મનોજ કુમાર
મનોજ કુમાર (જન્મે હરિકૃષ્ના ગિરિ ગોસ્વામી[૧] જુલાઇ ૨૪, ૧૯૩૭) એ ભારતના ચલચિત્ર કલાકાર અને બોલીવુડ ચલચિત્ર નિર્માતા છે. તેઓ તેમનાં ચલચિત્રો હરિયાલી ઓર રાસ્તા, વો કોન થી?, હિમાલય કી ગોદ મેં, દો બદન, ઉપકાર, પથ્થર કે સનમ, નીલ કમલ, પુરબ ઓર પશ્ચિમ, રોટી કપડા ઓર મકાન, અને ક્રાંતિ માટે જાણીતા છે. તેઓ દેશભક્તિ સંબંધિત ચલચિત્રોમાં અભિનય અને નિર્દેશન માટે જાણીતા છે, અને "ભારત કુમાર" ના હુલામણાં નામે જાણીતાં છે. ૧૯૯૨-૯૩માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
મનોજ કુમાર | |
---|---|
જન્મ | ૨૪ જુલાઇ ૧૯૩૭ એબોટાબાદ |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોમનોજ કુમારનો જન્મ અબોટ્ટાબાદ નગર, ખૈબર પશ્તુનહવા પ્રાંત (પૂર્વે નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ), પાકિસ્તાનમાં થયો હતો. તેમનું મૂળ નામ હરિકૃષ્ના ગિરિ ગોસ્વામી છે. જ્યારે તેઓ ૧૦ વર્ષના હતાં, ત્યારે તેમનું કુટુંબ વિભાજન વખતે દિલ્હી આવી ગયું હતું. તેમનું કુટુંબ વિજય નગર અને કિંગ્સ્વે કેમ્પમાં શરણાર્થી તરીકે રહ્યું અને ત્યારે બાદ નવી દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં સ્થાયી થયું.
દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી સ્નાતક થયા બાદ તેમણે ફિલ્મ ઉદ્યોગમાં દાખલ થવાનું નક્કી કર્યું.
કારકિર્દી
ફેરફાર કરોયુવાનીમાં તેઓ દિલીપ કુમાર ના પ્રશંસક હતા, અને તેમનું નામ દિલીપ કુમારના ચલચિત્ર શબનમ (૧૯૪૯) ના પાત્રના નામ ઉપરથી મનોજ કુમાર રાખવાનું નક્કી કર્યું.[૧]
ફેશન (૧૯૫૭)માં નાનકડું પાત્ર ભજવ્યા બાદ, મનોજ કુમારે કાંચ કી ગુડિયા (૧૯૬૦)માં સાયેદા ખાન સાથે અગ્ર પાત્ર ભજવ્યું. પિયા મિલન કી આસ અને રેશમી રુમાલ ચલચિત્રો એ વિજય ભટ્ટ દ્વારા દિગ્દર્શિત હરિયાલી ઓર રાસ્તા (૧૯૬૨) માં માલા સિંહા સાથે તેમનો તખ્તો ગોઠવ્યો. સાધના સાથે તેમણે વો કોન થી (૧૯૬૪)માં અભિનય કર્યા બાદ, વિજય ભટ્ટ અને માલા સિંહા સાથે હિમાલય કી ગોદ મેં (૧૯૬૫) ફરી કામ કર્યું. મનોજ કુમાર અને રાજ ખોસલાએ કલાકાર-દિગ્દર્શક તરીકે દો બદન ચલચિત્રમાં સફળતા મેળવી, જે રાજ ખોસલાનાં ઉત્તમ દિગ્દર્શન, મનોજ કુમાર અને આશા પારેખનાં અભિનયો અને રવિના સંગીત, શકીલ બદાયુનીનાં ગીત માટે જાણીતું બન્યું હતું.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Verghis, Shana Maria (8 May 2011). "'I left behind a can of marbles in Abbotabad after Partition'". The Pioneer. મેળવેલ 24 May 2011.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |