ભાલકા તીર્થ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રભાસ ક્ષેત્રમાં વેરાવળ શહેર ખાતે આવેલ છે.

ભાલકા તીર્થ
ભાલકા તીર્થ
ભાલકા તીર્થ
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોગીર સોમનાથ
દેવી-દેવતાકૃષ્ણ
સંચાલન સમિતિશ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત
સ્થાન
સ્થાનવેરાવળ
રાજ્યગુજરાત
દેશ ભારત
ભાલકા તીર્થ is located in ગુજરાત
ભાલકા તીર્થ
ગુજરાતમાં સ્થાન (around 3)
અક્ષાંશ-રેખાંશ20°53′16.9″N 70°24′5.0″E / 20.888028°N 70.401389°E / 20.888028; 70.401389
વેબસાઈટ
somnath.org
 
કૃષ્ણ તરફ તીર તાકીને ઉભેલો શિકારી

સોમનાથ મંદિરથી ૪ કિલોમીટર દૂર સ્થિત આ તીર્થ વિશે માન્યતા છે કે અહીં વિશ્રામ કરતી વેળાએ ભગવાન શ્રીકૃષ્ણને જરુ નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું.[][]

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સ્થાનને એક ભવ્ય યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.

સોમનાથ, વેરાવળ અને ભાલકા વગેરે સ્થળો સુધી પહોંચવું એકદમ સરળ છે, કારણ કે આ વિસ્તાર સડક માર્ગ, રેલ માર્ગ અને હવાઈ માર્ગ દ્વારા રાષ્ટ્રીય ધોરણે સારી રીતે જોડાયેલ છે. નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ અને નજીકનાં હવાઈમથકો દીવ અને રાજકોટ છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Bhalka Tirth". Somnath Trust. મૂળ માંથી 2015-03-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૫.
  2. "Gujarat Tourism". Gujarat Tourism. મૂળ માંથી 2015-03-27 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૫.
  3. "Addl trains chief demand at rly meet". Times of India. જાન્યુઆરી ૨૯, ૨૦૧૫. મેળવેલ ૭ એપ્રિલ ૨૦૧૫.