મોહનલાલ પાર્વતીશંકર દવે (૨૦ એપ્રિલ ૧૮૮૩, ૨ ફેબ્રુઆરી ૧૯૭૪) ગુજરાતી ભાષાના વિવેચક અને નિબંધકાર હતા.

મોહનલાલ દવે
જન્મમોહનલાલ પાર્વતીશંકર દવે
(1883-04-20)20 April 1883
સુરત, બ્રિટિશ ભારત
મૃત્યુ2 February 1974(1974-02-02) (ઉંમર 90)
સુરત, ગુજરાત, ભારત
વ્યવસાયવિવેચક, નિબંધકાર
ભાષાગુજરાતી
નોંધપાત્ર સર્જનસંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ (૧૯૨૪)

જીવન પરિચય ફેરફાર કરો

મોહનલાલનો જન્મ પાર્વતીશંકર અને ઈન્દિરાગૌરીને ત્યાં સુરતમાં થયો હતો. તેમણે પોતાના ઉચ્ચ શિક્ષણની શરૂઆત ગુજરાત કૉલેજ, અમદાવાદથી કરી હતી. બાદમાં તેમણે મુંબઈ ખાતેની શિક્ષણસંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૦૫માં તેઓ સંસ્કૃત વિષયમાં એમ.એ. અને ૧૯૦૭માં એલએલ.બી. થયા. ૧૯૨૦-૧૯૩૬ દરમિયાન સુરત કૉલેજમાં અને ૧૯૩૭-૧૯૪૦ દરમિયાન ખાલસા કૉલેજ, મુંબઈમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે જોડાયા.

અભ્યાસકાળ દરમિયાન જ તેઓ બુદ્ધિપ્રકાશ, વસંત અને ગુજરાત શાળાપત્ર જેવા સામયિકોમાં લેખનકાર્ય કરતા હતા. એમણે આપેલાં પુસ્તકોમાં રસપ્રદ ને હળવી શૈલીમાં લખાયેલા નિબંધસંગ્રહો ‘તરંગ’ (૧૯૪૨) અને ‘સંસ્કાર’ (૧૯૪૪); વિવેચનસંગ્રહો ‘સાહિત્યકળા’ (૧૯૩૮), ‘કાવ્યકળા’ (૧૯૩૮), ‘વિવેચન’ (૧૯૪૧) અને ‘રસપાન’ (૧૯૪૨); મહંમદ પયગંબર, માર્ટિન લ્યુથર, અશોક અને મહર્ષિ દયાનંદનાં જીવનચરિત્રો આપતું ‘વીરપૂજા’ (૧૯૪૧) તેમ જ ‘લેન્ડોરની જીવનકથા’ (૧૯૫૭) મુખ્ય છે. આ ઉપરાંત એમણે ‘ગદ્યકુસુમો’ (વ્યોમેશચંદ્ર પાઠકજી સાથે, ૧૯૩૧) નું સંપાદન કર્યું છે. ‘લેન્ડોરના કાલ્પનિક સંવાદો’–ભા. ૧, ૨ (૧૯૧૧, ૧૯૧૨), પ્રો. મેકડૉનલકૃત ‘સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ (૧૯૨૪), ‘મહાભારતની સમાલોચના’ (૧૯૧૪) વગેરે એમના અનુવાદો છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો