રતિલાલ બોરીસાગર
રતિલાલ બોરીસાગર ગુજરાતી ભાષાના હાસ્યલેખક, નિબંધકાર સાહિત્યકાર છે.
રતિલાલ બોરીસાગર | |
---|---|
રતિલાલ બોરીસાગર ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૯ | |
જન્મ | સાવરકુંડલા | 31 August 1938
વ્યવસાય | શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ., બી.એડ., પીએચ.ડી. |
નોંધપાત્ર પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૯) |
જીવનસાથી | સુશીલાબહેન |
માતા-પિતાઓ | સંતોષબહેન, મોહનલાલ |
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા | |
શોધ નિબંધ | ગુજરાતીમાં સાહિત્યિક સંપાદન: વિવેચનાત્મક અધ્યયન (૧૯૮૯) |
માર્ગદર્શક | ચંદ્રકાન્ત શેઠ |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો. તેમણે એમ.એ., બી.એડ. તથા ૧૯૮૯માં સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન વિષય પર પીએચ.ડી. ની પદવી મેળવી. ત્યાર બાદ તેઓ શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર જેવી વિવિધ નોકરીઓ કરી ક્લાસ-વન ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી રહ્યા હતા. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે.[૧]
સર્જન
ફેરફાર કરોતેમની મુખ્ય રચનાઓમાં મરકમરક, આનંદલોક, અર્વાચીન ગુજરાતી હાસ્ય રચનાઓ નામે હાસ્ય લેખ, સંભવામિ યુગે યુગે નામે લઘુનવલ તથા બાલ વન્દના નામે બાલસાહિત્ય આપી છે.[૧]
સન્માન
ફેરફાર કરો૨૦૧૯માં તેમને નિબંધસંગ્રહ મોજમાં રેવું રે! માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૯) પ્રાપ્ત થયો હતો.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ પારેખ, મધુસૂદન (૨૦૦૧). "બોરીસાગર, રતિલાલ મોહનલાલ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૪ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 57. OCLC 163822128.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગુજરાતી વિશ્વકોશમાં રતિલાલ બોરીસાગર.
- રતિલાલ બોરીસાગર ગુજલિટ પર.
- ‘એન્જોય’ગ્રાફર રતિલાલ બોરીસાગર દિવ્ય ભાસ્કર સમાચારપત્ર
- ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય