માધુરી કાનિટકર

ભારતીય સૈન્યના નિવૃત્ત જનરલ

લેફ્ટનન્ટ જનરલ (ડૉ) માધુરી કાનિટકર એ ભારતીય સૈન્યના નિવૃત્ત જનરલ છે. લેફ્ટનન્ટ જનરલ પુનિતા અરોરા અને એર માર્શલ પદ્મા બંદોપાધ્યાય પછી, તેણીની ભારતીય સશસ્ત્ર દળોમાં ત્રીજી મહિલા છે, જેમને થ્રી-સ્ટાર રેન્કમાં બઢતી આપવામાં આવી છે.[૧] તેમણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હેઠળ ડેપ્યુટી ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (મેડિકલ) તરીકે સેવા આપી હતી.[૨] માધુરી કાનિટકરે પ્રધાનમંત્રીની વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનીકરણ સલાહકાર પરિષદ (પીએમ-એસટીઆઈએસી)માં પણ સેવાઓ આપી હતી.[૩]

લેફ્ટનન્ટ જનરલ
માધુરી કાનિટકર
AVSM, VSM
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે AVSM મેળવી રહેલા તત્કાલીન મેજર જનરલ માધુરી કાનિટકર.
જન્મ૧૯૬૦
દેશ/જોડાણ India
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૮૨ – ૨૦૨૧
હોદ્દો લેફ્ટનન્ટ જનરલ
પુરસ્કારો પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક
અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક
વિશિષ્ટ સેવા ચંદ્રક

૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ, તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા મહારાષ્ટ્ર આરોગ્ય વિજ્ઞાન વિદ્યાપીઠ, નાસિકના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર ૨૦૨૧ માં આર્મીમાંથી નિવૃત્ત થયા પછી તેણીએ આ હોદ્દો ગ્રહણ કર્યો હતો.[૪]

પ્રારંભિક જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૧૯૬૦માં કર્ણાટકના ધારવાડમાં એક ચિતપાવન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના દાદી અને દાદા બંને ડૉક્ટર હતા.[૫] તેઓ ૧૯૭૮માં આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ, પુણેમાં જોડાયા હતા. તેણીએ એમ.બી.બી.એસ.ના ત્રણેય તબક્કામાં પુણે યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમને શિક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે કલિંગા ટ્રોફી ઉપરાંત અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓમાં સ્નાતક પાંખના શ્રેષ્ઠ વિદ્યાર્થી માટે રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.[સંદર્ભ આપો]

પુરસ્કાર અને ચંદ્રક ફેરફાર કરો

કાનિટકરને એક વખત જીઓસી-ઇન-સી (જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ) પ્રશસ્તિપત્ર અને પાંચ વખત સેનાપ્રમુખ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું છે.[૬] તેમને 2014માં વિશિષ્ટ સેવા મેડલ, 2018માં અતિ વિશિષ્ટ સેવા મેડલ,[૭] અને જાન્યુઆરી 2022માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી પણ નવાજવામાં આવ્યા હતા. [૮]

     
       
પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક વિશિષ્ટ સેવા ચંદ્રક
વિશેષ સેવા ચંદ્રક ૫૦મી સ્વતંત્રતા વર્ષગાંઠ ચંદ્રક ૨૦ વર્ષીય દીર્ઘકાલીન સેવા ચંદ્રક ૯ વર્ષીય દીર્ઘકાલીન સેવા ચંદ્રક

સંદર્ભ ફેરફાર કરો

  1. "Meet Dr. Madhuri Kanitkar: 3rd woman to hold Lieutenant General rank - Breaking the glass ceiling in Indian Army". The Economic Times.
  2. Service, Tribune News. "Madhuri Kanitkar becomes third woman to assume rank of lieutenant general". Tribuneindia News Service (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2022-03-19.
  3. "Prime Minister's Science, Technology and Innovation Advisory Council (PM-STIAC) | Office of the Principal Scientific Adviser". psa.gov.in. મૂળ માંથી 2020-08-11 પર સંગ્રહિત. મેળવેલ 2022-03-19.
  4. "Lt Gen Madhuri Kanitkar named MUHS vice-chancellor". The Indian Express (અંગ્રેજીમાં). 7 July 2021.
  5. Gupta, Poorvi (5 March 2020). "She Defied Her Father To Join The Army. Meet Lt Gen Madhuri Kanitkar". SheThePeople TV. મૂળ માંથી 30 સપ્ટેમ્બર 2020 પર સંગ્રહિત. મેળવેલ 19 માર્ચ 2022.
  6. "Welcome to Armed Forces Medical College". 2 January 2019. મૂળ માંથી 2 January 2019 પર સંગ્રહિત.
  7. "LIST OF PERSONNEL BEING CONFERRED GALLANTRY AND DISTINGUISHED AWARDS ON THE OCCASION OF REPUBLIC DAY-2018". pibphoto.nic.in.
  8. "HONOURS AND AWARDS : REPUBLIC DAY 2022" (PDF). PIB.