માલ્ટા
માલ્ટા (en:Malta, માલ્ટીશ : Repubblika ta' Malta (માલ્ટાનું ગણરાજ્ય)) યુરોપિય મહાદ્વીપમાં સ્થિત એક વિકસિત દેશ છે. એક દ્વીપ દેશ છે. આની રાજધાની વેલેટા ખાતે આવેલી છે. આ દેશની મુખ્ય અને રાજભાષાઓ માલ્ટાઈ ભાષા અને અંગ્રેજી છે. આ દેશનો મુખ્ય ટાપુ માલ્ટા છે. તેમ જ બીજા એનાથી નાના ગોઝો અને કોમ્યુનો ટાપુઓ વડે આ નાનકડો દેશ બનેલો છે. આ સાથે અન્ય બે ટાપુઓ કોમિનોટ્ટો અને ફીલફીલા છે, પણ આ ખડકાળ ટાપુઓ પર માનવ વસ્તી નથી. ભૂમધ્ય સમુદ્રમાં યુરોપના સીસીલી ટાપુ અને આફ્રિકા ખંડમાં આવેલા ટ્યુનિશિયાની વચ્ચે આ ટાપુઓ આવેલા છે. જિબ્રાલ્ટર અને સુએઝ કેનાલ વચ્ચેના દરિયાઈ માર્ગની વચ્ચે અને બે ખંડ વચ્ચે આવેલ માલ્ટા દેશ નાનો હોવા છતાં વિશિષ્ટ લશ્કરી મહત્વ ધરાવે છે. અહીં બીજા વિશ્વયુદ્ધમાં ઈટાલી અને જર્મની તરફથી વારંવાર હુમલાઓ થયા હતા. અહીંની પ્રજા સુઘડ જીવનશૈલીવાળી છે. અહીં પથ્થરયુગનાં મંદિરોની જાળવણી કરવામાં આવી છે. નવપાષાણયુગ(નિયોલિથિક) અને કાંસાયુગ (બ્રોન્ઝયુગ)ના માનવ અવશેષો, કુદરતી બંદર, ભવ્ય દેવળો, બગીચાઓ, બારે મહિના તડકો, સુંદર અખાતો ધરાવતો દરિયો માણવા પર્યટકો મોટી સંખ્યામાં આવે છે.
માલ્ટા ગણરાજ્ય Repubblika ta' Malta | |
---|---|
રાષ્ટ્રગીત: L-Innu Malti ("માલ્ટાई राष्ट्रगान") | |
રાજધાની | વલેત્તા (વસ્તુત ) |
સૌથી મોટું શહેર | બિરકિરકારા |
અધિકૃત ભાષાઓ | માલ્ટાઈ, અંગ્રેજી |
વંશીય જૂથો | માલ્ટાઈ ૯૫.૩%, બ્રિટિશ ૧.૬%,અન્ય ૩.૧% [૧] |
ધર્મ | રોમન કેથોલિક |
લોકોની ઓળખ | માલ્ટાई |
સરકાર | સંસદીય ગણતંત્ર |
સ્વતંત્રતા | |
વિસ્તાર | |
• કુલ | [convert: invalid number] (૨૦૦) |
• જળ (%) | ૦.૦૦૧ |
વસ્તી | |
• ૨૦૦૮ અંદાજીત | ૪૧૩,૬૦૯ (૧૭૪મો) |
• ૨૦૦૫ વસ્તી ગણતરી | ૪૦૪,૯૬૨૧ |
• ગીચતા | [convert: invalid number] (૬ઠ્ઠો) |
GDP (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૯.૮૦૬ કરોડ[૨] |
• Per capita | $૨૩,૭૬૦[૨] |
GDP (nominal) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૮.૩૩૮ કરોડ[૨] |
• Per capita | $૨૦,૨૦૨[૨] |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૬) | ૦.૮૯૪ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૬મો |
ચલણ | યુરો (€)૨ (EUR) |
સમય વિસ્તાર | UTC+૧ (CET) |
• ઉનાળુ (DST) | UTC+૨ (CEST) |
વાહન દિશા | ડાબી તરફ |
ટેલિફોન કોડ | ૩૫૬ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .mt ૩ |
૧ Total population includes foreign residents. Maltese residents population estimate at end ૨૦૦૪ was ૩૮૯,૭૬૯. All official population data provided by the NSO.[૩] ૨Before ૨૦૦૮: Maltese lira ૩ Also .eu, shared with other European Union member states. |
સંદર્ભ
ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |