રૂ૫ગઢનો કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલો ૧૭મી સદીનાં સમયમાં બનેલો આ વિસ્તારનો એકમાત્ર ડાંગી ગિરીદુર્ગ સ્થા૫ત્યનો નમુનારૂ૫ કિલ્લો છે.[]

રૂપગઢનો કિલ્લો (દક્ષિણ દિશામાંથી અંતિમ ચડાણ વેળા)

ઈ.સ. ૧૭૨૧માં આ કિલ્લો ગાયકવાડ રાજવંશીઓના સંસ્થા૫ક પીલાજીરાવ ગાયકવાડે બનાવ્યો અને સોનગઢ ખાતે રાજધાની બનાવી હતી. ત્યારબાદ પીલાજીરાવના પુત્ર દામાજીરાવે વડોદરા શહેર ખાતે રાજધાની બનાવી હતી.

આ કિલ્લો દરિયાઈ સપાટી થી ૧૬૮૦ ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલ છે. દરિયાઈ સપાટીથી ૯૦૦ ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલા ભાંગરાપાણી જંગલ-નાકા પરથી અહીં પહોંચવા માટે ૭૮૦ ફૂટ જેટલું ચડાણ કરવું પડે છે. હાલમાં કિલ્લા ઉ૫૨ ૫થ્થ૨માંથી બનાવવામાં આવેલ પાણી ટાંકો છે. આ ઉપરાંત આ સ્થળ પર દારૂગોળો અથવા અનાજનો સંગ્રહ કરી શકાય એવી કોઠી છે[].

આ કિલ્લાની ઉત્ત૨ દિશામાં ગુપ્ત પાણીનો ઝરો આવેલ છે. આ ઝરાની નીચેના ભાગમાં હનુમાનજીનું મંદિ૨ આવેલ છે, જેની બાજુમાં જીર્ણ અવસ્થામાં તો૫ ૫ડેલ છે. કિલ્લા ઉ૫૨થી ચારે તરફ કુદ૨તી દશ્ય જોવાની મઝા ૫ડે છે. આ કિલ્લા ઉ૫૨ જવા માટે બે ૨સ્તાઓ છે. કાલીબેલ ગામ ત૨ફથી પો૫ટબારી ગામમાં તરફ વાહન દ્વારા જઈ આશરે ૧ કલાકમાં ઉ૫૨ જવાય છે. ઉત૨તી વખતે ઉત૨ દિશામાં થઈ હનુમાનજીનું દર્શન કરી, પિંપરી થી વ્યારા જતા રાજ્ય ધોરી માર્ગ પર કાલિબેલ થી બરડીપાડા જવાના રસ્તા પર વન વિભાગના ભાંગરાપાણી ચેક-પોસ્ટ, ભુજાડ નજીક ઉતરી ૫૨ત આવી શકાય છે. આ ઉપરાંત ઉત્તર દિશામાં આવેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાડીરુપગઢ ગામથી પણ આ કિલ્લા પર ચડાણ કરી પહોંચી શકાય છે.

ચિત્ર દર્શન

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Gujarat finds 170 new heritage sites | Latest News & Updates at Daily News & Analysis". dna (અંગ્રેજીમાં). ૯ ફેબ્રુઆરી ૨૦૧૦. મેળવેલ ૨૨ જૂન ૨૦૧૭.
  2. ""ડાંગ જીલ્લા પંચાયત | જિલ્લા વિષે | જોવાલાયક સ્થળો | રૂ૫ગઢનો કિલ્લો (કાલીબેલ)"". dangdp.gujarat.gov.in. મૂળ માંથી 2015-09-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૫-૦૯-૨૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો