મકરંદ મહેતા

ભારતીય ઇતિહાસકાર

મકરંદ મહેતા (જન્મ ૨૫ મે ૧૯૩૧) એ ગુજરાત, ભારતના એક સામાજિક અને આર્થિક ઇતિહાસકાર છે.

મકરંદ મહેતા; જાન્યુઆરી ૨૦૨૦માં

જીવનચરિત્ર

ફેરફાર કરો

મકરંદ મહેતાનો જન્મ ૨૫ મે ૧૯૩૧ ના રોજ અમદાવાદમાં એક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.[]

તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પેન્સિલ્વેનીયા યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.[]

નિવૃત્તિ પહેલાં તેમણે ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઑફ સાયન્સિસમાં ઇતિહાસ વિભાગનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદ, ગુજરાત વિદ્યાસભા અને દર્શક ઇતિહાસ નિધિ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.[]

કારકિર્દી

ફેરફાર કરો

મહેતાએ અંગ્રેજી અને ગુજરાતીમાં ૨૦થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમણે સામાજિક અને આર્થિક ઇતિહાસ પર પણ ઘણાં શોધપત્રો પ્રકાશિત કર્યા છે.[]

તેમની મહત્ત્વની કૃતિઓ છે: []

  • અમદાવાદ કોટન ટેક્સટાઇલ ઉદ્યોગ : જિનેસિસ અને ગ્રોથ
  • અર્બનાઇઝેશન  : અ હિસ્ટોરીકલ પરસ્પેક્ટીવ
  • બિઝનેસ હાઉસીસ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા : અ સ્ટડી ઇન્ એન્ટરપ્રેન્યુરિયલ રેસ્પોન્સ ૧૮૫૦-૧૯૫૬ (સહ લેખક)
  • રીજીયોનલ રૂટ્સ ઑફ ઇન્ડિયન નેશનાલીઝમ
  • મરચન્ટ્સ એન્ડ પોર્ટસ
  • ઇન્ડિયન મરચન્ટ્સ એન્ડ એન્ટરપ્રેન્યુર્સ ઇન હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવ : વીથ સ્પેશ્યલ રેફરન્સ ટુ શ્રોફ્સ ઑફ ગુજરાત, (૧૭ ટુ ૧૯ સેન્ચ્યુરીઝ)
  • મરચન્ટ્સ એન્ડ પોર્ટ્સ ઓફ ગુજરાત
  • હિસ્ટરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ્ એન્ડ કસ્ટમ્સ ડ્યુટીઝ ઇન ગુજરાત
  • ગુજરાતનો રજવાડી વારસો (ગુજરાતી)
  • ગુજરાત અને દરિયો (ગુજરાતી)
  • કસ્તુરભાઇ લાલભાઇ (ગુજરાતી)
  • ગુજરાતના ઘડવૈયા: સ્વવિકાસની પ્રાયોગશાળા (ગુજરાતી)
  • ઇતિહાસ, સમાજ એ સાહિત્ય ગુજરાત (ગુજરાતી)
  • હિન્દુ વર્ણવાવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો (ગુજરાતી)

અંગત જીવન

ફેરફાર કરો

તેમણે ઈતિહાસકાર શિરીન મહેતા સાથે લગ્ન કરેલ છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. Shukla, Jaykumar R. (2013). Arvācīna Itihāsakāro ane Temanuṃ Itihāsalekhana અર્વાચીન ઇતિહાસકારો અને તેમનુ ઇતિહાસલેખન. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ 151–155. ISBN 9788184809558.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Historian Makrand Mehta felicitated". The Times of India. 2011-07-05. મેળવેલ 2019-10-18.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો