તળાજા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

તળાજા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં આવેલું એક નગર છે, જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીને કાંઠે વસેલું છે. તળાજા, તળાજા તાલુકાનું મુખ્ય મથક પણ છે.

તળાજા
તાલધ્વજગિરિ
—  નગર  —
તળાજાનો ડુંગર
તળાજાના ડુંગરનું દૃષ્ય
તળાજાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°21′00″N 72°02′00″E / 21.349862°N 72.033427°E / 21.349862; 72.033427
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
વસ્તી ૨૭,૮૨૨[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 19 metres (62 ft)

કોડ
 • • પીન કોડ • ૩૬૪૧૪૦
  • ફોન કોડ • +૦૨૮૪૨
  વાહન • GJ 4

તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા હતાં. પ્રાચીનકાળમાં તળાજા "તાલધ્વજ" નામથી પણ ઓળખાતું હતું.[૨]

તળાજા શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ઇ પર ભાવનગર (૫૪ કિ.મી.) અને મહુવા (૪૩ કિ.મી.) શહેરની વચ્ચે સ્થિત છે. તળાજા સમુદ્રની સપાટીથી અંદાજીત ૧૯ મી (૬૨ ફુટ)ની ઉંચાઇએ વસેલું છે. તળાજા પાસે ગોપનાથ મહાદેવ અને ઝાંઝમેરનો રમણીય સમુદ્ર કિનારો આવેલાં છે.

જોવા લાયક સ્થળો

ફેરફાર કરો

તળાજા ગુફાઓ

ફેરફાર કરો
 
એભલ મંડપ, તળાજા ગુફાઓ

અહીં ટેકરીની ઉત્તર અને પશ્ચિમ બાજુએ બૌદ્ધ સ્પાથત્ય શૈલીમાં કંડારેલી તળાજા ગુફાઓ આવેલી છે. આમાંની એક ગુફા, જેને એભલ મંડપ તરીકે ઓળખવામાં આવે છે, આ એભલ મંડપ એભલ વાળાના નામથી ઓળખાતો હોવાનું મનાય છે. મોટા ચોરસખંડની બનેલી છે તથા ૨૩ મીટર લંબાઈ, ૨૧ મીટર પહોળાઇ અને ૧૫.૫ મીટર ઉંચાઇ ધરાવે છે. ગુફાનો આગલો ભાગ ચાર મોટા ચોરસ થાંભલાથી ટેકવેલો હોય એમ લાગે છે, આ થાંભલાઓ હાલ હયાત નથી. આ થાંભલા ઉપરના પથ્થરના પાટડાઓ ઉપર ચોરસ ચોકડીઓ પાડી તે ઉપર નાની કમાનો બનાવી એક પ્રકારની શોભા આપેલી છે. કહેવાય છે કે, આવા પ્રકારની ગોઠવણ પ્રાચીન બૌદ્ધ સ્થપતિઓને બહુ જ પસંદ પડતી. આ ગુફાઓ (N-GJ-75) ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરાયેલા છે.[૩]

જૈન મંદિર

ફેરફાર કરો

જૈન મંદિરની સ્થાપના કુમારપાળે ૧૨મી સદીમાં કરી હતી. આ જૈન મંદિર ‍(N-GJ-74) ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરાયું છે.[૩]

આ મંદિરની બાજુમાં ચિંતામણી પાર્શ્વનાથ, મહાવીર સ્વામીના મંદિરો અને ગુરૂમંદિર આવેલા છે.[૪][૫]

તળાજા પહોંચવા માટે

ફેરફાર કરો
 • હવાઈ માર્ગ - અહીથી સૌથી નજીકનું હવાઈ મથક ૫૪ કિ.મી. દૂર ભાવનગર શહેરમાં આવેલું છે.
 • સડક માર્ગ - તળાજા દ્વારકાથી સોમનાથ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ઇ સાથે જોડાયેલું છે.જે ભાવનગર થી સોમનાથ હાઈવે પર આવે છે.નજીકનું સૌથી મોટું શહેર ભાવનગર છે, જે અહીંથી માત્ર ૫૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ભાવનગરથી બસ અથવા અન્ય વાહન દ્વારા તળાજા જઇ શકાય છે.
 • રેલમાર્ગ - તળાજામાં રેલમાર્ગની સુવિધા નથી પણ નજીકનાં અન્ય શહેરો, પાલીતાણા (૪૦ કિ.મી.) ભાવનગર (૫૪ કિ.મી.) અને મહુવા (૪૩ કિ.મી.) રેલમાર્ગ વડે દેશના અન્ય વિસ્તારો સાથે જોડાયેલ છે.
 1. "Talaja Population, Caste Data Bhavnagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-02-09 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭.
 2. મેઘાણી, ઝવેરચંદ (1939). ગુજરાતનો જય. ગુર્જર પ્રકાશન. ISBN 978-81-8461-481-7.
 3. ૩.૦ ૩.૧ "ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ-વડોદરા વર્તુળ". ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ. ૩૦ એપ્રિલ ૨૦૧૪. મૂળમાંથી અહીં સંગ્રહિત 2013-12-02. મેળવેલ ૧૫ ડિસેમ્બર ૨૦૧૫.CS1 maint: bot: original URL status unknown (link)
 4. "Shri Talaja Teerth (Taldhwajgiri Terth) Bhavnagar Gujarat India". www.jainjagat.com. મૂળ માંથી 2006-08-13 પર સંગ્રહિત. મેળવેલ 2020-03-27.
 5. "www.Jinalaya.com - Shri Talaja Tirth - Jain Temples in Gujarat". www.jinalaya.com. મૂળ માંથી 2021-01-29 પર સંગ્રહિત. મેળવેલ 2020-03-27.