અશોક ચક્ર (પુરસ્કાર)
અશોક ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો સૌથી ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન પરમવીર ચક્ર પુરસ્કાર જેટલો જ ઊચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.
સૌ પ્રથમવાર ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં નાયક નર બહાદુર થાપાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી, જે આજદિન સુધી ચાલુ રહી છે.
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- અશોક ચક્ર (પુરસ્કાર) ભારતીય સેનાની વેબસાઇટ પર
- ભારતીય સેના : અશોક ચક્ર વિશે જાળપૃષ્ઠ સંગ્રહિત ૨૦૦૪-૧૨-૨૪ ના રોજ વેબેક મશિન
- ભારતીય વાયુ સેના : અશોક ચક્ર પુરસ્કારો[હંમેશ માટે મૃત કડી]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |