મણીમંદિર ગુજરાતના મોરબી જિલ્લાના મોરબી શહેરમાં આવેલો મહેલ છે, જે Willingdon Secretariatના નામે પણ ઓળખાય છે. વાઘ મહેલ તરીકે પણ ઓળખાતું આ માળખું ૧૯૩૫માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવ્યું હતું. તેમાં ૧૩૦ ઓરડાઓ તથા વચ્ચે મંદિર આવેલ છે. જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે. આ મહેલના બાંધકામનો ખર્ચો તે સમયે ૩૦ લાખ થયો હતો.

મણીમંદિર

"મણી" નામની છોકરીની યાદમાં બંધાવવામાં આવેલું આ સ્મારક તાજમહેલ સમાન સ્મારક છે.[સંદર્ભ આપો] ૧૯૭૯માં આવેલ મચ્છુ નદીની ભયંકર જળ હોનારતથી આ મહેલને નુકશાન નહોતું થયું, પણ ૨૦૦૧માં આવેલ ભૂકંપમાં આ મહેલ ભારે નુકશાન પામ્યો હતો.[] તે સમયે આ સ્મારક મોરબી તાલુકાના વહીવટની મુખ્ય સરકારી કચેરી હતું.

ભૂકંપમાં જર્જરિત થયેલ સમારકનું સમારકામ ચાલુ છે, જેનો અંદાજીત ખર્ચો ૨૦ કરોડ અંકાયો છે. આ સમારકામની જવાબદારી મોરબીના રાજવી પરિવારે લીધી છે.

  1. "SEISMIC RETROFITTING OF MANI MANDIR COMPLEX AT MORBI, GUJARAT, INDIA" (pdf). www.iitk.ac.in. મેળવેલ 2018-12-27.