રામજાનકિદર્શન એ ગુજરાતી કવિ અને લેખક નર્મદ દ્વારા લખાયેલ પૌરાણિક નાટક છે. આ નાટકમાં રામાયણના આધારે સીતા-સ્વયંવરથી રામના વનમાંથી અયોધ્યામાં આગમન સુધીની કથા આલેખવામાં આવી છે. ૭ અંકો અને ૩૫ દ્રશ્યો ધરાવતું આ નાટકમાં કુલ પાત્ર સંખ્યા ૩૫ (૨૬ પુરુષો, ૯ સ્ત્રીઓ + સેવકો અને ઋષિશિષ્યો) છે. બહું જ નાના પ્રવેશો ધરાવતું હોવાથી આ નાટક ભજવણીમાં ગૂંચવણી ઊભી કરે તેવું છે, એમ છતાં નર્મદના ગદ્ય અને પદ્યના અભ્યાસની દ્રષ્ટિએ એને એક મહત્ત્વનું નાટક ગણવામાં આવે છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ઠાકર, ધીરુભાઈ (2008). અભિનેય નાટકો (૩૬૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૪૧. OCLC 945585883.