એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (શ્રી શ્રીમદ્ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, બંગાળી: অভয়চরণারবিন্দ ভক্তিবেদান্ত স্বামীপ্রভুপাদ) (૧ સપ્ટેમ્બર ૧૮૯૬-૧૪ નવેમ્બર ૧૯૭૭),જેઓનો જન્મ પશ્ચિમ બંગાળ રાજ્યનાં કોલકાતા (કલકત્તા) શહેરમાં થયો હતો. તેમનું જન્મ સમયનું નામ અભય ચરણ ડે હતું. અંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઇસ્કોન-International Society for Krishna Conciousness), કે જે સામાન્ય રીતે 'હરે કૃષ્ણ' તરીકે પ્રચલિત છે તેના સંસ્થાપક હતાં. પ્રભુપાદે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ઇ.સ્. ૧૯૬૬માં કરી.
એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ | |
---|---|
જન્મ | ૧ સપ્ટેમ્બર ૧૮૯૬ |
મૃત્યુ | ૧૪ નવેમ્બર ૧૯૭૭ |
વેબસાઇટ | https://www.prabhupada.net |
હરે કૃષ્ણ ભક્તો ગૌડીય વૈષ્ણવ પરંપરામાં આવે છે. વિષ્ણુ (કૃષ્ણ)ને ભજે તે વૈષ્ણવ અને ગૌડ, તે પશ્ચિમ બંગાળમાં આવેલો પ્રદેશ છે, વૈષ્ણવ ધર્મની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. ગૌડીય વૈષ્ણવ પરંપરા ભારતમાં ખાસ કરીને બંગાળ અને ઓરિસ્સામાં છેલ્લ પાંચસો વર્ષોથી અતુટ રીતે ચાલી આવી છે, શ્રીલ પ્રભુપાદે આ વૈષ્ણવ પરંપરાનાં સિદ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો. તેમણે ભગવદ્ ગીતા (ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે), શ્રીમદ્ ભાગવતમ્, ચૈતન્ય ચરિતામૃત તથા અન્ય અનેક પુસ્તકોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે. આ અનુવાદો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
પ્રભુપાદે ઇ.સ. ૧૯૬૬માં ન્યૂ યોર્કમાં ઇસ્કોન સંસ્થાની નોંધણી કરાવી હતી.
આ પણ જુઓ
ફેરફાર કરોઆ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |