મણિલાલ દ્વિવેદીની કૃતિઓની યાદી

ભારતીય લેખક મણિલાલ દ્વિવેદીની કૃતિઓની યાદી

મણિલાલ નભુભાઈ દ્વિવેદી (૨૬ સપ્ટેમ્બર ૧૮૫૮ – ૧ ઓક્ટોબર ૧૮૯૮) ગુજરાતી નિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક, સંશોધક, સંપાદક, આત્મચરિત્રકાર, તત્ત્વચિંતક અને સમાજ સુધારક હતા. તેમણે તેમના જીવનકાળ દરમિયાન કવિતાઓ, નાટકો, નિબંધો, પુસ્તક-સમીક્ષાઓ, સાહિત્યિક ટીકા, સંશોધન, સંપાદન, અનુવાદો, સંકલન તેમજ આત્મકથાનું સર્જન કર્યું હતું.[૧] મણિલાલની લેખન કારકિર્દીની શરૂઆત ૧૮૭૬માં ‘શિક્ષાશતક’ નામની કવિતાથી થઈ હતી અને ૧૮૯૮માં તેમના મૃત્યુ સુધી ચાલુ રહી હતી.[૨] મણિલાલના મૃત્યુ પછી તેમની મોટાભાગની રચનાઓનું સંપાદન અને પ્રકાશન ગુજરાતી લેખક અને વિવેચક ધીરુભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું.[૩]

મણિલાલ દ્વિવેદી (૧૮૫૮–૧૮૯૮)

મણિલાલનું મોટાભાગનું લેખન તેમના પોતાના માસિક પ્રિયંવદા અને સુદર્શનમાં પ્રગટ થયું હતું, જેને તેમણે ૧૮૮૫થી તેમના મૃત્યુ સુધી સંપાદિત કર્યું હતું. તેમણે અંગ્રેજી, સંસ્કૃત તેમજ હિન્દીમાંથી ગુજરાતીમાં અનેક કૃતિઓનો અનુવાદ કર્યો હતો. તેમણે વડોદરાની ગાયકવાડ ઓરિએન્ટલ શ્રેણી અંતર્ગત વિવિધ સંસ્કૃત અને પ્રાકૃત કૃતિઓના અંગ્રેજી અનુવાદ સાથે વિવેચનાત્મક આવૃત્તિઓ રજૂ કરી હતી.

સર્જન સૂચિ ફેરફાર કરો

મણિલાલ દ્વિવેદીની કૃતિઓની યાદી:[૪]

ગુજરાતી ફેરફાર કરો

મૌલિક ફેરફાર કરો

પ્રકાશનનું નામ પ્રકાશન વર્ષ નોંધ
શિક્ષાશતક ૧૮૭૬
પ્રેમજીવન ૧૮૮૭
આત્મનિમજ્જન ૧૮૯૫
કાન્તા (નાટક) ૧૮૮૨
નૃસિંહાવતાર ૧૯૫૫ રચના ૧૮૯૬
નારીપ્રતિષ્ઠા ૧૮૮૫
પ્રાણવિનિમય ૧૮૮૮
ગુજરાતના બ્રાહ્મણો ૧૮૯૩
બાલવિલાસ ૧૮૯૩
પરમાર્ગદર્શન ૧૮૯૩
સુદર્શન ગદ્યાવલિ ૧૯૦૯ મરણોત્તર પ્રકાશિત
(સં. હિંમતલાલ છો. પંડ્યા, પ્રાણશંકર ગો. જોશી)
સિદ્ધાન્તસાર ૧૮૮૯
પૂર્વદર્શન ૧૮૮૨ ઇતિહાસ
प्रसिद्धजैनपुस्तकमन्दिरस्थहस्तलिखितग्रन्थानां क्रमप्रदर्शकपत्रम् ૧૮૮૬ સંશોધન
મ.ન.દ્વિવેદીનું આત્મવૃત્તાંત (૧૮૯૫ સુધી) ૧૯૭૯ મરણોત્તર પ્રકાશિત,
ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદિત
કાવ્યમયૂખ
ગૌરીશંકર યુ. ઓઝાનું જીવનચરિત્ર - અપૂર્ણ

ભાષાંતર અને રૂપાંતર ફેરફાર કરો

પ્રકાશનનું નામ પ્રકાશન વર્ષ નોંધ
સંસ્કૃત
માલતી-માધવ ૧૮૮૦
ઉત્તર રામચરિત ૧૮૮૨
શ્રીમદ્‌ભગવદ્ ગીતા ૧૮૯૪
પંચશતી ૧૮૯૫
વિવાદતાંડવ ૧૯૦૧
ચતુઃસૂત્રી ૧૯૦૯
રામગીતા - અપ્રકાશિત
શિશુપાલવધ - (ટીકા સહિત) અપૂર્ણ
હનુમાન્ નાટક - અપૂર્ણ
મહાવીરચરિત - અપૂર્ણ
છંદાનુશાસન - અપૂર્ણ
સમરાદિત્યમચરિત - અપૂર્ણ
અલંકારચુડામણિ - અપૂર્ણ
જ્યોતિષ્‌કરંડ - અપૂર્ણ
વૃત્તરત્નાકરવૃત્તિ - અપૂર્ણ
રુદ્રશૃંગારતિલક - અપૂર્ણ
રસમંજરીટીકા - અપૂર્ણ
નૈષધીયટીકા - અપૂર્ણ
સ્વદ્‌સ્વાદ–રત્નાકરરાવ–તારિકા - અપૂર્ણ
અભિનંદકવ્ય (અથવા નાભિનંદન) - અપૂર્ણ
અંગ્રેજી
ચેસ્ટરટનનો પુત્ર પ્રતિ ઉપદેશ તથા સંક્ષિપ્ત સુવાક્ય ૧૮૯૦ ગોપાલદાસ હ. દેસાઈ સાથે
ચારિત્ર ૧૮૯૫
ચેતનશાસ્ત્ર ૧૮૯૬
વાક્‌પાટવ ૧૮૯૭
ગુલાબસિંહ ૧૮૯૭
શિક્ષણ અને સ્વશિક્ષણ ૧૮૯૭
ન્યાયશાસ્ત્ર-પરામર્શ ખંડ ૧૮૯૭
સ્વામી વિવેકાનંદની અમેરિકાની મુલાકાતો અપ્રકાશિત
હિન્દી
શ્રીવૃત્તિપ્રભાકર ૧૮૯૫

ભાષાંતર–સંપાદન ફેરફાર કરો

પ્રકાશનનું નામ પ્રકાશન વર્ષ
સંસ્કૃત
બુદ્ધિસાગર ૧૮૯૧
અનુભવપ્રદીપિકા ૧૮૯૧
સમાધિશતક ૧૮૯૧
ભોજપ્રબંધ ૧૮૯૨
તર્કભાષા ૧૮૯૨
શ્રુતિસારસમૃદ્ધરણ ૧૮૯૨
શ્રીદ્‌વ્યાશ્રમ મહાકાવ્ય ૧૮૯૩
ષડ્‌દર્શનસમુચ્ચય ૧૮૯૩
વસ્તુપાલચરિત્ર ૧૮૯૩
વિક્રમચરિત્ર ૧૮૯૪
સારસંગ્રહ - ૧ ૧૮૯૪
સારસંગ્રહ - ૨ ૧૮૯૪
ચતુર્વિંશતિપ્રબંધ ૧૮૯૫
યોગબિન્દુ ૧૮૯૯
કુમારપાલચરિત ૧૮૯૯
અનેકાન્તવાદપ્રવેશ ૧૮૯૯
જૂની ગુજરાતી
પંચોપાખ્યાન -

અંગ્રેજી ફેરફાર કરો

મૌલિક ફેરફાર કરો

પ્રકાશનનું નામ પ્રકાશન વર્ષ
સજેશન્સ ફોર ધ રિવિઝન ઓફ ગુજરાતી રીડીંગ સીરીઝ ૧૮૮૪
લેટર્સ ઓન વીડો રીમેરેજ ૧૮૮૭
મોનીઝમ ઓર અદ્વૈતીઝમ ? ૧૮૮૯
ધ પુરાન્સ ૧૮૯૧
એસે ઓન આઇડોલ-વર્શિપ, સંસ્કાર, એટ્સેટ્સરા. ૧૮૯૧
ધ અદ્વૈત ફિલોસોફી ઓફ શંકર ૧૮૯૧
જૈનિઝમ એન્ડ બ્રાહ્મનીઝમ ૧૮૯૧
હિન્દુઈઝમ ૧૮૯૩
ધ નેસેસીટી ઓફ સ્પીરીચ્યુઅલ કલ્ચર ૧૮૯૫
ધ ડૉક્ટરિન ઓફ માયા ૧૮૯૫

ભાષાંતર–સંપાદન ફેરફાર કરો

પ્રકાશનનું નામ પ્રકાશન વર્ષ નોંધ
રાજયોગ ૧૮૮૫
તર્ક-કૌમુદી ૧૮૮૬
યોગસુત્ર ૧૮૯૦
માંડુક્યોપનિષદ ૧૮૯૪
જીવન-મુક્તિવિવેક ૧૮૯૪
સમાધિશતક ૧૮૯૪
ધ ઈમીટેશન ઓફ શંકર ૧૮૯૫
સ્વાદ્‌વાદ મંજરી ૧૯૩૩ આનંદશંકર ધ્રુવ દ્વારા સંપાદિત.

સામયિક ફેરફાર કરો

૧૮૮૫માં મણિલાલે ભારતીય મહિલાઓની સમસ્યાઓની ચર્ચા કરવા માટે પ્રિયંવદા નામના સામયિકની સ્થાપના કરી હતી અને તેનું સંપાદન કર્યું હતું. ૧૮૯૦માં આ જ સામયિક વ્યાપક બન્યું અને તેનું નામ બદલીને સુદર્શન નામ આપવામાં આવ્યું.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. Thaker 1983, p. 13.
  2. ૨.૦ ૨.૧ Chavda, Vijay Singh (1980). "The 19th Century Social Reform in Gujarat: A Contemporary Evaluation". Proceedings of the Indian History Congress. 41: 733. JSTOR 44141900. 
  3. શાસ્ત્રી, વિજય; ગાંધી, ચન્દ્રકાન્ત 'સુહાસી'; દેસાઈ, અશ્વિન (1987). ગુજરાતનાં ભાષાસાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ (1st આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ 107–108. OCLC 22732429.
  4. Thaker 1983, pp. 87–90.

સ્રોત ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો