બદરુદ્દીન શેખ (૧૩ સપ્ટેમ્બર ૧૯૫૨ - ૨૬ એપ્રિલ ૨૦૨૦) એક ભારતીય રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા. તેઓ ૨૦૧૦થી ૨૦૨૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા હતા.

બદરુદ્દીન શેખ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા
પદ પર
૨૦૧૦ – ૨૦૨૦
અંગત વિગતો
જન્મ૧૩ સપ્ટેમ્બર ૧૯૫૨
મૃત્યુ૨૬ એપ્રિલ ૨૦૨૦
અમદાવાદ, ગુજરાત, ભારત
અંતિમ સ્થાનગંજશહીદ કબ્રસ્તાન, દાણીલીમડા, અમદાવાદ
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીફરીદા ખાતુન

પ્રારંભિક જીવન ફેરફાર કરો

શેખ અમદાવાદની ભક્ત વલ્લભ ધોળા કૉલેજમાંથી સ્નાતક થયા અને એચ. કે. આર્ટ્સ કૉલેજ[૧] માંથી અનુસ્નાતક થયા હતા. તેઓએ એલ. એ. શાહ લો કૉલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો.[સંદર્ભ આપો] રાજકારણમાં જોડાયા તે પહેલા તેઓ વકીલ હતા.[૧]

રાજકીય કારકિર્દી ફેરફાર કરો

શેખે તેમની રાજકીય કારકિર્દી ૧૯૭૯માં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે શરૂ કરી હતી. તેમણે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (૧૯૮૪-૧૯૮૬)ના જનરલ સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી (૧૯૮૫-૧૯૯૦) તરીકે સેવા આપી હતી. બાદમાં તેઓ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હતા (૧૯૯૦-૧૯૯૩). તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લઘુમતી સેલના અધ્યક્ષ (૧૯૯૨–૧૯૯૫) અને પક્ષના લઘુમતી સેલ (૨૦૨૦)ના ઉપાધ્યક્ષ હતા.[૨][૩][૪] ભારતના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તેમને ખ્વાજા સાહેબ દરગાહ સમિતિ, અજમેર શરીફ દરગાહના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૩]

તેઓ ૧૯૯૫માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ બહેરામપુરા વોર્ડમાંથી ચાર ટર્મ (૧૯૯૫-૨૦૦૦, ૨૦૦૦-૨૦૦૫, ૨૦૧૦-૨૦૧૫, ૨૦૧૫-૨૦૨૦) સેવા આપી હતી.[૫][૨][૬] આ સમયગાળા દરમિયાન, તેઓ સ્થાયી સમિતિના અધ્યક્ષ (૨૦૦૦-૨૦૦૩) તેમજ સ્થાયી સમિતિ, નગર આયોજન સમિતિ, કાનૂની સમિતિ અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના સભ્ય હતા.[૨][૭][૬] તેમણે પક્ષના પ્રવક્તા તરીકે પણ સેવા આપી હતી.[૬][૮] તેઓ 2010 થી 2020 માં તેમના મૃત્યુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા હતા [૩][૯]

કોવિડ-૧૯ મહામારી દરમિયાન ૨૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ તેમનું કોવિડ-૧૯થી અવસાન થયું હતું.[૨] બે દિવસ પછી અમદાવાદના દાણીલીમડામાં ગંજશહીદ કબ્રસ્તાન ખાતે તેમને દફનાવવામાં આવ્યા હતા. તેમની પત્ની ફરીદા ખાતુનને પણ કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હતો. [૫][૧૦]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું SVPમાં કોરોનાથી નિધન". vyaapaarsamachar. મેળવેલ 2020-05-13.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Patel, Lakshmi (2020-04-27). "Covid-19 claims life of Badruddin Shaikh". Ahmedabad Mirror. મૂળ સંગ્રહિત માંથી 27 April 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-13.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Gujarat: Senior Congress leader Badruddin Shaikh dies of coronavirus". Times Now News (અંગ્રેજીમાં). 2020-04-27. મૂળ સંગ્રહિત માંથી 2 May 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-13.
  4. "અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમા વાઇસ ચેરમેન તરીકે બદરુદ્દીન શેખની નિમણુંક". Western Times News. 2020-03-13. મૂળ સંગ્રહિત માંથી 13 May 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-13.
  5. ૫.૦ ૫.૧ "Cong corporator laid to rest in Ahmedabad". The Indian Express (અંગ્રેજીમાં). 2020-04-28. મેળવેલ 2020-05-13.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ "AMC corporator Badruddin Shaikh resigns as GPCC spokesperson". The Indian Express (અંગ્રેજીમાં). 2019-10-06. મેળવેલ 2020-05-13.
  7. "Bypolls: Dissent in Gujarat Congress". DNA India (અંગ્રેજીમાં). 2019-10-06. મેળવેલ 2020-05-13.
  8. "Gujarat Congress leader Badruddin Shaikh resigns from all party posts". Zee News (અંગ્રેજીમાં). 2019-10-05. મેળવેલ 2020-05-13.
  9. "Asit Vora unanimously elected new city mayor - Indian Express". Indian Express. 2010-11-01. મેળવેલ 2020-05-13.
  10. "Senior Congress leader Badruddin Shaikh given a silent send off". The Times of India. 2020-04-28. મેળવેલ 2020-05-13.