પ્રભાશંકર માસ્તર
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
પ્રભાશંકર માસ્તર શ્રી અખિલ ભારતીય હિન્દુ મહાસભાના નેતા હતા.
જીવન
ફેરફાર કરોપ્રભાશંકર માસ્તર નો જન્મ અમદાવાદ થી ૬૦ કિ.મી સૌરાષ્ટ્ર તરફ આવેલા વિરમગામ નગરમાં થયો હતો. શિક્ષણ પૂર્ણ કરીને વિરમગામની બાજુમા આવેલ ઉખલોડ ગામમા સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા હતા. પરંતુ વિરમગામમા અસામાજિક તત્વોના અત્યાચારો અને વેપારીઓ પર થતા અત્યાચારો જોઇને તેમણે પોતાની નોકરી છોડી ને સમાજની સેવામા લાગી ગયા હતા. શ્રી વિનાયક દામોદર સાવરકરે સ્વયં શ્રી પ્રભાશકર માસ્તરને પોતાને હાથે, હિન્દુ સમાજની સેવા કરવા બદલ અને રક્ષા કરવા માટે કટાર ભેટ આપેલ. તેઓ "માસ્તર કાકા"ના નામે વિરમગામના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેમણે અનેકવાર મુંબઈ ખાતે આવેલા દેવનાર કતલખાને ગોવધના વિરોધમા સત્યાગ્રહ કરેલો. તેઓ ગૌભક્ત શ્રી શંભુ મહારાજના સાથીદાર હતા. તેઓ કટોકટી લદાયેલ તે સમયે જેલમાં પણ ગયેલા. શ્રી માસ્તર પોતે હિંદુ ધર્મના પ્રખર અભ્યાસુ હતા. તેઓએ વિરમગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં અનેક સભાઓ સબોધી હતી. શ્રી માસ્તર પર મુસ્લિમ અસામાજિક તત્વો દ્વારા બે વાર ગોળીબાર કરવામાં આવેલા. છેલ્લીવાર ૧૯૮૪માં ગોળીબાર કરાયેલો. બન્ને વખતે માસ્તર ગોળી વાગ્યા છતાં બચી ગયેલા. પ્રખર અખાડીયન તેવા માસ્તર ખૂબ જ ધર્મઝનુની નહીં પણ અસામાજિક તત્વોના વિરોધી હતા. તેમણે અનેક યુવાનોને દેશી કસરત તરફ વાળેલા. તેઓનું જીવન ખૂબ જ સાદું હતુ. તેઓ મહર્ષિ દયાનંદના ભક્ત તથા આર્ય સમાજી હતા. વિરમગામના હિન્દુ યુવાનોને ક્ષાત્ર ધર્મનું મહત્વ સમજાવતા. એકવાર વિરમગામમાં મુસ્લીમોએ ગાયની હત્યા કરતા માસ્તર ખૂબ જ વિફરેલા અને જબરદસ્ત મોટુ વિરોધ સરઘસ લઇને આખા વિરમગામમા ફરેલા અને ત્યારબાદ કોમી રમખાણ થયેલા. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનથી અનેક ટ્રેનો ભરીને હિન્દુ પરિવારો જાન બચાવીને ભારત તરફ આવેલા ત્યારે માસ્તરે હિન્દુ સભાના યુવાન કાર્યકર્તાઓ સાથે મળીને અનેક પરિવારો માટે ભોજનની વ્યવસ્થા વિરમગામ રેલ્વે સ્ટેશને કરેલી.