રા' કંવાટ (૯૮૨-૧૦૦૩) ચુડાસમા રાજા અને રા' ગ્રહરિપુનો પુત્ર હતો.

રા' કંવાટ
ચુડાસમા રાજા
પુરોગામીરા' ગ્રહરિપુ
અનુગામીરા' દિયાસ
જન્મ૧૦મી સદી
મૃત્યુ૧૦મી સદી

રા' કવાંટ પોતાના પિતા રા' ગ્રહરિપુના મૃત્યુનું કારણ જાણતા હતા, યુદ્ધના અંતમાં આબુપતિ કૃષ્ણરાજ પરમારના દગાથી મૂળરાજ સોલંકીનો યુદ્ધમાં વિજય થયેલો, તેથી કવાંટે ગાદી પર આવતા જ તળાજાના વીર ઉગા વાળાને સોરઠી સેનાનાં સેનાપતિ ઘોષિત કરી આબુ પર ચડાઈ કરાવી, ઉગા વાળાએ ૯ વખત ચડાઈ કરીને આબુને છિન્ન-ભિન્ન કરી નાખ્યું, અંતે કૃષ્ણરાજે રા' કંવાટ ની શરણાગતિ સ્વીકારી.[સંદર્ભ આપો]

અનંતસેન ચાવડાએ છત્રીસ કુળના રાજાઓને બંદી બનાવ્યા હતા જેમાં યદુકુળ નું કોઈ ન હોવાથી રા કંવાટને જમવાનું નિમંત્રણ દઈ દગાથી કેદ કર્યા, ત્યારે સંકટમોચન બની ઉગા વાળાએ રા ને છોડાવ્યાં, કેદખાનાને લાત મારી ને તોડવા જતા ઉગા વાળાનો પગ રા ને અડી ગયો, જે બાદમાં દરબારીઓની કાનભંભેરણીથી બંને વચ્ચે શત્રુતાનું કારણ બન્યું, ઉગા વાળા રા' કંવાટ નાં મામા થતા.

રા કંવાટે બદલાની ભાવનાથી તળાજા પર ચડાઈ કરી, જેમાં ઉગા વાળા વીરગતીને પ્રાપ્ત થયા.[] ચીત્રાસરમાં આજે પણ ઉગા વાળાનો પાળિયો મોજુદ છે.

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૦-૩૮૧.