મકરપુરાવડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં આવેલુ એક ગામ - નગર છે. મકરપુરા આમ તો વડોદરા કોર્પોરેશનની છેક દક્ષિણ હદમાં આવેલું છે. પરંતુ જેમ-જેમ વડોદરા અને તેની આસપાસનાં વિસ્તારો વિકાસ પામતાં ગયા તેમ તેમ મકરપુરાં ધીરે ધીરે વચ્ચે ખસતું ગયું. જોકે ગુજરાતમાં વડોદરાએ ઘણો પણ બીજાં મોટાં શહેરોની સરખામણીએ ઓછો વિકાસ કર્યો છે, તેમ જ મકરપુરા એ પણ પ્રમાણમાં ઓછો વિકાસ કર્યો છે.

મકરપુરા પહેલાં એક અલ્પવિકસિત વિસ્તાર મનાતો. પરંતુ, હવે એવું રહ્યું નથી. મકરપુરામાં હવે મોટા ભાગે ૨૪ કલાક વીજળીની સુવિધા, પાણીની સુવિધા, મોટા ભાગનાં ઘરે ટી.વી. ની સુવિધા, ઠેરઠેર મોબાઇલ નેટવર્ક, કેટલાય ઘરે કમ્પુટર તથા ઇન્ટરનેટ ની સુવિધા ઉપલબ્ધ છે. શાળાઓમાં પણ અત્યાધુનિક સુવિધાઓ અને સેટેલાઇટથી શિક્ષણ આપવામાં આવે છે.

મકરપુરાનું જૂનું નામ "હાલડિયાં - દોલડિયાં" હતું .હાલ નાં મકરપુરાનાં દક્ષિણ વિસ્તારમાં તે જૂનું મકરપુરા વસ્તું હતું. ત્યારબાદ વડોદરાનાં રાજવી દ્વારા પૂરનાં કારણે તેને હાલની જગ્યાએ ખસેડવામાં આવેલ. આ ગામ મફતમાં પ્રાપ્ત થયાં ના કારણે પહેલાં "મફતપુરા" અને ત્યારબાદ શબ્દનો અપભ્રંશ થતા "મકરપુરા" નામ અસ્તિત્વમાં આવેલ હોવાની શક્યતાઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે , વડોદરાની હદમાં હોવાથી વડોદરાનાં રાજવીનું જ મકરપુરામાં શાસન રહેતું. મહારાજા સયાજીરાવ ગાયેકવાડે વડોદરાની જેમ જ મકરપુરાનો પણ ઘણો વિકાસ કરેલ, જેમાં "રાણી ચિમનાબાઇ મહેલ" અને "સેનાપતીના મહેલ" મુખ્ય છે.

નાગરિક-ઇતિહાસ

ફેરફાર કરો

(નોંધ: આ ફકરા (નાગરિક-ઇતિહાસ) પુરતું મકરપુરાં ને મકરપુરાનું મુખ્ય ગામ સમજવું)

વડોદરામાં આવેલ મકરપુરા એ વડોદરાનો અવિભાજ્ય અંગ છે. તેથી વડોદરાનાં ઇતિહાસ સાથે મકરપુરા નો ઇતિહાસ ગાઢ રીતે જોડાયેલ છે.

મકરપુરાનાં રાજપુતો, પટેલ, અમીનો તથા ઓડોની સામુહિક વસ્તી ઘણી હોવાં છતાં મકરપુરાં ગામમાં કોઇ જાતિનાં લોકોને મુખ્ય ગણાવી શકાય નહી, કેમ કે મકરપુરામાં ઘણી બધી જાતિનાં તથા ધર્મનાં લોકો વસે છે, તદુપરાંત અન્ય રાજ્યોમાં થી આવેલા લોકોની પણ ઘણી એવી વસ્તી છે. મકરપુરામાં કોઇ એક જાતિના લોકોની બહુમતી નથી, પરતું શહેરી વિસ્તારની હદમાં હોવાથી વિવિધતાથી ભરપુર આ નગર છે. જોકે ધર્મની વાત કરવામાં આવે તો હિન્દુઓની વસ્તી ૮૫% - ૯૦% કે તેથી વધુ હોવાનું અનુમાન છે. જૈન તથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા પણ ઘણા લોકો છે.

ઓડો નું આગમન

ફેરફાર કરો

અહિં ઓડ જાતિનાં ઘણા લોકો પશિચ્મ ભાગમાં રહે છે. પ્રાત્પ માહિતી મુજબ મકરપુરાના ઓડો પાદરા નજીક આવેલાં દરાપુરા ગામનાં વતની છે. ત્યાંથી પછી તેઓને અહીંયા આવેલ એક ઓડ નાગરિક દ્વારા બોલાવવામાં આવતા તેઓ અહીં જ રહી ગયા હતાં.

ઉધોગ તથા જી.આઇ.ડી.સી.

ફેરફાર કરો

મકરપુરાનાં આશરે ૩.૧૨૧ કિમી સ્કેવર (3120627.332 m² તથા 771.124 Acres ) વિસ્તારમાં ફેલાયેલ મકરપુરા જી.આઇ.ડી.સી. એ મકરપુરા ને પ્રસિધ્ધિ અપાવી છે.મકરપુરા નાં મોટા ભાગનાં લોકોને જી.આઇ.ડી.સી. રોજગાર પુરો પાડે છે. જી.આઇ.ડી.સી. મકરપુરાનો મોટો વિસ્તાર રોકે છે. જી.આઇ.ડી.સી. ના કારણે બધા જ પ્રકારનાં ઉત્પાદનો મકરપુરાં મા સસ્તા તથા પુરતાં પ્રમાણમાં ઉપ્લબધ થાય છે.મકરપુરાંમાં જમીનાં ભાવ "રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ - નેશનલ હાઇ-વે નં. ૮ " તથા કોર્પોરેશન હદ નાં કારણે ઘણાં ઉંચકાયા છે. એબીબી , કોનમેટ , એરડા (ઇરડા - ERDA - Elecrtice Reseach & Devlopment Association ) , ફેગ (એફએજી) , પેનાસોનીક જેવી મલ્ટીનેશનલ કંપનીઓનાં કારણે મકરપુરાં નું ઘણું મહત્વ છે. આ કંપનીઓએ મકરપુરા ને ઉંચું જીવનધોરણ પણ બક્ષ્યું છે.નોંધનીય છે કે મકરપુરામાં "ભારતીય વાયુસેના"ની શાખા કાર્યરત છે.

ગુજરાત હવે ઓટો-મોબાઇલ હબ તરીકે ઉભરી રહ્યું છે તેમ મકરપુરા વડોદરાં નાં "ઓટો-મોબાઇલ'સ શો રૂમ" નાં હબ તરીકે વિકાસ કરી રહ્યું છે. આ નાનકડા વિસ્તારમાં ઘણા શો-રૂમો બન્યાં છે. જેમ કે,

  • મારૂતિ સુઝુકી
  • ટોયોટા
  • હીરો મોટો-કોર્પ
  • એસ્સાર
  • રેનોલ્ટ

ભૂપૃષ્ટ

ફેરફાર કરો

મકરપુરા (સમગ્ર) ની સીમાઓ ઉત્તરમાં માંજલપુર , પુર્વ તથા પુર્વોત્તરમાં તરસાલી , દક્ષિણમાં માણેજા દક્ષિણ, દક્ષિણ-પુર્વ તથા દક્ષિણ - પશિચ્મનાં થોડા ભાગમાં જામ્બુવા સાથે જોડયેલી છે.પશિચ્મમાં આ સિમાઓ વડસર,કલાલી તથા તલસટ સાથે જોડયેલી છે. મકરપુરા નું ક્ષેત્રફળ આશરે ૧૩.૬૦૬ કિમી સ્કેવર (13606102.170 m² તથા 3362.141 Acres ) છે. મુખ્ય મકરપુરા ગામનું ક્ષેત્રફળ આશરે ૧.૧૮૫ કિમી સ્કેવર (1184943.967 મા² તથા 292.806 એકર) છે. ઉપમુખ્ય મકરપુરા ગામ (મુખ્ય મકરપુરા સાથે)નું ક્ષેત્રફળ આશરે ૨.૭૦૬ કિમી સ્કેવર ( ૨.૫૦૦ થી ૩.૦૦૦ કિમી સ્કેવર) (2705658.385 m² તથા 668.583 Acres ) છે. નોંધનીય છે કે , મકરપુરા જી.આઇ.ડી.સી. આશરે ૩.૧૨૧ ચો. કિમી. (3120627.332 મા² તથા 771.124 એકર )માં ફેલાયેલ છે.

મકરપુરામાં એક મોટું તળાવ પણ આવેલું છે.

લોકજીવન તથા ધાર્મિક સ્થાનો

ફેરફાર કરો

મુખ્ય મકરપુરા ગામમાં પશ્ચિમમાં શ્રી જીજીમાતાજીનું મંદિર આવેલું છે. તેની નજીક આવેલાં તળાવ થી મકરપુરાનો એક ભાગ શરૂ થાય છે.ત્યાંથી શરૂ કરીએ તો બાજુમાં જ ઘરોની એક હાર છે ત્યાંથી પુર્વમાં ૧ નગર આવેલું છે.ત્યારબાદ "બેંક ઓફ બરોડા" ની મકરપુરા ગામની બ્રાંચ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની ડો.હોમી ભાભા પ્રાથમિક શાળા અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિધાલય આવેલી છે. બાજુમાં જ મકરપુરાનો બાગ આવેલ છે. અંદર શ્રી વેરાઈ માતાજી નું મંદિર આવેલું છે. ત્યાં જ તલાટી ની ઓફિસ અને પ્રાથમીક સારવારનું દવાખાનું આવેલ છે. ગામમાં ઉત્તર તરફ જતાં ઉપમુખ્ય બજાર શરૂ થાય છે. અહિંયા જીવન-જરૂરિયાતની વસ્તુઓ તથા અન્ય સામગ્રીઓ ઉપ્લબ્ધ થાય છે. અંદર જઈ પશ્ચિમ તરફ જતાં "ઉંડું ફળિયું આવે છે જેમાં મુખ્ય્ત્વે રાજપુત લોકોની વસ્તી છે , આ વિસ્તારનો એક છેડો તળાવ બાજું ખુલે છે. ફરિથી ઉપ્-બજારમાં આવી આગળ જતાં "રામનાથ મહાદેવ"નું મંદિર આવે છે.આગળ મુખ્ય બજારમાં સાંજે શાકભાજીની દુકાનો લાગે છે.

સમગ્ર મકરપુરાનાં અમુક-મુખ્ય સોસાયટી, નગરો વગેરે ની યાદી નીચે મુજબ છે.

  • ઊંડું ફ્ળીયું
  • સર્વન્સ ક્વાર્ટર
  • અમિન ખડકી
  • પટેલ ખડકી
  • વ્લલભ કોલોની
  • વાળંદ ફળિયું
  • મરાઠા કોલોની
  • જયરામ નગર
  • હિંમત નગર
  • રાઇબા નગર
  • પાર્વતી નગર
  • ઇન્દ્ર નગર
  • ભક્તિ નગર
  • મનહર પાર્ક
  • બકેરી સ્વરા
  • સાનિધ્ય ટાઉનશિપ
  • આત્મિય સોસાયટી
  • પાયલ પાર્ક
  • નારાયણ નગર
  • સરસ્વતી ટાઉનશિપ
  • ઘનશ્યામ નગર
  • નિલકંઠ સોસાયટી
  • નારાયણ પાર્ક
  • મંગલમુર્તિ એપાર્ટમેન્ટ
  • તુળજાનગર ૧
  • તુળજાનગર ૨
  • ગિરધર પાર્ક
  • સુર્ય નગર
  • કુંભાર ફળિયું

મકરપુરામાં નાના-મોટાં ઘણાં હિંદુ ધાર્મિક વિસ્તારો આવેલાં છે. તેમાંથી અમુક યાદી નીચે મુજબ છે:

  • શ્રી જીજીમાતાજી નું મંદિર (ને.હાઇ-વે ન. ૮)
  • શ્રી અંબેમાતાજી નું મંદિર (સર્વન્સ કવાર્ટર ની સામે )
  • શ્રી ભાથીજી મહારાજ નું મંદિર (ઊંડું ફ્ળીયું)
  • શ્રી વેરાઇ માતાજીનું મંદિર (મકરપુરા બાગમાં)
  • શ્રી રામનાથ મહાદેવનું મંદિર (જલારામ સમોસા ની પાસે)
  • શ્રી ઠાકોરજી મંદિર (મુખ્ય બજારનાં રસ્તામાં)
  • શ્રી સ્વામિનારાયણ મંદિર (શ્રી ઠાકોરજી મંદિરની બાજુમાં)
  • શ્રી રામદેવપીરજીનું મંદિર (ગામની પશ્ચિમમાં )
  • શ્રી ભિડભંજન હનુમાનજીનું મંદિર (ને.હાઇ-વે ન. ૮)
  • શ્રી સાંઇબાબા મંદિર (શ્રી ભિડભંજન હનુમાનજીનાં મંદિરની બાજુમાં)
  • શ્રી મહાકાળીમાતાનું મંદિર (કુંભાર ફળિયું)

વાતાવરણ

ફેરફાર કરો

મકરપુરામાં મુખ્યત્વે તાપમાન તથા વરસાદ વડોદરા શહેરની માફક જ રહે છે.જોકે પ્રદૂષણ જી.આઇ.ડી.સી નાં કારણે જી.આઇ.ડી.સી ની આસપાસ નાં વિસ્તારો માં વધુ અનુભવાય છે. પરંતુ, વૃક્ષોનાં કારણે ઠંડક અને શુધ્ધતા અનુભવાય છે.

શાસન વ્યવસ્થા

ફેરફાર કરો

મકરપુરા વડોદરા કોર્પોરેશન ની હદમાં આવતું હોવાથી તેનો વહિવટ વડોદરા મહાનગર સેવા સદન કરે છે. થોડા સમય પહેલાં થયેલી સ્થાનિક ચૂંટણીઓમાં બધાં જ વોર્ડમાં આ એક જ વોર્ડ એવો છે જ્યાં કોંગ્રેસ ની આખેઆખી પેનલે જીત પ્રાપ્ત કરી હોય. જોકે આ વિસ્તાર કોઇ એક પક્ષનો ગઢ ગણાતો નથી.અહિંયા બંને પક્ષોનું લગભગ સમાન પ્રભુત્વ દેખાય છે(૩૫-૬૫%). અહિંના કોર્પોરેટર એ કોર્પોરેશનાં વિરોધ પક્ષનાં નેતા પણ છે.

મકરપુરામાં રોડ અને રેલની સુવિધાઓ ઉપલબ્ધ છે.

માર્ગ દ્વારા

ફેરફાર કરો

મકરપુરાં નાનું હોવાં છતાં વડોદરાનાં માર્ગોમાં અગત્યનો ભાગ ભજવે છે.

મકરપુરાંમાં થી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે તથા વડોદરાનો બાયપાસ માર્ગ અને જામ્બુવા ઓવરબ્રિજ પાસ થાય છે. જોકે, મકરપુરા નાં આંતરિક માર્ગોની સ્થિતિ સારી નથી. મકરપુરા વડોદરા કોર્પોરેશનનાં અંતિમ વિસ્તારોમાં થી એક હોવાના કારણે તે વડોદરા અને આસપાસનાં વિસ્તારો જેમ કે, પાદરા, અટલાદરા, વડસર, કલાલી, તરસાલી, માણેજા, જામ્બુવા, માંજલપુર વગેરે ને એકબીજા સાથે જોડે છે.

રેલ દ્વારા

ફેરફાર કરો

મકરપુરાની પાસે તેનું પોતાનું રેલ-સ્ટેશન છે. તેની તરત પછીનાં સ્ટેશનો વરણામા (સુરત બાજુ) અને વિશ્વામિત્રી (અમદાવાદ બાજુ) છે.

સંસ્કૃતિ

ફેરફાર કરો

બધાં હિંદુ તહેવારો અહિંયા હર્ષૉલ્લાસ સાથે ઊજવવામાં આવે છે , દિવાળી , નવરાત્રી , ઉત્તરાયણ અને ગણેશોત્સવ અહિંના મુખ્ય તહેવારો છે. નવરાત્રી ગ્રાઉંડ માં નવરાત્રિ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવે છે, તેની સામેના મેદાનમાં નવરાત્રિ દરમિયાન મેળાનું આયોજન થાય છે. ઉત્તરાયણ તો ૧-૨ મહિના પહેલાં જ ચાલુ થય જાય છે. દિવાળી અને ગણેશોત્સવ પણ ઉમંગ અને ઉત્સાહ થી ઉજવવામાં આવે છે.

મુખ્ય શાળાઓ ની યાદી નીચે મુજબ છે.

  • શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિધાલય (જુ.કે.જી. થી ધો. ૧૨ - પ્રાઇવેટ તથા અર્ધ સરકારી )
  • શ્રી શાંતિ નિકેતન વિધાલય
  • પી.એમ.યાદવ વિધાલય
  • ન્યુઇરા સ્કૂલ
  • ઓકસીલીયમ હાઇસકૂલ

સંદર્ભો

ફેરફાર કરો