વિરમગામ
વિરમગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો મહત્વના વિરમગામ તાલુકાનું મુખ્ય મથક છે. જિલ્લા મુખ્ય મથક અમદાવાદથી તે આશરે ૬૫ કિ.મી. ના અંતરે આવેલું છે.
વિરમગામ | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 23°07′37″N 72°02′54″E / 23.127045°N 72.048204°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
તાલુકો | વિરમગામ તાલુકો |
વસ્તી | ૫૫,૮૨૧[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 32 metres (105 ft) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, અત્યાધુનિક રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ખેતીવાડી ઉત્પન્ન બજાર, મંદિરો, મસ્જીદો, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોમર્સ તેમજ આર્ટસ કોલેજ |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ઘઉં, ડાંગર, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
ઈતિહાસ
ફેરફાર કરોઆશરે ૧૦૯૦ ની આસપાસ, મિનળદેવી, સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા, જેમણે અણહિલવાડ પાટણથી શાસન કર્યું, તેમણે મુનસર તળાવ ની સ્થાપના કરી. પછીથી અનેક મંદિરો બનાવવામાં આવ્યા. ૧૪૮૪ની આસપાસ, વિરમગામ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. મજબૂત મંડળના વહીવટ હેઠળ, વિરમગામ ૧૫૩૦ સુધી મુસ્લિમ ગુજરાત સલ્તનતનો ભાગ બન્યો ન હતો. કાઠિયાવાડના આ પ્રવેશ દ્વારને મુઘલ ગવર્નરોએ તેને ઝાલાવાડ પ્રાંત (જિલ્લા)નું મુખ્ય મથક તરીકે પસંદ કર્યું હતું અને અઢારમી સદીના વિક્ષેપમાં ઘણા સંઘર્ષોનું સાક્ષી બન્યું હતું.[૨]
૧૭૩૦ની સાલથી તેના દેસાઈ (મૂળ કણબી શાસક) દ્વારા એક મુસ્લિમ ગવર્નર હેઠળ શાસન ચાલુ રાખ્યું, ૧૭૩૫ સુધી દેસાઈ ભાવસિંહે મરાઠાઓને બોલાવ્યા હતા, જેમણે મુસ્લિમ શાસકને નાબૂદ કર્યા હતા અને ૧૭૪૦ સુધી આ શહેરનું શાસન કર્યું હતું. તે વર્ષે ભાવસિંહ દ્વારા પોતાને સ્વતંત્ર બનાવવાની આશાએ મરાઠાઓને બહાર કાઢ્યા. પરંતુ ચાર મહિના પછી તેઓ વધુ સંખ્યામાં પાછા ફર્યા, અને ભાવસિંહ તેમની સાથે સામનો કરવામાં અસમર્થ રહ્યા અને પાટડીની સંપત્તિના વચનના આધારે, વિરમગામને ત્યજી અને પાટડી રાજ્યના રાજા તરીકે ત્યાં સ્થળાંતર થયા. મરાઠાઓએ અંગ્રેજોના કબ્જા સુધી વિરમગામ પર શાસન કર્યું.[૨]
મુનસર તળાવ
ફેરફાર કરોમુનસર તળાવ એ ચાલુક્ય વંશના સિદ્ધરાજ જયસિંહની માતા, મીનળદેવી દ્વારા બનાવવામાં આવેલું છે. આશરે અડધો કિમીમાં ફેલાયેલા આ તળાવને ફરતે ૩૬૫ મંદિર છે. [૩]
ભૂગોળ
ફેરફાર કરોવિરમગામ 23°07′N 72°02′E / 23.12°N 72.03°E સ્થાન પર આવેલું છે.[૪] અને સમુદ્ર સપાટીથી સરેરાશ ૩૨ મીટરની ઊંચાઇ ધરાવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Viramgam City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૩૦ એપ્રિલ ૨૦૧૮.
- ↑ ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Ahmedabad (Public Domain text). Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ ૩૫૪-૩૫૬.
- ↑ "365 શિવમંદિરો ધરાવતું ઐતિહાસિક મુનસર તળાવ વિરમગામમાં..." દિવ્ય ભાસ્કર. મેળવેલ 2023-09-08.
- ↑ "redirect to /world/IN/09/Viramgam.html". www.fallingrain.com.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |