રોહાનો કિલ્લો

કચ્છ, ગુજરાતમાં આવેલો કિલ્લો

Coordinates: 23°12′2″N 69°16′11″E / 23.20056°N 69.26972°E / 23.20056; 69.26972

રોહાનો કિલ્લો કચ્છ, ગુજરાતમાં આવેલો એક કિલ્લો છે.

કંથકોટ કિલ્લો
રોહાનો કિલ્લો
ગુજરાતનો ભાગ
કચ્છ, ગુજરાત, ભારત
રોહાનો કિલ્લો
પ્રકારકિલ્લો
સ્થળની માહિતી
નિયંત્રણગુજરાત સરકાર
સ્થિતિખંડેર
સ્થળ ઈતિહાસ
બાંધકામ સામગ્રીગ્રેનાઇટ અને ચૂનાના પથ્થરો

આ કિલ્લો કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રોહા ગામની સીમા પર આવેલો છે.

રોહાનો કિલ્લો ભુજથી ૫૦ કિમીના અંતરે આવેલો છે. તેનો વિસ્તાર લગભગ ૧૬ એકર છે અને તે મુખ્ય માર્ગ સાથે જોડાયેલ છે. તેની જમીન સપાટીથી ૫૦૦ ફુટ અને સમુદ્ર સપાટીથી ૮૦૦ ફુટ છે.[૧]

રોહા જાગીરનું મુખ્ય મથક અહીં આવેલું હતું.[૨] અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાની ૧૨૦ સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય સ્થાન મેળવ્યું હતું. પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી, તેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે.[૩][૪]

રોહાની જાગીરમાં ૫૨ ગામોનો સમાવેશ થતો હતો.[૫] રાવ ખેંગારજી પ્રથમના ભાઇ સાહેબજીએ રોહા ગામની સ્થાપના કરી હતી અને તેઓ રાયસિંહજી ઝાલા સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. તેમના અનુગામી જીયાજી દ્વારા બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને તેમના પુત્ર ઠાકોર નવઘણજી દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો.

ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં કવિતાઓ લખી છે. રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.

રોહાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે.

  1. "Roha Fort". KutchForever.com. મૂળ માંથી ૨૭ ઓગસ્ટ ૨૦૧૦ પર સંગ્રહિત.
  2. Superintendent of Census Operations, Gujarat (૧૯૬૪). District census handbook. Gujarat: Govt. Print. and Stationery Office. પૃષ્ઠ ૫૨.
  3. "About Kutch". www.panjokutch.com. મેળવેલ ૨૨ માર્ચ ૨૦૧૮.
  4. "Roha Fort | Roha Fort in Kutchh Gujarat India | Fort of Kutchh | Fort of Gujarat | Nri Gujarati Tourism Places Roha Fort". nrigujarati.co.in. મેળવેલ ૨૨ માર્ચ ૨૦૧૮.
  5. "52 ગામનો કારભાર થતો તે રોહાનો કિલ્લો અત્યંત જર્જરિત હાલતમાં". દિવ્ય ભાસ્કર. ૧૮ એપ્રિલ ૨૦૧૫. મેળવેલ ૨૨ માર્ચ ૨૦૧૮.