મહેન્દ્રસિંહ પરમારગુજરાત, ભારતના એક ગુજરાતી લેખક અને પ્રોફેસર છે. પોલિટેકનિક (૨૦૧૬) અને રખડુનો કાગળ (૨૦૧૬) એ તેમની જાણીતી કૃતિઓ છે. તેમણે નાટકો પણ લખ્યા છે.

મહેન્દ્રસિંહ પરમાર
મહેન્દ્રસિંહ પરમાર, ગુજરત સાહિત્ય ઉત્સવ, ડિસેમ્બર ૨૦૧૬
મહેન્દ્રસિંહ પરમાર, ગુજરત સાહિત્ય ઉત્સવ, ડિસેમ્બર ૨૦૧૬
જન્મનું નામ
મહેન્દ્રસિંહ પરમાર
જન્મ૦૨ ઓક્ટોબર ૧૯૬૭
નલિયા, કચ્છ જિલ્લો, ગુજરાત
વ્યવસાયલેખક, નાટ્ય લેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
માતૃ શિક્ષણ સંસ્થાભાવનગર વિશ્વવિદ્યાલય
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધકિશનસિંહ ચાવડાની વાઙમયપ્રતિભા
માર્ગદર્શકવિનોદ જોષી

તેમનો જન્મ ૨ ઑક્ટોબર ૧૯૬૭ ના દિવસે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા નલિયામાં થયો હતો.[] તેમણે ૧૯૯૮માં ભાવનગર વિશ્વવિદ્યાલયમાંથી ગુજરાતી સાહિત્યમાં માસ્ટર ઑફ આર્ટસ‌ની પદવી મેળવી અને તે જ વિશ્વવિદ્યાલયમાંથી ૧૯૯૮ માં પીએચ.ડી. ની પદવી મેળવી.[] ૧૯૯૬ થી તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.[]

૨૦૦૨થી તેમની ટૂંકી વાર્તાઓ વિવિધ સંગ્રહોમાં પ્રગટ થઈ. તેમણે વાચિકમ શીર્ષક હેઠળ સાહિત્યિક કૃતિઓના જાહેર વાચનના ઘણાં કાર્યક્રમો કર્યા છે.[] તેમની વિવેચનાત્મક કૃતિઓ ૨૦૦૯માં પ્રથમ શિર્ષક હેઠળ પ્રકાશિત થઈ. પોલિટેકનિક (૨૦૧૬) એ તેમનો વાર્તાસંગ્રહ છે જ્યારે રખડુ નો કાગળ (૨૦૧૬) એ તેમના વ્યક્તિગત નિબંધોનો સંગ્રહ છે. તેમણે એકાધિક નાટકો લખ્યા છે.[]

તેમનો વાર્તાસંગ્રહ પોલિટેકનિક (૨૦૧૬) સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૨૦) માટે વિચારણીય કૃતિ (shortlisted) તરીકે પસંદગી પામ્યો હતો.[]

  1. ૧.૦ ૧.૧ Hariyani, Vaidehi (2016-03-17). "Analysis of short story "Udancharkaldi" by Mahendrasinh Parmar with help of Cultural Studies". Vaidehi's Assignments 2015-2017. મેળવેલ 2017-01-17.
  2. ૨.૦ ૨.૧ "Introduction of writer Mahendrasinh Parmar". Muse India. ISSN 0975-1815. મૂળ માંથી 2017-01-18 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-17.
  3. "M K Bhavnagar University Official Website". M K Bhavnagar University Official Website. મૂળ માંથી 2017-01-18 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-17.
  4. "Sahitya Akademi Award 2020" (PDF). Sahitya Akademi. 12 March 2021. મૂળ સંગ્રહિત (PDF) માંથી 13 March 2021 પર સંગ્રહિત. મેળવેલ 13 March 2021.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો