રતનજી દાદાભાઈ તાતા

ભારતીય ઉદ્યોગપતિ

રતનજી દાદાભાઈ તાતા (આર. ડી. તાતા, ૧૮૫૬-૧૯૨૬) એક ભારતીય ઉદ્યોગપતિ હતા, જેમણે ભારતમાં તાતા ગ્રુપના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ અગ્રણી ઉદ્યોગપતિ અને ટાટા સન્સના સ્થાપક જમશેદજી તાતાના પ્રથમ પિતરાઇ ભાઇ હતા. તેઓ જમશેદજી તાતા દ્વારા સ્થાપવામાં આવેલા ટાટા સન્સના ભાગીદારોમાંના એક હતા. રતનજી જે. આર. ડી. તાતાના પિતા હતા.

રતનજી દાદાભાઈ તાતા
જન્મની વિગત૧૮૫૬
નવસારી, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન ગુજરાત)
મૃત્યુ૧૯૨૬
પેરીસ, ફ્રાન્સ
શિક્ષણ સંસ્થાકેથેડ્રલ એન્ડ જ્હોન કોનોન સ્કૂલ
વ્યવસાયઉદ્યોગપતિ
જીવનસાથીસુઝાન બ્રિયેર
સંતાનો

અંગત જીવન

ફેરફાર કરો

રતનજીનો જન્મ ૧૮૫૬માં ગુજરાતના નવસારીમાં થયો હતો. તેમણે બોમ્બેની કેથેડ્રલ એન્ડ જ્હોન કોનોન સ્કૂલ અને ઍલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. સ્નાતક થયા બાદ તેમણે મદ્રાસમાં કૃષિનો કોર્સ કર્યો. ત્યારબાદ તેઓ ફાર ઇસ્ટમાં તેમના પારિવારિક વેપારમાં જોડાયા હતા.

રતનજીએ કુમળી વયે પારસી યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ જ તે નિઃસંતાન મૃત્યુ પામી હતી. ૧૯૦૨માં તેમણે સુઝાન બ્રિયેર નામની એક ફ્રેન્ચ સ્ત્રી સાથે બીજાં લગ્ન કર્યાં ત્યારે તેઓ છેતાળીસ વર્ષના હતા. તેમના સમયમાં આ લગ્નને ક્રાંતિકારી માનવામાં આવતું હતું અને પારસી સમુદાયના કેટલાક લોકોએ તેને આવકાર્યું ન હતું. તેમને પાંચ બાળકો રોદાબેહ, જહાંગીર, જીમી, સાયલા અને દોરાબ હતા.

અફીણનો વેપાર

ફેરફાર કરો

ટાટા એન્ડ કંપની નામે રતનજી ચીનમાં અફીણની આયાતનો ધંધો કરતા હતા, જે તે સમયે કાયદેસર હતો.[] ૧૮૮૭માં, તેમણે અને ડેવિડ સોલોમન સસૂન જેવા અન્ય વેપારીઓએ અફીણના વેપારીઓ વતી હોંગકોંગ વિધાન પરિષદના બિલ અંગે ફરિયાદ કરવા માટે એક અરજી રજૂ કરી હતી.[]

ટાટા સ્ટીલના નિયામક

ફેરફાર કરો

ટાટા સ્ટીલ પ્રોજેક્ટની પરિકલ્પના જમશેદજી તાતાએ કરી હતી. જો કે જમશેદજીનું આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે પહેલા જ અવસાન થયું હતું. રતનજીએ જમશેદજીના પુત્ર દોરાબ સાથે ટાટા સ્ટીલ પ્રોજેક્ટ પૂરો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને આ રીતે જમશેદપુરમાં ટાટા સ્ટીલની સ્થાપના થઈ હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ટાટાએ બ્રિટિશરોને સ્ટીલ પૂરું પાડ્યું હતું. જો કે, યુદ્ધ પછી ટાટા સ્ટીલ ૧૯૨૦ના દાયકામાં મુશ્કેલ સમયમાંથી પસાર થયું કારણ કે બ્રિટન અને બેલ્જિયમમાંથી ભારતમાં સ્ટીલ ખડકી દેવામાં આવ્યું હતું. રતનજીએ અન્ય ડિરેક્ટરો સાથે મળીને તે સમયની સંસ્થાનવાદી સરકાર પાસેથી ભારતીય સ્ટીલ ઉદ્યોગને રક્ષણ આપવાની સફળતાપૂર્વક માગણી કરી હતી અને તાતા સ્ટીલની કામગીરીને સ્થિર કરી હતી.