ફિલ્લોરાની લડાઈ
ફિલ્લોરાની લડાઇ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લડવામાં આવેલ રણગાડીઓની લડાઈ હતી. તે સિઆલકોટ વિસ્તારમાં બંને દેશો વચ્ચે પ્રથમ મોટી લડાઈ હતી અને તે અસલ ઉત્તરની લડાઈ સાથે સાથે લડવામાં આવી હતી.
ફિલ્લોરાની લડાઈ | |||||||
---|---|---|---|---|---|---|---|
૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ નો ભાગ | |||||||
| |||||||
યોદ્ધા | |||||||
ભારત | પાકિસ્તાન | ||||||
સેનાનાયક | |||||||
અરદેશીર તારાપોર | અજ્ઞાત | ||||||
શક્તિ/ક્ષમતા | |||||||
૧લી બખ્તરિયા બ્રિગેડ (૧૬મું અશ્વદળ, ૧૭ હોર્સ, ૪ હોર્સ, ૬૨મું અશ્વદળ) ૪૩મી ભારવાહક બ્રિગેડ |
૧૦મું અશ્વદળ (ગાઇડ્સ) ૧૧મું અશ્વદળ | ||||||
મૃત્યુ અને હાની | |||||||
૬ સેન્ચુરીઅન રણગાડીઓ | આશરે ૬૦ રણગાડીઓ[૨][૩] (૩૧ ચોક્ક્સ)[૪] |
લડાઈ
ફેરફાર કરોલડાઈની શરુઆત ભારતના ફિલ્લોરા વિસ્તારમાં ૧૦ સપ્ટેમ્બરના રોજ હુમલા સાથે થઈ. તે વિસ્તારમાં ભારતની ૧લી બખ્તરિયા ડિવિઝન સક્રિય હતી. તેમાં ચાર રેજિમેન્ટ સામેલ હતી અને પાકિસ્તાનની ૬ઠ્ઠી બખ્તરિયા ડિવિઝન સામે ભીષણ સંઘર્ષમાં તે ઉતરી હતી. પાકિસ્તાની હવાઇ હુમલાઓએ ભારતીય રણગાડીઓને વધુ નુક્શાન ન કર્યું પરંતુ ભારવાહક વાહનો અને પાયદળે ખાસ્સી ખુવારી વેઠવી પડી. બે દિવસ સુધી ભીષણ લડાઈ લડવામાં આવી અને પાકિસ્તાની સૈનિકો ઓછી સંખ્યામાં હોવાથી ચાવીન્દા તરફ પીછેહઠ કરી ગયા. તે દરમિયાન પાકિસ્તાને આશરે ૬૦ રણગાડીઓ ગુમાવી હતી.[૫]
પાકિસ્તાની સૈન્ય ઇતિહાસકાર મેજર (સેવાનિવૃત્ત) એ એચ અમીન અનુસાર ૧૧ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧.૩૦ કલાકે પાકિસ્તાનની ૬ઠ્ઠી બખ્તરિયા ડિવિઝનની ૧૦મું અશ્વદળ અને ૧૪મી ફ્રન્ટિયર ફોર્સ એ ભાગોવાલ-ભુરેશાહ વિસ્તારમાંથી લિબ્બે-ચાહર ખાતે સ્થિત ભારતીય જમણી પાંખ પર હુમલો કર્યો. હુમલાનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનના ૧૧મું અશ્વદળ પરના દબાણને ઘટાડવાનું હતું. આ હુમલામાં પાકિસ્તાનીઓએ મોટી સંખ્યામાં રણગાડીઓ ગુમાવી અને કેટલીક ૧૬મું અશ્વદળની ભારતીય રણગાડીઓનો નાશ કર્યો પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિએ તે કોઈ અસરકારક કાર્યવાહી ન કરી શકી અને ૧૧મું અશ્વદળ વિરુદ્ધનો હુમલો ભારત દ્વારા યોજનામાં કોઈપણ ફેરફાર વગર આગળ વધારાયો. ફિલ્લોરા ગામને ભારતીયોએ ૧૧ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩.૩૦ એ કબ્જે કર્યું. તે દિવસે પાકિસ્તાની ૧૧મું અશ્વદળે એટલી રણગાડીઓ ગુમાવી કે તે નામશેષ થઈ ગયું. જોકે ભારતે પણ કેટલીક વ્યૂહાત્મક ભૂલો કરી કેમ કે વ્યૂહરચનાની દૃષ્ટિએ ફિલ્લોરા પરનો કબ્જો ભારતને ફાયદાકારક નહોતો. જો ભારતે આ જ પ્રકારનો જુસ્સો દર્શાવી અને સપ્ટેમ્બર ૮ ના રોજ બ્રિગેડ અને ડિવિઝન સ્તરે યોજનામાં સુધાર કર્યો હોત તો ભારત ૧૧મી સપ્ટેમ્બરે હજુ મોટી સફળતા મેળવી શકત.[૬]
પૂર્ણાહુતિ
ફેરફાર કરો૧૨ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ ફિલ્લોરાની રણગાડીઓની લડાઈમાં ભારતે નિર્ણાયક વિજય મેળવ્યો અને પાકિસ્તાની દળોએ પીછેહઠ કરી અને ચાવીન્દા ખાતે રક્ષણાત્મક તૈનાતી ગોઠવી અને આખરી લડાઈની તૈયારી કરી.[૫][૨] તેના એક દિવસ પહેલાં ભારતે અસલ ઉત્તર ખાતે વધુ એક લડાઈ જીતી હતી જેમાં ખેમકરણ વિસ્તારમાં પાકિસ્તાની હુમલાને સફળતાપૂર્વક ખાળવામાં આવ્યો હતો. ભારતીય ભૂમિસેનાનો પાકિસ્તાની પ્રદેશમાં સફળ હુમલો ચાવીન્દાની લડાઈમાં પરિણમ્યો અને તે સ્થળે ભારતીય આગેકૂચને થંભાવવામાં પાકિસ્તાનીઓ સફળ રહ્યા.[૭][૮][૯] ૨૨ સપ્ટેમ્બરના રોજ યુદ્ધવિરામની શરુઆતે તમામ મોરચાઓ પર લડાઈ થંભી ગઈ.[૧૦] તે જ દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિએ સર્વાનુમતે ઠરાવ પસાર કરી અને બંને દેશોને બિનશરતી યુદ્ધવિરામ જાહેર કરવા જણાવ્યું.[૧૧] ભારતે ફિલ્લોરા, ફગોવાલ, મહારાજકે, ગડગોર, બાજાગ્રહી ગામો સહિત ૫૧૮ ચોરસ કિમીનો પાકિસ્તાની વિસ્તાર સિઆલકોટ ક્ષેત્રમાં પોતાના કબ્જામાં રાખ્યો. તે તાશ્કંદ સમજૂતી પછી પાકિસ્તાનને પરત સોંપવામાં આવ્યો.[૧૨][૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Amin, Agha.H. "Situation Leading to and Battle of Phillora". Major. A.H Amin. મૂળ માંથી 2011-10-09 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ જુલાઇ ૨૦૧૧.
- ↑ ૨.૦ ૨.૧ Wilson, Peter. Wars, proxy-wars and terrorism: post independent India. Mittal Publications, 2003. ISBN 978-81-7099-890-7.
- ↑ James Rapson, Edward; Wolseley Haig; Sir Richard Burn; Henry Dodwell; Robert Eric Mortimer Wheeler; Vidya Dhar Mahajan. "Political Developments Since 1919 (India and Pakistan)". The Cambridge History of India. ૬. S. Chand. પૃષ્ઠ ૧૦૧૩. CS1 maint: discouraged parameter (link)
- ↑ ૪.૦ ૪.૧ Singh, Lt.Gen Harbaksh (૧૯૯૧). War Despatches. 56 Gautam nagar, New Delhi: Lancer International. પૃષ્ઠ 147. ISBN 81-7062-117-8.CS1 maint: location (link)
- ↑ ૫.૦ ૫.૧ Zaloga, Steve (1999) The M47 and M48 Patton tanks ISBN 1-85532-825-9 pg.34-35.
- ↑ Amin, Major Agha H. "Situation Leading to and Battle of Phillora". Think Tank. AH Amin. મૂળ માંથી 2011-10-09 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ જુલાઇ ૨૦૧૧.
- ↑ Fricker, John (૧૯૭૯). Battle for Pakistan: the air war of 1965. University of Michigan: I. Allan. પૃષ્ઠ ૧૨૮. ISBN 978-0-71-100929-5.
- ↑ Arming without Aiming: India's Military Modernization By Stephen P. Cohen, Sunil Dasgupta pg. 1971
- ↑ The M47 and M48 Patton Tanks By Steven J. Zaloga Pg. 36[હંમેશ માટે મૃત કડી]
- ↑ Barua, Pradeep (2005) The state at war in South Asia ISBN 0-8032-1344-1 pg.192.
- ↑ Pradhan, R.D. 1965 war, the inside story. Atlantic Publishers & Distributors, 2007. ISBN 978-81-269-0762-5.
- ↑ History, Official. "Operations in Sialkot sector" (PDF). Official history. Bharat-Rakshak.com. મૂળ (PDF) માંથી ૯ જૂન ૨૦૧૧ પર સંગ્રહિત. મેળવેલ ૧૧ જુલાઇ ૨૦૧૧.