બીના દાસ (૧૯૧૧ - ૧૯૮૬) એ પશ્ચિમ બંગાળના ભારતીય ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી હતા. તેઓ સ્વતંત્રતાની લડત લડતી સંસ્થા જુગાંતર (યુગાંતર)ના સભ્ય હતા. કોલકતા વિશ્વવિદ્યાલયના કુલપતિ સ્ટેનલી જેક્સનની હત્યા કરવાનો તેમને પ્રયત્ન કર્યો હતો.

બીના દાસ
જન્મની વિગત૨૪ ઑગસ્ટ ૧૯૧૧
ક્ર્ષ્ણાનગર, નાદિયા, બંગાળ પ્રાંત, બ્રિટિશ ભારત.
મૃત્યુની વિગત૨૬ ડીસેમ્બર ૧૯૮૬
ઋષિકેશ, ઉત્તર પ્રદેશ, ભારત
જન્મ સમયનું નામবীণা দাস
વતનભારત
રાજકીય પક્ષજુગાંતર (યુગાંતર) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીજતિશચંદ્ર ભૌમિક
માતા-પિતાબેની માધબદાસ અને સરલા દેવી
સગાંસંબંધીકલ્યાણી દાસ (ભટ્ટાચાર્ય) - બહેન
પુરસ્કારોપદ્મશ્રી

તેઓ જાણીતા બ્રહ્મ શિક્ષક, બેની માધબદાસ અને સામાજિક કાર્યકર સરલા દેવીની પુત્રી હતી. તેમની મોટી બહેન કલ્યાણી દાસ (ભટ્ટાચાર્ય) પણ સ્વાતંત્ર્ય સેનાની હતી.

શાળા અને કોલેજ

ફેરફાર કરો

શરતચંદ્ર ચટોપ્પધ્યાયે ૧૯૨૬માં પાથેર દાબી નામની એક નવલકથા લખી હતી. આ નવલકથા અંગ્રેજ સરકારે બંદી મૂકી તે પહેલાં તે મેળાવી અને વાંચી. આ નવલકથાએ તેમનામાં રાષ્ટ્રવાદના અંકુર મુક્યાં.[] તેઓ સેન્ટ જ્હોન્સ ડાયોસેસન ગર્લ્સ હાયર સેકન્ડારી સ્કુલની વિદ્યાર્થીની હતા. તે બેથુન કૉલેજની વિદ્યાર્થીની હતી.

ભારતની આઝાદીની લડતમાં ભાગ

ફેરફાર કરો

બીના દાસ કોલકાતામાં મહિલાઓ માટેની અર્ધ-ક્રાંતિકારી સંસ્થા છત્રી સંગઠના સભ્ય હતા. ૬ ફેબ્રુઆરી ૧૯૩૨ ના દિવસે, તેણે કલકત્તા વિશ્વવિદ્યાલયના કન્વોકેશન હોલમાં બંગાળના રાજ્યપાલ સ્ટેનલી જેક્સનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે માટે રિવોલ્વરની આપૂર્તિ અન્ય સ્વાતંત્ર્ય સેનાની કમલા દાસ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી.[] તેણીએ પાંચ ગોળી ચલાવી પણ નિષ્ફળ ગઈ [] અને તેને નવ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી.[] []

ઈ. સ. ૧૯૩૯ માં તેમને કારાગૃહમાંથી જલદી મુક્તિ મળ્યા પછી, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. ઈ.સ. ૧૯૪૨ માં, તેણે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો અને ૧૯૪૨-૪૫ દરમિયાન ફરી જેલમાં ગયા હતા. ૧૯૪૬-૪૭ સુધી, તે બંગાળ પ્રાંતીય વિધાનસભાના સભ્ય હતા અને ૧૯૪૭-૫૧ સુધી પશ્ચિમ બંગાળ વિધાનસભા ના સભ્ય હતા. ૧૯૪૭ માં, તેમણે જુગાંતર નામના ભારતીય સ્વતંત્રતા ચળવળ જૂથના એક કાર્યકર જતિશચંદ્ર ભૌમિક સાથે લગ્ન કર્યા.[]

તેની બહેન, કલ્યાણી ભટ્ટાચારજીએ બંગાળ સ્પીક્સ (૧૯૪૪ માં પ્રકાશિત) નામના પુસ્તકનું સંપાદન કર્યું અને તે તેને સમર્પિત કર્યું.[]

તે સુહાસિની ગાંગુલીની નામના એક સ્વાતંત્ર્ય સેનાનીમિત્ર હતી.[]

પુરસ્કાર

ફેરફાર કરો

તેમને ૧૯૬૦ માં તેમની સમાજ સેવા માટે પદ્મશ્રી એવોર્ડ અપાયો હતો.[]

પ્રમાણપત્ર

ફેરફાર કરો

૨૦૧૨ માં, તેમને (અને પ્રીતિલતા વાડ્ડૅદારને) મરણોત્તર તેમના યોગ્યતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.[૧૦]

તેમના પતિના અવસાન પછી તેણે ઋષિકેશમાં એકલ જીવન જીવતા હતા અને અવસાન ગુમનામીમાં થયું હતું. તેમનું મૃત શરીર ૨૬ ડિસેમ્બર ૧૯૮૬ માં આંશિક વિઘટીત અવસ્થામાં રસ્તાની બાજુથી મળી આવ્યું હતું. જે પસાર થતા લોકોને મળી આવ્યું હતું. પોલીસને જાણ કરવામાં આવી અને તેમની તેની ઓળખ નક્કી કરવામાં પોલીસને એક મહિનો લાગ્યો હતો. []

બિના દાસે બંગાળી ભાષામાં બે આત્મકથા લખી: શ્રીખલ ઝાંકર અને પિતૃધન.[]

  1. Jan 26, Priyanka Dasgupta | TNN | Updated:; 2019; Ist, 1:00. "Who is Bina Das? | Kolkata News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-25.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. Kumar, Radha (1997). The History of Doing: An Illustrated Account of Movements for Women's Rights and Feminism in India 1800-1990 (અંગ્રેજીમાં). Zubaan. ISBN 9788185107769.
  3. Five shots fired at governor Glasgow Herald, 8 February 1932, p. 11
  4. Girl, would-be assassin, gets nine years in India at Reading Eagle, 15 February 1932
  5. "Bina Das, Forgotten female freedom fighters". dnaindia.com. April 15, 2017. મેળવેલ June 30, 2017.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ Sengupta, Subodh Chandra and Anjali Basu (ed.) (1988) Sansad Bangali Charitabhidhan (in Bengali), Kolkata: Sahitya Sansad, p.663
  7. Sengupta, Subodh; Basu, Anjali (2016). Sansad Bangali Charitavidhan (Bengali). 1. Kolkata: Sahitya Sansad. ISBN 978-81-7955-135-6.
  8. Chatterjee, India. "The Bengali Bhadramahila —Forms of Organisation in the Early Twentieth Century" (PDF). Manushi: 33–34. મૂળ (PDF) માંથી 2017-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-25.
  9. "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 May 2014. મૂળ (PDF) માંથી 15 November 2016 પર સંગ્રહિત. મેળવેલ 22 March 2016.
  10. "After 80 yrs, posthumous degrees for revolutionaries - Times of India". The Times of India. મેળવેલ 2017-12-21.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો