મણીનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના મુખ્યમથક અમદાવાદ શહેરનો એક વિસ્તાર છે. મણીનગર અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં આવેલું છે. ભૌગોલિક પરિસ્થતિ પ્રમાણે આ વિસ્તાર બે ભાગમાં વહેંચાયેલો જોવા મળે છે. મણીનગર રેલ્વે સ્ટેશનથી પુર્વમાં તેમ જ પશ્ચિમમાં એમ બે ભાગ રેલ્વે માર્ગને કારણે અલગ પડી જાય છે. આમ આ વિસ્તારના બે ભાગ ૧. મણીનગર-પૂર્વ અને ૨. મણીનગર-પશ્ચિમ પડે છે.

કાંકરિયા તળાવ મણીનગર વિસ્તારમાં આવેલું છે. જ્યાં તળાવની વચ્યોવચ બગીચો કે જે નગીનાવાડી તરીકે ઓળખાય છે. તળાવની ફરતે પાકો ઘાટ તેમ જ પાકી પાળો બનાવવામાં આવેલી છે. તળાવથી પૂર્વ દિશામાં ખાસ બાળકો માટેની બાલવાટિકા તરીકે ઓળખાતી જગ્યા આવેલી છે. અહીં બાળકો માટેનાં વિવિધ મનોરંજન જેવાં કે બકરાગાડી, હોડીઘર, અરીસાઘર, બાયસિકલ ટ્રેક, રેલગાડી વગેરે ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં જલવિહાર માટેની સગવડ પણ ઉપલબ્ધ છે. બાલવાટિકાની ઉત્તર દિશામાં પ્રાણી સંગ્રહાલય આવેલું છે.

શૈક્ષણિક સંસ્થાઓ

ફેરફાર કરો

ચિકિત્સાલયો

ફેરફાર કરો
  • એલ જી હોસ્પિટલ
  • સરદાર પટેલ હોસ્પિટલ
  • સિદ્ધી વિનાયક હોસ્પિટલ