માતા ભવાનીની વાવ એ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી વાવ છે.

માતા ભવાનીની વાવ
માતા ભવાનીની વાવ, ૧૮૬૬
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોઅમદાવાદ જિલ્લો
સ્થિતિસક્રિય
સ્થાન
સ્થાનઅસારવા, અમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
દેશભારત
માતા ભવાનીની વાવ is located in ગુજરાત
માતા ભવાનીની વાવ
ગુજરાત, ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°02′40″N 72°36′25″E / 23.0443357°N 72.6068337°E / 23.0443357; 72.6068337
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારવાવ
NHL તરીકે સમાવેશરાષ્ટ્રીય મહત્વનું સ્મારક
ASI Monument No. N-GJ-23

ઇતિહાસ અને સ્થાપત્ય

ફેરફાર કરો

માતા ભવાનીની વાવનું બાંધકામ ૧૧મી સદીમાં સોલંકી વંશના શાસન દરમિયાન થયું હતું. તે ભારતમાં હાલમાં શરૂઆતની વાવોમાંથી સચવાયેલી વાવોમાંની એક વાવ છે. વાવમાં બહુમાળી ઝરુખાઓ અને પગથિયાંઓ પછી પાણી મળે છે. આ ઝરુખાઓ પૂર્વ-પશ્ચિમ ધરી પર આવેલા છે. થાંભલાઓ, ખૂણાઓ અને ધરીઓ આ વાવની કળાનો ઉત્તમ નમૂનો છે.[] ઘણાં સમય પછી હિંદુ દેવી ભવાનીનું નાનું મંદિર નીચલા ઝરુખામાં બનાવવામાં આવ્યું હતું, જેના પરથી વાવનું નામ પડ્યું હતું.[]

વાવ ૪૬ મીટર લાંબી અને પ્રવેશદ્વારમાં ૫.૧ મીટર પહોળી છે. તેને ત્રણ માળ છે અને ત્રણ ઝરુખાઓ છે. વાવના કૂવાનો વ્યાસ ૪.૮ મીટર છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. Tadgell, Christopher (૧૯૯૦). The History of Architecture in India. London: Phaidon Press. ISBN 0-7148-2960-9.
  2. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. પૃષ્ઠ ૨૮૨–૨૮૩.
  3. Jutta Jain-Neubauer (૧ જાન્યુઆરી ૧૯૮૧). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publications. પૃષ્ઠ ૩૫-૩૬. ISBN 978-0-391-02284-3.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો