રાજમહેલ ભારતના ગુજરાતના મહેસાણામાં આવેલો એક મહેલ છે. બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા ૧૯૦૪માં બંધાવાયેલ આ મહેલ પહેલાં સરકારી કચેરી તરીકે વપરાતો હતો અને ત્યારપછી ૨૦૧૭ સુધી જિલ્લા અદાલત તરીકે ઉપયોગમાં લેવાતો હતો. તેમાં ત્રણ માળ અને કુલ ૧૩૦ ઓરડા છે.

રાજમહેલ
નકશો
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીઇન્ડો-સારાસેનિક સ્થાપત્ય
સરનામુંજૂના બસ સ્ટોપ પાસે, રાજમહેલ રોડ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°36′29″N 72°23′36″E / 23.608141°N 72.39343°E / 23.608141; 72.39343
પૂર્ણ૧૯૦૪
ખર્ચ૪,૪૩,૫૩૨ (US$૫,૮૦૦)
અસીલસયાજીરાવ ગાયકવાડ ત્રીજો
માલિકગાયકવાડ કુટુંબ
તકનિકી માહિતી
માળની સંખ્યા3
માળ વિસ્તાર30,322.64 square feet (2,817.065 m2)
રચના અને બાંધકામ
સ્થપતિફ્રેડરિક વિલિયમ સ્ટીવેન્સ
અન્ય માહિતી
ઓરડાઓની સંખ્યા૧૩૦

ગાયકવાડે વડોદરા પર વિજય મેળવ્યો અને ૧૭૨૧માં બરોડા રાજ્યની સ્થાપના કરી. તેઓએ ઉત્તર ગુજરાતમાં તેમના શાસનનો વિસ્તાર કર્યો અને પાટણને તેના વહીવટી મુખ્યમથક તરીકે સ્થાપિત કર્યું. પાછળથી કડીને મુખ્યમથક બનાવવામાં આવ્યું. ૧૮૮૭માં મહેસાણાને ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે દ્વારા જોડવામાં આવતા મુખ્યમથક મહેસાણા ખસેડવામાં આવ્યું.[]

૧૮૯૯-૧૯૦૦ના દુષ્કાળ (છપ્પનિયા દુકાળ) દરમિયાન જાહેર રાહતકાર્ય તરીકે, સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ૧૯૦૪ (વિક્રમ સંવત ૧૯૫૬)માં ૪,૪૩,૫૩૨ (US$૫,૮૦૦)ના ખર્ચે રાજમહેલ બનાવડાવ્યો. તેની સ્થાપત્યરચના અંગ્રેજ સ્થપતિ ફ્રેડરિક વિલિયમ સ્ટીવેન્સ દ્વારા કરવામાં આવી હતી.[] તેમના પુત્ર ફતેહસિંહરાવ ગાયકવાડના વપરાશ ઇરાદે મહેલનું નિર્માણ થયું હતું; પરંતુ ટૂંક સમયમાં ફતેહસિંહરાવનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ મહેલને નગરપાલિકાના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.[] ૧૯૬૦માં નવા બનેલા મહેસાણા જિલ્લાના મુખ્યમથક તરીકે આ ઈમારતની પસંદગી કરવામાં આવી, તે સમયે સરકાર દ્વારા આ મહેલને કલેક્ટર કચેરી તરીકે વાપરવા ભાડે લેવામાં આવ્યો હતો. બાદમાં તેનો ઉપયોગ વર્ષ ૨૦૧૭ સુધી જિલ્લા અદાલત તરીકે થતો હતો.[][][] આ મહેલ ત્યારથી ઉપયોગમાં નથી અને ગાયકવાડ પરિવાર તેનો કબજો મેળાવવા માટે અદાલતમાં કાર્યવાહી ચલાવી રહ્યો છે. તેને હેરિટેજ હોટલ તેમજ સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવાની તેમની દરખાસ્ત છે.[]

સ્થાપત્ય

ફેરફાર કરો

આ મહેલ 30,322.64 square feet (2,817.065 m2) માં ફેલાયેલો છે. તેમાં ત્રણ માળ અને કુલ ૧૩૦ ઓરડા છે. ભોંયતળિયે ૭૦ ઓરડા, પહેલા માળે ૫૫ ઓરડા અને બીજે માળે પાંચ ઓરડા છે. આ મહેલને ડુંગળીના આકારનો એક વિશાળ ગુંબજ અને તેવા જ આકારના આઠ નાના ગુંબજ અને એ ઉપરાંત પિરામિડ આકારના આઠ નાના ગુંબજ છે.[]

મહેલની સામેના ખુલ્લા ચોકમાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્રતિમા છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ Sergeant, Philip W. (1928). The Ruler of Baroda: An Account of the Life and Work of the Maharaja Gaekwar. Albemarle Street, London: John Murray. પૃષ્ઠ 226–229.
  2. Aklekar, Rajendra B. (2017-04-22). "A Sentimental Visit to Mumbai to See Her Great Grandfather's Magnificent Buildings". The Wire (અંગ્રેજીમાં). મેળવેલ 2020-11-06. court houses at Mehsana for the Gaekwads of Baroda.
  3. ૩.૦ ૩.૧ "હેરિટેજ ટુરિઝમ: સરકારની હેરિટેજ પૉલિસીની જાહેરાત, મહેસાણાના ઐતિહાસિક રાજમહેલને મ્યુઝિયમ બનાવવાની રજૂઆત રાજ્યકક્ષાએ પેન્ડિંગ". Divya Bhaskar. 2020-09-17. મેળવેલ 2020-11-06.
  4. "Mehsana Nagarpalika, Mehsana". Mehsana Nagarpalika. મૂળ માંથી 4 November 2016 પર સંગ્રહિત. મેળવેલ 1 February 2017.
  5. S. B. Rajyagor, સંપાદક (1975). Gujarat State Gazetteers: Mehsana District. Gujarat State Gazetteers. 5. Directorate of Government Print., Stationery and Publications, Government of Gujarat. પૃષ્ઠ 805. મૂળ માંથી 2017-02-16 પર સંગ્રહિત.
  6. ૬.૦ ૬.૧ "સયાજીરાવ ગાયકવાડના પ્રપૌત્રે મહેસાણાના રાજમહેલની મુલાકાત લીધી". NavGujarat Samay. 2018-06-05. મેળવેલ 2020-11-06.[હંમેશ માટે મૃત કડી] સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ ":2" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે