રાજદીપ સરદેસાઈ

ભારતીય પત્રકાર અને સમાચાર ઉદ્‌ઘોષક

રાજદીપ સરદેસાઈ (જન્મ: ૨૬ મે ૧૯૬૫) એ ભારતીય સમાચાર ઉદ્‌ઘોષક અને લેખક છે.[]તેઓ ઈન્ડિયા ટૂડે જૂથના સલાહકાર સંપાદક છે અને ઈન્ડિયા ટૂડે ટેલીવિઝનના સંચાલક પણ છે.[][]તેઓ CNN-News18, IBN7 અને IBN-લોકમતના પૂર્વ મુખ્ય સંપાદક રહી ચુક્યા છે. તેમણે જુલાઈ ૨૦૧૪માં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

રાજદીપ સરદેસાઈ
સરદેસાઈ વર્ષ ૨૦૧૦માં
જન્મની વિગત
રાજદીપ દિલીપ સરદેસાઈ

(1965-05-24) 24 May 1965 (ઉંમર 59)
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણસેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈ
યુનિવર્સિટી કોલેજ, ઓક્સફોર્ડ
વ્યવસાયપૂર્વ સમાચાર ઉદઘોષક અને IBN18 નેટવર્કના મુખ્ય સંપાદક
ઈન્ડિયા ટૂડે ટેલિવિઝનના સલાહકાર સંપાદક (૨૦૧૪–વર્તમાન)[]
સક્રિય વર્ષો૧૯૮૮–વર્તમાન
નોંધપાત્ર કાર્યો
ઈન્ડિયા ઍટ નાઈન
જીવનસાથીસાગરિકા ઘોષ
સંતાનો૨ (પુત્ર ઈશાન અને પુત્રી તારિણી)
માતા-પિતા
  • દિલીપ સરદેસાઈ (પિતા)

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓના પિતા ગોવાના વતની હતા તથા માતા ગુજરાતી હતા.[]તેમના પિતા દિલીપ સરદેસાઈ પૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટર હતા તથા તેમની માતા નંદિની મુંબઈમાં એક કાર્યકર્તા તથા સેંટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈના સમાજશાસ્ત્ર વિભાગના પૂર્વ પ્રમુખ હતા.[]તેમણે તેમનું માધ્યમિક શિક્ષણ કેમ્પિયન સ્કૂલ, મુંબઈમાંથી મેળવ્યું. વધુ અભ્યાસ કેથેડ્રલ ઍન્ડ જોન કોનન સ્કૂલ, મુંબઈ ખાતે કર્યો. તથા સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ તેઓએ યુનિવર્સિટી કોલેજ, ઓક્સફોર્ડમાંથી કલાના વિષયમાં સ્નાતક તેમજ અનુસ્નાતક અને નાગરિક કાનૂન (સિવિલ લૉ) વિષયમાં સ્નાતકની પદવી મેળવી.[]

ઓક્સફોર્ડમાં તેમણે પ્રથમ કક્ષાની ૬(છ) ક્રિકેટ મેચમાં ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય તરફથી ભાગ લીધો. ૧૯૮૭માં પાકિસ્તાની ક્રિકેટ ટીમના ઈંગ્લેંડ પ્રવાસ સમયે પણ એક મેચમાં તેમણે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયની સંયુક્ત ટીમ તરફથી ભાગ લીધો હતો.[]તેમના આ પ્રદાન બદલ ઓક્સફોર્ડ દ્વારા ક્રિકેટ બ્લ્યુ (યુનિવર્સિટી રમતગમત વિભાગ દ્વારા અપાતું એક સન્માન) તરીકે સન્માનિત કરાયા હતા.[]

કારકિર્દી

ફેરફાર કરો

ઓક્ટોબર ૧૯૮૮માં તેઓએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની મુંબઈ આવૃત્તિના સંપાદક તરીકે જોડાઈને પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. ટાઈમ્સ જૂથ સાથે તેઓ ૬ વર્ષ સુધી સંકળાયેલા રહ્યાં.[]૧૯૯૪માં NDTVના રાજનૈતિક પત્રકાર તરીકે દિલ્હીથી ટેલિવિઝન પત્રકારિતાનો પ્રારંભ કર્યો. તેઓ NDTV 24X7 અને NDTV ઈન્ડિયાના પ્રબંધ સંપાદક તરીકે બંને ચેનલ્સની સમાચાર નિતીઓની સમીક્ષાની જવાબદારી સંભાળતા હતા.

તેમણે ૧૭ એપ્રિલ ૨૦૦૫માં NDTVમાંથી પદત્યાગ કર્યો[૧૦]અને અમેરિકન દિગ્ગજ કંપની CNN અને રાઘવ બહલની TV18 સાથે મળીને પોતાની કંપની ગ્લોબલ બ્રોડકાસ્ટ ન્યુઝ(GBN)ની સ્થાપના કરી.[]ત્યારબાદ તેમણે CNBC-TV18(અંગ્રેજી), હિંદી દર્શકો માટે CNBC આવાઝ તેમજ એક આંતરરાષ્ટ્રીય ચેનલ SAWના ભારતીય સંસ્કરણ (અંગ્રેજી) CNN-IBNનું પ્રસારણ શરૂ કર્યું. ૧૭ ડિસેમ્બર ૨૦૦૫ના દિવસે શરૂ થયેલી આ આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલના મુખ્ય સંપાદક રાજદીપ સરદેસાઈ જ હતા. Channel 7ના ૪૬% શેર મેળવ્યા બાદ તેને પણ IBN7 નામે ગ્લોબલ બ્રોડકાસ્ટ ન્યુઝ (GBN)માં ભેળવી દેવાઈ.

૨૯મે ૨૦૧૪ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. દ્વારા નેટવર્ક 18 મિડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિ. (CNN-IBN, IBN7 અને CNBC-TV18)ને હસ્તગત કરવાની ઘોષણા કરવામાં આવી.[૧૧]રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ૪૦ billion (US$૫૨૦ million)ના આર્થિક અનુદાનથી તેનું અધિગ્રહણ કરવામાં આવ્યું.[૧૨]બાદમાં ૧ જુલાઈ ૨૦૧૪ના રોજ રાજદીપ સરદેસાઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા નેટવર્ક 18 જૂથમાંથી સામૂહિક રાજીનામું આપવામાં આવ્યું.[૧૩]

અંગત જીવન

ફેરફાર કરો

તેમણે પત્રકાર અને લેખિકા સાગરિકા ઘોષ સાથે લગ્ન કર્યા છે.[૧૪] રાજદીપ અને સાગરિકાના પરિવારમાં બે સંતાન, પુત્ર ઈશાન અને પુત્રી તારિણી છે.[૧૫]

પુરસ્કાર

ફેરફાર કરો
  • ૨૦૦૮માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.[૧૬]
  • ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા ગોધરા હત્યાકાંડ બાદના કોમી તોફાનોના કવરેજ બદલ ઈન્ટરનેશનલ બ્રોડકાસ્ટ એવૉર્ડ તથા પત્રકારિતામાં ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ ૨૦૦૬માં રામનાથ ગોએન્કા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.[૧૭]
 
રાજદીપ સરદેસાઈ (કેન્દ્રમાં), તેમના પુસ્તક ન્યુઝમેનના વિમોચન પ્રસંગે તીન મૂર્તિ ભવન ખાતે. (ડાબેથી) કાકોલી ઘોષ દસ્તીદાર, યોગેન્દ્ર યાદવ, ગૌરવ ભાટિયા, નરેશ ગુજરાલ, સચિન પાયલોટ અને અસાદુદ્દીન ઔવેસી.
  • ન્યુઝમેન: ટ્રેકિંગ ઈન્ડિયા ઇન ધ મોદી એરા, પ્રકાશક: રૂપા પબ્લિકેશન, ૬ ઓગષ્ટ ૨૦૧૮
  • ૨૦૧૪: ધ ઇલેક્શન ધેટ ચેન્જડ ઈન્ડિયા.[૧૮](૧ નવેમ્બર ૨૦૧૪ના રોજ પ્રકાશિત.)
  • ડેમોક્રસી ઈલેવન. પ્રકાશક Juggernaut Books[૧૯]
  • ધ ટ્રુથ હર્ટ: ગુજરાત ઍન્ડ ધ રોલ ઓફ મિડિયા પ્રકરણનું સિદ્ધાર્થ વરદરાજન સાથે સહ-લેખન. પુસ્તક: ગુજરાત-ધ મેકિંગ ઓફ ટ્રેજેડી. પેંગ્યુઇન પ્રકાશન. (ISBN 978-0143029014) આ પુસ્તક ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા ગોધરા હત્યાકાંડ પર આધારિત છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Rajdeep Sardesai". Moneycontrol.com.
  2. Mishra, Ashish K. (4 July 2014). "Rajdeep Sardesai, Sagarika Ghose quit Network18".
  3. "The world according to".
  4. ૪.૦ ૪.૧ Vincent, Pheroze L. (12 September 2014). "Rajdeep Sardesai to join TV Today" – The Hindu વડે.
  5. "Rajdeep Sardesai joins India Today Group as Consulting Editor".
  6. Cached version of Indus View 2.1 (January 2006) The degree of Bachelor of Laws (LLB) is not awarded by Oxford University and here is a mistake for Bachelor of Civil Law (BCL), a postgraduate degree in law. All Bachelors of Arts and of Fine Art upon commencing their twenty-first term from matriculation may supplicate for the degree of Master of Arts Rajdeep Gupta
  7. "Rajdeep Sardesai". www.cricketarchive.com. મેળવેલ 21 April 2013.
  8. Pratihary, Anupam (8 December 2017). "Q&A: Dhoni is the hero of my 'Democracy's XI' - Rajdeep Sardesai". Reuters (અંગ્રેજીમાં). મૂળ માંથી 23 મે 2018 પર સંગ્રહિત. મેળવેલ 23 May 2018.
  9. "'A new dawn in Indian cricket': Remembering Sachin Tendulkar's iconic Ranji Trophy debut".
  10. Why Rajdeep Sardesai quit NDTV
  11. "NETWORK 18". મૂળ માંથી 2018-08-16 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-16.
  12. "RIL to acquire control of Network 18, Rajdeep may go". 29 May 2014. મૂળ માંથી 29 મે 2014 પર સંગ્રહિત. મેળવેલ 16 ઑક્ટોબર 2019. Check date values in: |access-date= (મદદ)
  13. "Full text: Rajdeep Sardesai's farewell letter to IBN network - Firstpost". 4 July 2014.
  14. Chowdhry, Seema (8 February 2013). "Airing both sides". Mint. મેળવેલ 23 May 2018.
  15. "The referee in town". The Hindu. 10 June 2004. મૂળ માંથી 21 નવેમ્બર 2004 પર સંગ્રહિત. મેળવેલ 16 ઑક્ટોબર 2019. Check date values in: |access-date= (મદદ)
  16. "CNN-IBNs Rajdeep Sardesai awarded Padma Shri".
  17. Award Winners સંગ્રહિત ૨૮ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ વેબેક મશિન
  18. Sardesai, Rajdeep (1 November 2014). "The Election That Changed India 2014". Viking – Amazon વડે.
  19. "MS Dhoni: Indian cricket's first mega-brand".

બાહ્ય કડીઓ

ફેરફાર કરો