મુનિસુવ્રત
મુનિસુવ્રત (મુનિસુવ્રત સ્વામી અથવા મુનિસુવ્રત નાથ) એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૦મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા. શાસ્ત્રો અનુસાર જૈન રામાયણ મુનિસુવ્રતના કાળમાં ઘટી હોવાનું જણાવાયું છે. તેમના મુખ્ય ગણધર મલ્લિસ્વામી હતા.
મુનિસુવ્રત | |
---|---|
૨૦ મા જૈન તીર્થંકર | |
શ્રી ૧૦૦૮ મુનિસુવ્રત ભગવાનની મૂર્તિ | |
ધર્મ | જૈનધર્મ |
પુરોગામી | મલ્લિનાથ |
અનુગામી | નમિનાથ |
પ્રતીક | કાચબો[૧] |
ઊંચાઈ | ૨૦ ધનુષ્ય (૬૦ મીટર) |
ઉંમર | લગભગ ૩૦,૦૦૦ વર્ષ |
વર્ણ | શ્યામ |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | |
દેહત્યાગ | |
માતા-પિતા |
|
દંતકથા
ફેરફાર કરોમુનિસુવ્રત એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૦ મા તીર્થંકર છે.[૨]
જૈન શાસ્ત્રો અનુસાર ૧૯ મા તીર્થંકર મલ્લિનાથના જન્મ પછી ૩૪,૫૦,૦૦૦ વર્ષે થયો હતો.[૩] આણત કલ્પ નામના દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરી તેમનો જીવ હરિવંશ કુળના રાણી પદ્મા અને રાજા સુમિત્રને ઘેર આસો સુદ બારશના દિવસે જન્મ લીધો.[૩] તેની પહેલાના જન્મમાં મુનિસુવ્રત મહાવિદેહ ક્ષેત્રમાં ચંપાના રાજા હતા. તેમનું નામ સુરશ્રેષ્ઠ હતું.[૪]
શ્રાવણ મહિનાની વદ ત્રીજના દિવસે રાજગૃહીની રાણી પદ્માએ ૧૬ સ્વપ્ના જોયા. આ વાત તેમણે રાજાને કરી અને રાજાએ તેનો અર્થ સૂચવતા જાણાવ્યું તેમને ઘેર તીર્થંકરનો જન્મ થવાનો છે. ત્યાર બાદ શ્રાવણ સુદ પૂનમે ઈ.સ. પૂર્વે ૧૧,૮૪,૯૮૦માં મુનિસુવ્રતનો જન્મ થયો.[૨]
જૈન ગ્રંથો અનુસાર કુમારાકાળના ૭૫૦૦ વર્ષો પછી, મુનિસુવ્રતે ૧૫,૦૦૦ વર્સો સુધી તેમન દેશ પર રાજ (રાજકાળ) કર્યું. ત્યારબાદ તેઓ રાજપાટ આદિનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી સાધુ બન્યા. દીક્ષા લીધા બાદ ૧૧ મહિના સુધી તેઓ કર્મોનો ક્ષય કરતાં કરતાં છદમસ્ત રૂપે (છદમસ્તકાળ) વિચર્યા અને ત્યાર બાદ કેવળજ્ઞાન પામ્યા.[૩]
તેમની ઊંચાઈ ૨૦ ધનુષ (૬૦ મીટર) હતી.[૫]
કેવળ જ્ઞાન પામ્યા પછી મુનિસુવ્રત ૩૦,૦૦૦ વર્ષો સુધી વિચર્યા હોવાનું મનાય છે અને ત્યાર બાદ ફાગણ વદ બારસના સમ્મેત શિખર પર નિર્વાણ પામ્યા.[૩]
સાહિત્ય
ફેરફાર કરોસ્વયંભુસ્રોત - આચાર્ય સામંતભદ્ર રચિત સ્વયંબુસ્રોત ચાર તીર્થંકરોના ગુણગાન કરે છે તેમાંથી પાંચ શ્લોક મુનિસુવ્રતનાથના ગુણોનું વર્ણન કરે છે.[૩]
જૈન રામાયણની ઘટનાઓ મુનિસુવ્રતના કાળમાં ઘટેલી હોવાનું જૈન શાસ્ત્રોમાં લખેલું છે.[૬]
મુખ્ય મંદિરો
ફેરફાર કરો- ચતુર્મુખ બાસડી, કર્ણાટકમાં આવેલું એક જાણીતું જૈન મંદિર છે. આ મંદિર અરનાથ, મલ્લિનાથ અને મુનિસુવ્રતને સમર્પિત છે.[૭]
- શ્રી મુનિસુવ્રત-નેમિ-પાર્શ્વ જિનાલય - સંથુ રાજસ્થાન
- પૈઠણ જૈન તીર્થ.
- ગુપ્તીધામ ગનૌર
ચિત્રો
ફેરફાર કરો
|
આ પણ જુઓ
ફેરફાર કરોનોંધ
ફેરફાર કરો- ↑ Tandon 2002, p. 45.
- ↑ ૨.૦ ૨.૧ Tukol 1980.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ Vijay K. Jain 2015.
- ↑ "Lord Munisuvrata - Main Events of Life", e-jainism, archived from the original on 2013-02-27, https://web.archive.org/web/20130227234041/http://www.ejainism.com/munisuvratamainevents.html, retrieved 2018-09-09
- ↑ Sarasvati 1970.
- ↑ Zvelebil 1992.
- ↑ Sandhya, C D’Souza (19 November 2010), "Chaturmukha Basadi: Four doors to divinity Last updated", Deccan Herald, http://www.deccanherald.com/content/114327/chaturmukha-basadi-four-doors-divinity.html
સંદર્ભો
ફેરફાર કરો- Johnson, Helen M. (1931), Munisuvratanathacaritra (Book 6.7 of the Trishashti Shalaka Purusha Caritra), Baroda Oriental Institute, https://www.wisdomlib.org/jainism/book/trishashti-shalaka-purusha-caritra/d/doc213885.html
- Jain, Vijay K. (2015), Acarya Samantabhadra's Svayambhustotra: Adoration of The Twenty-four Tirthankara, Vikalp Printers, ISBN 978-81-903639-7-6, archived from the original on 16 September 2015, https://web.archive.org/web/20150916101903/https://books.google.co.in/books?id=xI8HBgAAQBAJ, " આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે."
- Sarasvati, Swami Dayananda (1970), An English translation of the Satyarth Prakash, Swami Dayananda Sarasvati, archived from the original on 2015-12-22, https://web.archive.org/web/20151222150522/https://books.google.co.in/books?id=hy-vBgAAQBAJ, retrieved 2018-09-09
- Tukol, T. K. (1980), Compendium of Jainism, Dharwad: University of Karnataka
- Zvelebil, Kamil (1992), Companion Studies to the History of Tamil Literature, Netherlands, ISBN 90-04-09365-6, https://books.google.co.in/books?id=qAPtq49DZfoC
- Tandon, Om Prakash (2002) [1968], Jaina Shrines in India (1 ed.), New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of India, ISBN 81-230-1013-3