responsive Politics, pepsiCo Inc, Nov 20, 2009
  5. "વિયેટનામમાં પેપ્સીની કહાણી". મૂળ માંથી 2010-11-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  6. "પેપ્સીકોએ સાબ્રામાં 50% હિસ્સો ખરીદ્યો". મૂળ માંથી 2007-12-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  7. "પેપ્સીકોએ એફઆરએસ (FRS) હેલ્ધી એનર્જી બ્રાન્ડ"નું બિરુદ હાંસલ કર્યું ન્યૂટ્રાસ્યુટિકલ વર્લ્ડ. (જૂન 18, 2010).http://www.nutraceuticalsworld.com/contents/view/24756
  8. "કોર્પોરેટ ઇક્વાલિટી ઇન્ડેક્સ 2006". મૂળ માંથી 2006-10-06 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-25.
  9. "પેપ્સી પ્રોડક્ટ ટેમ્પરિંગ સ્કેન્ડલ ઓફ 1993". મૂળ માંથી 2010-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  10. "કોકા-કોલા ઇન્ડિયા" સંગ્રહિત ૨૦૧૦-૦૭-૨૫ ના રોજ વેબેક મશિન, જેનીફર કાયે, ટક સ્કૂલ ઓફ બિઝનેસ એટ ડાર્ટમાઉથ , 2004 (પીડીએફ)
  11. "કોલ, પેપ્સી લૂઝ ફાઇટ ઓવર લેબલ્સ" સંગ્રહિત ૨૦૧૦-૦૨-૧૩ ના રોજ વેબેક મશિન, નાઇટ રાઇડર્સ ન્યૂઝ , ડિસેમ્બર 9, 2004
  12. "ભારતના કોક, પેપ્સીમાં જંતુનાશક દવાઓ, સ્વૈચ્છિક સંસ્થા કહે છે ", ઇન્ટરપ્રેસ સર્વિસ, ઓગસ્ટ 5, 2003
  13. "ચળવળકારોની વૈશ્વિક જાળ કોકને ભારતમાં કેવી રીતે સમસ્યા આપે છે", વોલ સ્ટ્રીટ જર્નલ , જુલાઈ 7, 2005
  14. "પેપ્સીને કેરળ કેસમાં રાહત મળી", રેડિફ ઇન્ડિયા એબ્રોડ , એપ્રિલ 11, 2007
  15. "પ્રતિબંધને પગલે કોલાનું વેચાણ 10% ઘટ્યું". મૂળ માંથી 2007-03-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  16. Sanjoy Majumder (2006-08-09). "Kerala bans Coke and Pepsi". BBC News. મેળવેલ 2008-01-03.
  17. K.C. Gopakumar (2006-09-23). "Kerala HC quashes ban on Coke and Pepsi". The Hindu BusinessLine. મેળવેલ 2008-01-03.
  18. ભારતીય રાજ્યએ પેપ્સી અને કોક પર પ્રતિબંધ મૂક્યો
  19. ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ "સીએસઇ (CSE) અહેવાલ: હળવા પીણામાં જંતુનાશક દવાઓના અવશેષોનું પૃથક્કરણ, ઓગસ્ટ 2006" (PDF). મૂળ (PDF) માંથી 2009-06-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  20. "ભારતમાં એક સ્ટોરે બિનકેફી પીણા ખરીદ્યા, જૂન 2009" (PDF). મૂળ (PDF) માંથી 2012-01-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  21. "એ હિસ્ટરિકલ લૂક એટ ધ પેપ્સીકો/બર્મા બોયકોટ " બોયકોટ ક્વાર્ટરલીમાં (સમર 1997), ઓનલાઇન http://www.thirdworldtraveler.com/Boycotts/Hx_pepsiBurmaBoy.html સંગ્રહિત ૨૦૧૦-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન [૧] સંગ્રહિત ૨૦૧૦-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન
  22. "ગેટિંગ ઇન ટેમ્પો વિધ કોલા (જેરુસલેમ પોસ્ટ, 1991)". મૂળ માંથી 2012-01-25 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-25.
  23. Snopes.com: કોકા-કોલા અને ઇઝરાયેલ, માર્ચ 13, 2007
  24. "પેપ્સીકો પેપ્સી બોલટિંગ ગ્રૂપ અને પેપ્સીઅમેરિકાના વિલીનીકરણ કરાર સ્તરે પહોંચી ", ઓનલાઇન http://www.pepsico.com/PressRelease/pepsiCo-Reaches-Merger-Agreements-with-pepsi-Bottling-Group-and-pepsiAmericas08042009.html

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો