બોરસદ વાવ

બોરસદ, ગુજરાત, ભારતમાં આવેલી એક વાવ

બોરસદ વાવ ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ નગરમાં આવેલી પ્રાચીન વાવ છે. તે ઇ.સ. ૧૪૯૭માં વાસુ સોમા અને તેના કુટુંબ દ્વારા બનાવવામાં આવી હતી. તે સાત માળ અને ૧૩ કમાનો ધરાવે છે. પગથિયાઓ ઉતરીને તેના પાણી સુધી પહોંચી શકાય છે.[૧] આ વાવ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-69) છે અને ભારતના પુરાતત્વીય વિભાગ વડે સંરક્ષિત છે.

બોરસદ વાવ
અંદરનું દ્રશ્ય

શિલાલેખ ફેરફાર કરો

વાવમાં સંસ્કૃતમાં એક શિલાલેખ છે. જે શ્રાવણ વદ તેરસ સંવત ૧૫૫૩ની તારીખ દર્શાવે છે.[૧]

उर्मृ संवत् १५५३ वर्षे श्रावणवदि १३ रवौ अद्येहश्रीस्तंभतीर्थवास्तव्य । ललाटज्ञातीय वसा ।
सोमा सुत वसा षेता सुत
वसा परबत सुत वीरपाल ।। वसा सोमा सुत वसा हधरमसी सुत वसा नरस्यंग सुत वसा श्रीरंग स्त्रावि
रुपा श्रीपाल ।। वसा सोमा सुत वसा माणिक सुत वसाह वकि सुतवसा सगर सुतसाइ ॥ सुतार वर
दे । ग. नरबद ।

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,

22°24′40″N 72°54′02″E / 22.4111°N 72.9005°E / 22.4111; 72.9005