બાતુ ગુફાઓ (મલેશિયા)
બાતુ ગુફાઓ મલેશિયા દેશના ગોમ્બેક જિલ્લામાં આવેલ એક ધાર્મિક સ્થળ છે. અહીં ચૂનાના પથ્થરોની ટેકરીઓ આવેલી છે, જેમાં કોતરકામ કરી ગુફાઓ બનાવવામાં આવી છે. આ સ્થળ પહાડીઓમાં મલેશિયાની રાજધાનીના શહેર કુઆલાલમ્પુર થી ૧૩ કિલોમીટર (૮ માઈલ) દૂર આવેલ છે. અહીંની પહાડીઓમાંથી વહેતી બાતુ નદી પરથી આ સ્થળનું નામ પડ્યું છે. આ ગુફા મંદિરો ભારત દેશની બહાર આવેલાં હિંદુ ધર્મનાં પવિત્ર સ્થળો પૈકીનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે, વિશેષ રુપે દક્ષિણ ભારતીય તમિલ લોકો માટે તેનું મહત્વ વધુ છે. આ ગુફાઓમાં મુખ્ય મંદિર શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયને સમર્પિત છે, જે અહીં મુરુગન સ્વામી તરીકે ઓળખાય છે. આ સ્થળ મલેશિયામાં વસવાટ કરતા હિંદુ ધર્મના લોકો દ્વારા મનાવવામાં આવતા થાઈપુસમ તહેવારનું મુખ્ય કેંદ્ર છે[૧][૨].
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "BATU CAVES, SELANGOR". tourism.gov.my. મલેશિયાઈ સરકાર. મૂળ માંથી 2012-06-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૨.
- ↑ કૃષ્ણામૂર્તિ, એમ. (૨૩ નવેમ્બર ૨૦૦૬). "Batu Caves now on world map for Hindu pilgrims". ધ સ્ટાર ઓનલાઈન. મૂળ માંથી 2012-10-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૨.
વિકિમીડિયા કૉમન્સ પર category:Batu Caves વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- "Batu Caves now on world map for Hindu pilgrims" સંગ્રહિત ૨૦૧૨-૧૦-૨૮ ના રોજ વેબેક મશિન. The Star (Kuala Lumpur). 23 November 2006.
- Batu Caves Famous Murugan Temple outside India, Hindu Devotional Blog.
- Murugan.org - Batu Caves
- Batu Caves Thaipusam Official Page
- Thaipusam at Batu Caves, Malaysia
- Cave fauna સંગ્રહિત ૨૦૧૫-૦૮-૧૨ ના રોજ વેબેક મશિન
- Rock Climbing in Batu Caves
- Thaipusam at Penang, Malaysia[હંમેશ માટે મૃત કડી]