હવાલદાર રાજેશ કુમારભારતીય ભૂમિસેનાની ૧૧મી પલટણ રાજપૂતાના રાઇફલ્સના સૈનિક હતા.[૧] ઓગષ્ટ ૧, ૨૦૦૯ ના રોજ તેઓ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા ખાતે શોધ અને નાશ અભિયાન દરમિયાન ઘાતક ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન તેમણે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા અને તેમના સાથીઓના જીવ બચાવ્યા. પરંતુ આમ કરતાં તેઓ ઘાયલ થયા. અંતે તેઓ શહીદ થયા. તેમને આ કાર્યવાહી માટે ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો.

હવાલદાર
રાજેશ કુમાર
AC
જન્મલઠ, સોનિપત જિલ્લો, હરિયાણા, ભારત
મૃત્યુ૧ ઓગસ્ટ ૨૦૦૯
કુપવાડા, જમ્મુ અને કાશ્મીર, ભારત
દેશ/જોડાણ ભારત
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
હોદ્દો હવાલદાર
સેવા ક્રમાંક2890262H
દળ૧૧મી રાજપૂતાના રાઇફલ્સ
પુરસ્કારો અશોક ચક્ર
પત્નિબીતા

રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલ પ્રશસ્તિ પત્ર આ મુજબનું લખાણ ધરાવે છે: હવાલદાર રાજેશ કુમારે અપ્રતીમ સાહસ, બલિદાનની ભાવના દર્શાવતાં આતંકવાદીઓ સામે લડ્યા.

રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટિલે ૨૬ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ નવી દિલ્હીમાં હવાલદાર રાજેશ કુમાર (મરણોપરાંત)ની વિધવા શ્રીમતી બીતાને સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કર્યો હતો.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Ashok Chakra for Havildar Rajesh Kumar". The Hindu.