માનવશાસ્ત્ર

માનવને કેન્દ્રમાં રાખીને થતો વૈજ્ઞાનિક અભ્યાસ

માનવશાસ્ત્ર એ માનવને કેન્દ્રમાં રાખીને તેને અનુલક્ષીને થતો વૈજ્ઞાનિક અભ્યાસનું શાસ્ત્ર છે. માનવશાસ્ત્રમાં એક બાજુ પ્રાણી તરીકે માનવની ઉત્પત્તિ, પ્રાચીન તથા આધુનિક માનવપ્રજાતિનાં શારીરિક લક્ષણો, તેની સમાનતાઓ તથા વિભિન્નતાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે, તો બીજી બાજુ માનવે સર્જેલી ભૌતિક સંસ્કૃતિ, આવાસ, સાધનો, રાચરચીલું, પોશાક, ઘરેણાં, હથિયારો, કલા, શિલ્પ, સંગીત તથા સામાજિક સંસ્કૃતિમાં ભાષા, સાહિત્ય, ધર્મ, માન્યતાઓ, ઋઢિઓ, પ્રથાઓ, રિવાજો, પરંપરાઓ, લગ્ન, કુટુંબ, સગાઈવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, રાજકીય નિયમન વગેરે સંસ્થાઓની રચના તથા કાર્યવ્યવસ્થા, આદિમ જૂથોથી માંડીને આધુનિક સમુદાયોના સંબંધમાં ઉત્પત્તિ અને વિકાસની પ્રક્રિયાનું, તેમાં થતા ફેરફારો, તેના પ્રશ્નો તથા ઉકેલો વેગેરે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. ભટ્ટ, અરવિંદ (૨૦૦૨). "માનવશાસ્ત્ર (anthropology)". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૫ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૨૫–૭૩૦. OCLC 248968453.