મુખ્ય મેનુ ખોલો

બચુભાઇ રાવત

ગુજરાતી સંપાદક અને કલા વિવેચક

બચુભાઈ પોપટભાઈ રાવત (૨૭ ફેબ્રુઆરી ૧૮૯૮ - ૧૨ જુલાઇ ૧૯૮૦) સંપાદક અને કલા વિવેચક હતા.[૧]

બચુભાઇ રાવત
જન્મની વિગત૨૭ ફેબ્રુઆરી ૧૮૯૮ Edit this on Wikidata
અમદાવાદ Edit this on Wikidata
મૃત્યુની વિગત૧૨ જુલાઇ ૧૯૮૦ Edit this on Wikidata
વ્યવસાયસંપાદક, વિવેચક, પત્રકાર&Nbsp;edit this on wikidata
પુરસ્કારરણજિતરામ સુવર્ણચંદ્રક, પદ્મશ્રી (સાહિત્ય માટે) Edit this on Wikidata

જીવનફેરફાર કરો

બચુભાઇ રાવતનો જન્મ ૨૭ ફેબ્રુઆરી ૧૮૯૮ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલ ખાતે પૂર્ણ કર્યું. તેમણે ૧૯૧૪માં ત્યાંથી જ મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે ૧૯૧૫ થી ૧૯૧૯ દરમિયાન સંગ્રામજી હાઇ સ્કૂલ, ગોંડલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી. ૧૯૨૦ થી ૧૯૨૧ દરમિયાન તેમણે સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય ખાતે કામ કર્યું. ૧૯૨૨-૨૩ દરમિયાન તેમણે નવજીવન પ્રકાશન મંદિરના પ્રકાશન વિભાગમાં કામ કર્યું. ૧૯૨૪ થી ૧૯૪૨ દરમિયાન તેમણે રવિશંકર રાવળની સાથે કુમાર માસિકનું સંપાદન કાર્ય સંભાળ્યું. ૧૯૩૦માં તેમણે સાહિત્યની કાર્યશાળા બુધસભાની સ્થાપના કરી જે હજુ સુધી કાર્યરત છે. પછીથી ૧૯૪૩ થી ૧૯૮૦ સુધી તેમણે કુમારનું તંત્રી પદ સંભાળ્યું. ૧૯૫૩માં તેઓ મુંબઈ રાજ્ય લિપિ સુધારણા સમિતિમાં હતા. ૧૯૫૪માં તેઓ ૬ વર્ષ માટે બોમ્બે રાજ્યની ધારા સભામાં સભ્ય બન્યા. તેઓ પ્રથમ ગુજરાતી મુદ્રક પરિષદ અને ૧૯૬૫માં સુરતમાં યોજાયેલી ૨૩મી વાર્ષિક ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ પદે રહ્યા હતા. તેઓ ૧૨ જુલાઇ ૧૯૮૦ના રોજ અવસાન પામ્યા.[૧][૨][૩][૪][૫]

સર્જનફેરફાર કરો

ગુજરાતી સાહિત્યના ગાંધી યુગમાં ખાસ કરીને કુમારમાં તેમણે કરેલા સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વે અગત્યનો ફાળો આપ્યો છે.[૬] તેઓ છંદોબદ્ધ કવિતાના આગ્રહી હતાં, અને છંદ વગર કવિતાનું સર્જન શક્ય નથી તેવો મત ધરાવતા હતાં.[૭] ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા તેમના કળા અને કળા વિવેચનના નિબંધોનો સંગ્રહ છે. તેમણે ગુજરાતી લિપી પર ગુજરાતી લિપિના નવા પરોઢના નિર્માણ પુસ્તક લખ્યું છે. ટુંકી વાર્તાઓ (૧૯૨૧) તેમની હિંદીમાંથી અનુવાદિત ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે.[૨]

પુરસ્કારોફેરફાર કરો

૧૯૪૮માં ગુજરાતી પત્રકારત્વમાં તેમના યોગદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ૧૯૭૫માં તેમને ભારતનો ચોથા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી પ્રાપ્ત થયો હતો.[૨][૮]

સંદર્ભફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિના સંવર્ધક બચુભાઇ રાવત". ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૪. Retrieved ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "બચુભાઈ રાવત (Bachubahi Ravat)". ગુજરાતી સાહિત્ય પરિષદ. Retrieved ૨ ફેબ્રુઆરી ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  3. Sisir Kumar Das (૨૦૦૦). History of Indian Literature. Sahitya Akademi. p. ૬૯૨. ISBN 978-81-7201-006-5. Check date values in: |year= (મદદ)
  4. The Indian P.E.N. ૪૦-૪૧. ૧૯૭૪. Check date values in: |year= (મદદ)
  5. The Indian Publisher and Bookseller. Sadanand G. Bhatkal. ૧૯૭૩. p. ૧૬૬. Check date values in: |year= (મદદ)
  6. Sisir Kumar Das (૧૯૯૧). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy. Sahitya Akademi. p. ૫૮૮. ISBN 978-81-7201-798-9. Check date values in: |year= (મદદ)
  7. Kirit Doodhat; Labhshankar Thaker (September–October 2000). "Labhshankar Thaker in Conversation with Kirit Dhoodhat, Ramesh Dave, Bipin Patel and Anil Vyas". Indian Literature. New Delhi: Sahitya Akademi. JSTOR 23343442.CS1 maint: Date format (link)  
  8. "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). ૨૧ મે ૨૦૧૪. pp. ૩૭–૭૨. Retrieved ૨૨ માર્ચ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓફેરફાર કરો