કારગિલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના કારગિલ જિલ્લાનું એક નગર છે. કારગિલમાં કારગિલ જિલ્લાનું મુખ્યાલય છે.

કારગિલ
શહેર
કારગિલ is located in Ladakh
કારગિલ
કારગિલ
કારગિલ is located in India
કારગિલ
કારગિલ
અક્ષાંશ-રેખાંશ: 34°33′N 76°08′E / 34.550°N 76.133°E / 34.550; 76.133
દેશ ભારત
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ
જિલ્લોકારગિલ
તહેસીલકારગિલ
સરકાર
 • પ્રકારલદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલોપમેન્ટ કાઉન્સિલ, કારગિલ
વિસ્તાર
 • કુલ૨.૧૪ km2 (૦.૮૩ sq mi)
ઊંચાઇ
૨,૬૭૬ m (૮૭૮૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૬,૩૩૮
 • ગીચતા૭૬૦૦/km2 (૨૦૦૦૦/sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૧૯૪૧૦૩
વાહન નોંધણીLA 01
વેબસાઇટkargil.nic.in
નકશો

કારગિલ એક મહત્વનું પર્યટન સ્થળ છે. આમ તો આ સ્થળ મુખ્યત્વે બૌદ્ધ પર્યટન કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે. અહીં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટેના ઘણા જાણીતા મઠ આવેલા છે. આ મઠો ઉપરાંત અહીં અન્ય પણ જોવાલાયક સ્થળો આવેલાં છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ટ્રેકિંગ જેવી સાહસિક પ્રવૃત્તિનો શોખ ધરાવતા લોકો માટે પણ કારગિલ આકર્ષણનું કેન્દ્ર છે. કારગિલ જિલ્લો કાશ્મીરની ખીણના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો છે. આ સ્થળ લેહથી ૨૧૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

કારગિલ યુદ્ધ ફેરફાર કરો

આ વિસ્તારમાં ૧૯૯૯માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધને કારણે કારગિલ જાણીતું બન્યું હતું.