પોપટ એક સુંદર પક્ષી છે. પોપટ ઘણા પ્રકારના હોય છે. પોપટને બે પગ પર ચાર આંગળીઓ હોય છે. બધા પોપટ ફળ, ફૂલો, કળીઓ, બદામ, બીજ, મરચાં અને નાના જંતુઓ ખાય છે. પોપટ વિશ્વના તમામ ગરમ આબોહવામાં જોવા મળે છે. તેઓ ઓસ્ટ્રેલિયા મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં વિવિધ પ્રકારના જોવા મળે છે. તેઓ બુધ્ધિશાળી, પ્રભાવશાળી, રંગબેરંગી અને સંગીત માટે લોકપ્રિય છે. કેટલાક પોપટ માનવ ભાષણ સહિત ઘણા અવાજોની નકલ કરી શકે છે.

પોપટ

ગુજરાતમાં પોપટ (પેરાકીટ) કુટુંબના નીચે મૂજબની જાતના પક્ષીઓ જોવા મળે છે.

અંગ્રેજી નામ ગુજરાતી નામ વિસ્તાર
રોઝ રીંગ પેરાકીટ સૂડો બધે જોવા મળે છે.
બ્લોસમ હેડેડ પેરાકીટ તુઇ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર.
લાર્જ ઇન્ડિયન પેરાકીટ સુરપાણનો પોપટ દક્ષિણ ગુજરાત.