ચુડાસમા અથવા ચૂડાસમારાજપૂતોની એક પેટાજ્ઞાતિ છે. જેમની પ્રાચીન રાજધાની વંથલી અને ત્યારબાદ નવમી સદીમાં જૂનાગઢ હતી. ૧૦મી અને ૧૧મી સદીમાં ચુડાસમાઓનું સ્થિર સામ્રાજ્ય સમગ્ર દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું.

ચુડાસમા વંશ
૮૭૫–૧૪૭૨
રાજધાની વંથલી (હાલમાં જુનાગઢ)
ધર્મ હિંદુ
સત્તા રાજાશાહી
પ્રમુખ
 •  c. ૮૭૫ - c. ૯૦૭ ચંદ્રચુડ
 •  c. ૯૪૦ - c. ૯૮૨ રા' ગ્રહરિપુ
 •  c. ૯૮૨ - c. ૧૦૦૩ રા' કંવાટ
 •  c. ૧૦૨૫ - c. ૧૦૪૪ રા' નવઘણ
 •  c. ૧૦૪૪ - c. ૧૦૬૭ રા' ખેંગાર
 •  c. ૧૪૫૧ - c. ૧૪૭૨ રા' માંડલિક તૃતીય
ઇતિહાસ
 •  સ્થાપના ૮૭૫
 •  અંત ૧૪૭૨
પહેલાનું શાસન
પછીની સત્તા
ચાવડા વંશ
મુઝફ્ફર વંશ

ઉદભવ

જુનાગઢ રાજ્યના દિવાન અથવા વડા પ્રધાન રણછોડજી અમરજી એ 1825 માં પર્સિયનમાં તારિખ-એ-સોરથ નામનું પુસ્તક લખ્યું હતું. એમાં દિવાન રણછોડજી એ લખ્યું હતું કે ચુડાસમા રાજપૂત છે અને તેઓ ભગવાન સદાશિવના વંશજ છે તથા તેઓ સિંધથી આવ્યા છે.[૧] ઘણા શિલાલેખો તથા ઐતિહાસિક લખાણો ચુડાસમા જેમકે "માંડલિક નૃપ ચરિત" [૨] ઉપરાંત ગિરનાર ના નેમિનાથ મંદિર નો ઇસ.૧૪૫૪ ના સમયનો શિલાલેખ પરથી જાણવામાં આવે છે કે ચુડાસમા રાજપૂત કુળના છે[૩]

ઇતિહાસ

તેઓ કાઠિયાવાડમાં ચાવડા પછી ઘણું કરીને સાતમાં કે આઠમા સૈકાની લગભગ સિંધથી ઊતરી આવ્યા મનાય છે. ચૂડચંદ્ર નામના મુખી સાથે તેઓ આવેલા તે ઉપરથી ચુડાસમા કહેવાયા એમ મનાય છે. તેઓની પહેલી રાજધાની વંથલી કે વનસ્થળી કે વામનસ્થલી હતી. ત્યારપછી જુનાગઢ થઇ. તેમની સત્તા ૧૪૭૧માં નાશ પામી. કાઠીયાવાડમાં "ચુડાસમા" રાજની શરૂઆત ઈ.સ. ૮૭૫માં વનસ્થલી કે વામનસ્થલી (આજનુ વંથલી) ના વલ્લભી(વળા) રાજની પડતીથી થઈ. વાલારામ ચાવડાને કોઈ વારસદાર નહોતો, તેથી તેના "સમા" વંશના ભાણેજ "ચુડા" ને ખોળે બેસાડ્યો. જે પરથી "ચુડા-સમા" નામ ધારણ કર્યું અને વંથલીની આજુબાજુ લગભગ ૬૦૦ વર્ષ રાજ કર્યું.

સરવૈયા, રાયજાદા, રણા અને બીજા કેટલાક એ જાતની શાખા હોવાનું કહેવાય છે.[૪]

રાજાઓ

રાજા ચંદ્રચુડે ચુડા અને પિતાનું નામ સમા જોડીને ચુડાસમા શાખા ચાલુ કરી હોય હોય તેવું અનુમાન છે. ચંદ્રચૂડ (૮૭૫-૯૦૭) નાં મૂળરાજ, મૂળરાજ (૯૦૭-૯૧૫) ના પુત્ર વિશ્વવરાહ હતા. ચુડાસમા રાજવંશ ઈતિહાસમાં મહારાજા વિશ્વવરાહ (૯૧૫-૯૪૦) એક મહાન રાજા હતા, તેમનાં નામ પાછળ આવતા શબ્દ વરાહ અને પછીના જુનાગઢ બધા રાજવીઓ એ રાહ શબ્દ લગાડવાની શરૂઆત કરી. આમ જૂનાગઢ ના રાજાઓ એ રા શીર્ષક ધારણ કર્યું. વિશ્વવરાહ પછી રા' ગ્રહરિપુ (૯૪૦-૯૮૨) ગાદીએ આવ્યો. ત્યાર બાદ રા' કંવાટ (૯૮૨-૧૦૦૩), રા' દિયાસ (૧૦૦૩-૧૦૧૦), સોલંકી શાસન (૧૦૧૦-૧૦૨૫), રા' નવઘણ પ્રથમ (ઈ.સ. ૧૦૨૫-૧૦૪૪), રા' ખેંગાર પ્રથમ (૧૦૪૪-૧૦૬૭), રા' નવઘણ દ્વિતીય (૧૦૬૭-૧૦૯૮), રા' ખેંગાર દ્વિતીય (૧૦૯૮-૧૧૧૪), સોલંકી શાસન (ઈ.સ. ૧૧૧૪-૧૧૨૫), રા' નવઘણ તૃતીય (૧૧૨૫-૧૧૪૦)[૫] , રા' કંવાટ દ્વિતીય (૧૧૪૦-૧૧૫૨), રા' જયસિંહ (૧૧૫૨-૧૧૮૦), રા' રાયસિંહ (૧૧૮૦-૧૧૮૪), રા' મહિપાલ ( ૧૧૮૪-૧૨૦૧), રા' જયમલ્લ (૧૨૦૧-૧૨૩૦), રા' જયસિંહ (૧૨૩૦-૧૨૫૩), રા' ખેંગાર તૃતીય (૧૨૫૩-૧૨૬૦), રા' માંડલીક (૧૨૬૦-૧૩૦૬), રા' નવઘણ ચતુર્થ (૧૩૦૬-૧૩૦૮), રા' મહિપાલ તૃતીય (૧૩૦૮-૧૩૨૫), રા' ખેંગાર ચતુર્થ (૧૩૨૫-૧૩૫૧), રા' જયસિંહ દ્વિતીય (૧૩૫૧-૧૩૭૩), રા' મહિપાલ ચતુર્થ (૧૩૭૩), રા' મુક્તસિંહજી/ રા'મોકળસિંહજી (૧૩૭૩-૧૩૯૭), રા' માંડલીક દ્વિતીય (૧૩૯૭-૧૪૦૦), રા' મેલિંગદેવ (૧૪૦૦-૧૪૧૫), રા' જયસિંહજી તૃતીય (૧૪૧૫-૧૪૪૦), રા' મહિપાલ પંચમ (૧૪૪૦-૧૪૫૧) ગાદીએ આવ્યા. રા' માંડલિક તૃતીય (૧૪૫૧-૧૪૭૩) ચુડાસમા વંશનો છેલ્લો રાજા હતો. રા' માંડલીક તૃતીયના પરાજય બાદ તેમના પુત્ર ભુપતસિંહજીને મહમદ બેગડા એ જુનાગઢના સામંત તરીકે ગાદીએ સ્થાપ્યા, ત્યારથી તેમના વંશજો "રાયજાદા" કહેવાયા.

રા' ગ્રહરિપુ

રા' ગ્રહરિપુ (ઈ.સ. ૯૪૦-૯૮૨) વિશ્વરાહનો અનુગામી ચુડાસમા રાજા હતો.

રા' કંવાટ

રા' કંવાટ (ઈ.સ. ૯૮૨-૧૦૦૩) રા' ગ્રહરિપુનો પુત્ર હતો.

રા' દિયાસ

રા' દિયાસ (ઈ.સ. ૧૦૦૩-૧૦૧૦) રા' કંવાટનો પુત્ર હતો. તે વંથલીની ગાદી પર ઇ.સ. ૧૦૦૩માં આવ્યો હતો.

રા' નવઘણ પ્રથમ

રા' નવઘણ પ્રથમ (ઈ.સ. ૧૦૨૫-૧૦૪૪) રા' દિયાસનો પુત્ર હતો.

રા' નવઘણ દ્વિતીય

રા' નવઘણ દ્વિતીય (ઈ.સ. ૧૦૬૭-૧૦૯૪) ચુડાસમા રાજા હતો. એ પોતાના ચાર પુત્રો પૈકી રાયધણજીને ભડલી (તા. બોટાદ)ની જાગીર આપી રાયધણજીએ પોતાની ચુડાસમા શાખા ચાલુ રાખી. બીજા પુત્ર છત્રસાલજીને સરવાનો ગરાસ મળ્યો હતો. તેમના વંશનો સરવા પરથી સરવૈયા કહેવાય છે. ત્રીજા પુત્ર દેવઘણજી (અથવા સવઘણજી) વંશજો ચુડસમા (લાઠીયા) કહેવાયા છે. જ્યારે સૌથી નાનો પુત્ર રા' ખેંગાર જુનાગઢની ગાદીએ બેઠો, તેથી તેમના વંશજો રા'જાદા કે રાયજાદા (રા' ના પુત્ર) તરીકે ઓળખાય છે. ભડલીના રાયઘણજીના વંશમાં રાયસળજી થયા તે પહેલા જુનાગઢના કરમજી (કર્મસિંહજી) ને ભાલના રોજકાનો ગરાસ મળ્યો હતો, તેમને ધંધુકાના મેર સાથે સંઘર્ષ થતા રાયસળજી તેમની મદદે આવ્યા ધંધુકા જીત્યું અને ગોરાસુ ગાદી સ્થાપી.

રા' ખેંગાર દ્વિતિય

રા' ખેંગાર દ્વિતિય (ઈ.સ. ૧૦૯૮-૧૧૨૫) રા' નવઘણનો પુત્ર હતો.

રા' માંડલિક તૃતીય

રા'માંડલિક તૃતીય (ઈ.સ. ૧૪૫૧-૧૪૭૩) ચુડાસમા વંશનો છેલ્લો રાજા હતો. તેને ઇસ ૧૪૭૧ બાદ બળજબરીથી હિંદુ ધર્મ તજીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવા પ્રયાસ કરવામાં આવ્યો[સંદર્ભ આપો] અને અમદાવાદનો બાદશાહ મહમદ બેગડો તેને સાથે લઈ ગયો. ઇસ્લામ ન સ્વીકારવા બદલ ક્રૂર ત્રાસ અપાયો ને ત્યાં એ મરણ પામ્યો.[૬][૭] અમદાવાદમાં કંદોઈપોળમાં છે તેની કબર છે એમ કહેવાય છે. જોકે તે શંકાસ્પદ છે કારણ કે રા' માંડલીકનો પાળિયો બગસરા ગામ પાસે સાતલ્લી નદી પાસે મોજુદ છે માટે રા' માંડલીકે ઇસ્લામ સ્વીકાર્યો તે પણ શંકાસ્પદ છે. પરાક્રમી રાજા રા' માંડલિક ઉપર જૂનાગઢમાં માંડલિક મહાકાવ્યની રચના કવિ ગંગાધર દ્વારા ઈ.સ.૧૪૫૦ અથવા એ પહેલા કરવામાં આવી હતી. માંડલિક મહાકાવ્ય મુજબ રા' માંડલિક શાસ્ત્ર તેમજ શસ્ત્રમાં કુશળ હતા. તે દાન આપવામાં કર્ણભોજ તેમજ વિક્રમ કરતા પણ શ્રેષ્ઠ હતો. [સંદર્ભ આપો]

ગામોની યાદી

 • સરવૈયાના ગામો (વાળાકનાં ગામો) :
  • હાથસણી, દેદરડા, દેપલા, કંજરડા, રાણપરડા, રાણીગામ, કાત્રોડી, ઝડકલા, જેસર, પા, ચિરોડા, સનાળા, રાજપરા, અયાવેજ, ચોક, રોહીશાળા, સાતપડા, કામરોળ જુની-નવી, સાંગાણાજુનુ-નવુ , છાપરી જુની-નવી, રોઝિયા,દાઠા, વાલર, ધાણા, વાટલિયા, સાંખડાસર, પસવી, નાના, મલકીયા, શેઢાવદર, માંડવા, લોણકોટડા, રામોદ, ભોપલકા, ખાંભા.
 • સરવૈયાના ગામો (કેશવાળા ભાયાત):
 • સરવૈયાના છુટાછવાયા ગામો:
  • નાના માડવાં, લોનકોટડા,રામોદ, ભોપલકા, ખાંભા (શિહોર પાસે)
 • ચુુુુડાસમા (ખોરાસીયા) માાંગરોળ તાલુકાના ગામો:
  • માંગરોળ, રહિજ, મકતુપુર, લોએજ, રૂદલપુર, મેણેજ, ગોરેજ, આરેણા, ખોળાદા, ઢેલાણા
 • ચુડાસમા (મોજીસરા, મેપાવત, બારહિયા) ઉપલેટાના ગામો:
  • કુડલા, નવાપરા, ખાખીજાળીયા, ગઢાળા, કેરાળા, સેવંત્રા, નાનીવાવડી, મોટીવાવડી, ઝાંઝમેર, ભાયાવદર, કોલકી.
 • ચુડાસમા (લાઠીયા):
  • લાઠ, ભિમોર, નીલાખા, મજીઠી, તલગાણા, કુઢેચ, નિલાખા, કલાણા, ચરેલ, ચિત્રાવડ, બરડીયા.
 • ચુડાસમા (ગઠેચા) જામ કંડોરણા:
  • ચરેલ, ચિત્રાવડ, બરડીયા, ચાવડી
 • ચુડાસમા (ભાલનાં ગામો):

સંદર્ભ

 1. Ranchodji Amarji, Divan of Junagadh; Burgess, James (1882). Târikh-i-Soraṭh, a history of the provinces of Soraṭh and Hâlâr in Kâthiâwâd. Harvard University. Bombay, Educ. Soc. Press, & Thacker. પૃષ્ઠ 101.
 2. Kapadia, Aparna (2018-05-16). Gujarat: The Long Fifteenth Century and the Making of a Region (અંગ્રેજીમાં). Cambridge University Press. પૃષ્ઠ 80–81. ISBN 978-1-107-15331-8.
 3. Diskalkar D.b. (1941). Inscriptions Of Kathiawad. પૃષ્ઠ 116–117.
 4. "ચૂડાસમા - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon". મેળવેલ ૧૨ માર્ચ ૨૦૧૬.
 5. Gazetteer of the Bombay Presidency, Volume 8. પૃષ્ઠ 494. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૬.
 6. "Gujarat, Malwa and Khandesh". The Cambridge Shorter History of India. Cambridge: Cambridge University Press. ૧૯૩૪. પૃષ્ઠ ૩૦૭-૩૦૮. મેળવેલ ૨૧ મે ૨૦૧૨.
 7. Gupta, R. K.; Bakshi, S. R., સંપાદકો (૨૦૦૮). Studies In Indian History: Rajasthan Through The Ages: Marwar and British Administration. 5. New Delhi: Sarup & Sons. પૃષ્ઠ ૨૨-૨૩. ISBN 9788176258418. મેળવેલ ૨૧ મે ૨૦૧૨.

બાહ્ય કડીઓ