યૂક્રેઇન

મધ્ય અને પૂર્વ યુરોપમાં રાજ્ય

યુક્રેન (હિંદી:युक्रेन) યુરોપ ખંડના પૂર્વ ભાગમાં આવેલો એક દેશ છે. આ દેશની સીમાઓ પૂર્વ દિશામાં રશિયા, ઉત્તર દિશામાં બેલારુસ, પોલેન્ડ, સ્લોવાકિયા, પશ્ચિમ દિશામાં હંગેરી, દક્ષિણપશ્ચિમ દિશામાં રોમાનિયા અને મોલ્દોવા તેમજ દક્ષિણ દિશામાં કાળો સમુદ્ર અને અજોવ સાગર સાથે મળે છે. કીવ આ દેશનું સૌથી મોટું શહેર છે, જ્યાં આ દેશની રાજધાની આવેલી છે.

યુક્રેનનો આધુનિક ઇતિહાસ ૯મી શતાબ્દીથી શરુ થાય છે, જ્યારે કીવિયન રુસ નામનું એક મોટું અને શક્તિશાળી રાજ્ય બની આ વિસ્તાર સમૃદ્ધ થયો, પરંતુ ૧૨મી શતાબ્દીમાં આ મહાન ઉત્તરીય લડાઈ પછીના સમયમાં ક્ષેત્રીય શક્તિઓમાં એ વિભાજીત થઇ ગયો. ૧૯મી શતાબ્દીમાં આ ક્ષેત્રનો મોટો હિસ્સો રશિયન સામ્રાજ્યનો અને બાકીનો હિસ્સો ઓસ્ટ્રો-હંગેરિયન નિયંત્રણમાં આવી ગયો.

સંસ્કૃતિ

ફેરફાર કરો