મેજર રાજેશ સિંઘ અધિકારી, એમવીસી (૨૫ ડિસેમ્બર ૧૯૭૦-૩૦ મે ૧૯૯૯) એ કારગિલ યુદ્ધમાં શહીદ થનાર ભારતીય ભૂમિસેનાના અધિકારી હતા. તેમને લડાઈ દરમિયાન વીરતા દર્શાવવા માટે મહાવીર ચક્ર (પુરસ્કાર) મૃત્યુપર્યંત એનાયત કરાયું હતું.

મેજર
રાજેશ સિંઘ અધિકારી

એમવીસી
ચિત્ર:Rajesh Singh Adhikari.jpg
જન્મ(1970-12-25)25 December 1970
નૈનીતાલ, ઉત્તર પ્રદેશ (હાલ ઉત્તરાખંડ), ભારત
મૃત્યુ૩૦ મે ૧૯૯૯ (આયુ ૨૮ વર્ષ)
તોલોલિંગ, કારગિલ, જમ્મુ અને કાશ્મીર, ભારત
દેશ/જોડાણભારત ભારત
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૯૩-૧૯૯૯
હોદ્દો મેજર
દળ૧૮મી પલટણ, ગ્રેનેડિયર્સ
યુદ્ધોકારગિલ યુદ્ધ
ઓપરેશન વિજય
પુરસ્કારો મહાવીર ચક્ર

શરુઆતનું જીવન ફેરફાર કરો

અધિકારીનો ઉછેર ઉત્તર ભારતના પર્યટન સ્થળ નૈનિતાલ ખાતે થયો હતો. તેમણે શાળાકીય અભ્યાશ ૧૯૮૭માં સેંટ સ્ટીફન્સ કૉલેજ ખાતેથી પ્રાપ્ત કર્યો હતો અને વિજ્ઞાન વિષયમાં સ્નાતકની પદવી ૧૯૯૨માં કુમાઉં વિશ્વવિદ્યાલય ખાતેથી મેળવી હતી.

કારકિર્દી ફેરફાર કરો

તેમણે સૈન્ય તાલીમ ભારતીય સૈન્ય અકાદમિ, દહેરાદુન ખાતેથી પ્રાપ્ત કરી. તેઓ ૧૧ ડિસેમ્બર ૧૯૯૩ના રોજ ભારતીય ભૂમિસેનામાં અધિકારી તરીકે નિયુક્ત થયા. તેમને ૨જી પલટણ, યાંત્રિક પાયદળ રેજિમેન્ટમાં ફરજ પર મુકાયા હતા. કારગિલ યુદ્ધ સમયે તેમને ૧૮મી પલટણ ધ ગ્રેનેડિયર્સમાં નિયુક્ત કરાયા હતા.[૧]

યુદ્ધ દરમિયાન ફેરફાર કરો

પાકિસ્તાની સેનાની મદદ વડે ઘૂસણખોરો ભારતના જમ્મુ અને કાશ્મીરના કારગિલ વિસ્તારમાં આવી જતાં તે વિસ્તારમાં યુદ્ધ ફાટી નીકળ્યું. ભારતીય ભૂમિસેનાને તે ઘૂસણખોરોને મારી હટાવવા આદેશ મળ્યો. મેજર અધિકારી તેમની પલટણ સાથે દ્રાસ વિસ્તારમાં નિયુક્ત હતા. તેઓ તોલોલિંગની લડાઈ દરમિયાન શહીદ થયા.

૩૦ મે ૧૯૯૯ના રોજ ૧૮મી ગ્રેનેડિયર્સને તોલોલિંગ પહાડ કબ્જે કરવા આદેશ અપાયો, મેજર અધિકારીની ટુકડીને કાર્યવાહીની શરુઆતમાં પાકિસ્તાનની આગળ પડતી કિલ્લેબંધી ધરાવતી ચોકીઓ પર કબ્જો મેળવી અને બાકીની પલટણ માટે પહાડ કબ્જે કરવા રસ્તો ખોલવા આદેશ મળ્યો. આ બરફાચ્છાદિત સ્થળ ૧૫,૦૦૦ ફીટની ઉંચાઈ પર હતું. મેજર અધિકારી તેમની ટુકડીનું નેતૃત્વ આગળ રહી અને કરી રહ્યા હતા. તેમના પર લક્ષ્યાંક તરફ આગળ વધતાં બે પાકિસ્તાની બંકરોમાંથી મશીનગન વડે ગોળીબાર થયો. તુરંત જ તેમણે રોકેટ પ્રક્ષેપાત્રની ટુકડીને એક બંકર પર ગોળો દાગવા આદેશ આપ્યો અને તેઓ બીજા બંકર તરફ ધસ્યા. તેમણે બંકરમાં પ્રવેશી અને બે પાકિસ્તાની સૈનિકોને આમનેસામનેની લડાઈમાં ઠાર માર્યા.[૨]

ત્યારબાદ તેમણે પોતાની મધ્યમ મશીન ગન ટુકડીને એક ખડક પાછળ ગોઠવી અને દુશ્મન પર ગોળીબાર કરવા આદેશ કર્યો. બાકીની ટુકડીને લઈ અને તેઓ આગળ વધ્યા. તે દરમિયાન તેમને ગોળી વાગતાં ઇજાગ્રસ્ત થયા અને તબીબી સારવાર માટે પાછળ  હટવા નકાર ભણી તેમણે નેતૃત્વ સંભાળી રાખ્યું. તેમણે વધુ એક પાકિસ્તાની બંકર તરફ ધસી અને એક દુશ્મન સૈનિકને ઠાર માર્યો અને તે વિસ્તારના તમામ દુશ્મન ઠેકાણાઓ પર કબ્જો મેળવ્યો. આમ, થવાથી બાકીની પલટણને પોઇન્ટ ૪૫૯૦ કબ્જે કરવામાં સહાય થઈ. પરંતુ, આ દરમિયાન તેઓ ઇજાઓને કારણે શહીદ થયા.

મહાવીર ચક્ર પ્રશસ્તિપત્ર ફેરફાર કરો

મહાવીર ચક્રનું પ્રશસ્તિપત્ર આ મુજબ છે:

રાજપત્ર જાહેરનામું: ૧૭/પ્રેસ/૨૦૦૦, ૧૫ ઓગષ્ટ ૧૯૯૯


ઓપરેશન વિજય - કારગિલ

પુરસ્કારની તારીખ: ૧૯૯૯

૩૦ મે ૧૯૯૯ના રોજ ૧૮મી ગ્રેનેડિયર્સને તોલોલિંગ પહાડ કબ્જે કરવા આદેશ અપાયો, મેજર અધિકારીની ટુકડીને કાર્યવાહીની શરુઆતમાં પાકિસ્તાનની આગળ પડતી કિલ્લેબંધી ધરાવતી ચોકીઓ પર કબ્જો મેળવી અને બાકીની પલટણ માટે પહાડ કબ્જે કરવા રસ્તો ખોલવા આદેશ મળ્યો. આ બરફાચ્છાદિત સ્થળ ૧૫,૦૦૦ ફીટની ઉંચાઈ પર હતું. મેજર અધિકારી તેમની ટુકડીનું નેતૃત્વ આગળ રહી અને કરી રહ્યા હતા. તેમના પર લક્ષ્યાંક તરફ આગળ વધતાં બે પાકિસ્તાની બંકરોમાંથી મશીનગન વડે ગોળીબાર થયો. તુરંત જ તેમણે રોકેટ પ્રક્ષેપાત્રની ટુકડીને એક બંકર પર ગોળો દાગવા આદેશ આપ્યો અને તેઓ બીજા બંકર તરફ ધસ્યા. તેમણે બંકરમાં પ્રવેશી અને બે પાકિસ્તાની સૈનિકોને આમનેસામનેની લડાઈમાં ઠાર માર્યા. ત્યારબાદ તેમણે પોતાની મધ્યમ મશીન ગન ટુકડીને એક ખડક પાછળ ગોઠવી અને દુશ્મન પર ગોળીબાર કરવા આદેશ કર્યો. બાકીની ટુકડીને લઈ અને તેઓ આગળ વધ્યા. તે દરમિયાન તેમને ગોળી વાગતાં ઇજાગ્રસ્ત થયા અને તબીબી સારવાર માટે પાછળ  હટવા નકાર ભણી તેમણે નેતૃત્વ સંભાળી રાખ્યું. તેમણે વધુ એક પાકિસ્તાની બંકર તરફ ધસી અને એક દુશ્મન સૈનિકને ઠાર માર્યો અને તે વિસ્તારના તમામ દુશ્મન ઠેકાણાઓ પર કબ્જો મેળવ્યો. આમ, થવાથી બાકીની પલટણને પોઇન્ટ ૪૫૯૦ કબ્જે કરવામાં સહાય થઈ. પરંતુ, આ દરમિયાન તેઓ ઇજાઓને કારણે શહીદ થયા.

મેજર રાજેશ સિંઘ અધિકારીએ દુશ્મન વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન અપ્રતિમ સાહસ, ઉત્કૃષ્ટ નેતૃત્વનું પ્રદર્શન કરતાં સર્વોચ્ચ બલિદાન આપી અને ભારતીય ભૂમિસેનાની સર્વોચ્ચ પરંપરાઓનું અનુસરણ કર્યું.

લોકપ્રિય માધ્યમમાં ફેરફાર કરો

૨૦૦૩ની યુદ્ધ ચલચિત્ર એલઓસી કારગિલમાં મેજર અધિકારીનો પાત્રાભિનય બોલીવુડ કલાકાર કરણ નાથ દ્વારા કરવામાં આવ્યો છે.

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો