લક્ષદ્વીપ
લક્ષદ્વીપ (મલયાલમ: ലക്ഷദ്വീപ്, Mahl: ލަކްޝަދީބު Lakshadīb) દ્વીપસમુહ એ ભારત દેશનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર કવરત્તી નગરમાં આવેલું છે. લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરળના દરિયા કિનારાથી ૨૦૦ થી ૩૦૦ કિ.મી. જેટલા અંતરે આવેલા છે. તેમાંથી માત્ર અગિયાર ટાપુઓ પર માનવ વસ્તી છે. ૨૦૦૧માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે લક્ષદ્વીપની વસ્તી ૬૦,૫૯૫ છે. અહીંના બધા ટાપુઓ મળીને કુલ ૩૨ ચોરસ કિલોમીટર (૧૧ ચોરસ માઇલ) જેટલો જમીન વિસ્તાર ધરાવે છે. ભારતને આઝાદી મળી તે પહેલાં આ ક્ષેત્ર બ્રિટિશ શાસનના મલબાર વિભાગના શાસનમાં આવતું હતું.
લક્ષદ્વીપ
ലക്ഷദ്വീപ് ލަކްޝަދީބު | |
---|---|
મિનિકોય, દક્ષિણ લક્ષદ્વીપમાં આવેલો ટાપુ | |
અક્ષાંશ-રેખાંશ: 10°34′N 72°38′E / 10.57°N 72.64°E | |
દેશ | ભારત |
વિસ્તાર | દક્ષિણ ભારત |
સ્થાપના | ૧ નવેમ્બર ૧૯૫૬ |
પાટનગર | કવરત્તી |
સરકાર | |
• સંચાલક | વિજય કુમાર IAS |
• લક્ષદ્વીપ લોક સભા સભ્ય | મહંમદ ફૈઝલ પી. પી. |
વિસ્તાર | |
• કુલ | ૩૨ km2 (૧૨ sq mi) |
વિસ્તાર ક્રમ | ૩૬મો |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૬૫,૪૭૩ |
ભાષાઓ | |
• અધિકૃત | મલયાલમ, અંગ્રેજી[૧] માહલ (દ્વિવેહી) મિનિકોય ટાપુ પર બોલાય છે. |
વંશ | |
• વંશીય સમૂહ | ≈૮૪.૩૩% મલયાલી ≈૧૫.૬૭% માહલી |
ISO 3166 ક્રમ | IN-LD |
જિલ્લાઓ | ૧ |
સૌથી મોટું શહેર | એન્ડરોટ્ટ |
HDI | 0.796 |
HDI વર્ષ | ૨૦૦૫ |
HDI વર્ગ | ઉંચો |
વેબસાઇટ | www |
લક્ષદ્વીપના મુખ્ય ટાપુઓ
ફેરફાર કરો- કઠમઠ ટાપુ
- મિનીકોય ટાપુ
- કવરત્તી ટાપુ
- બંગારામ ટાપુ
- કલ્પેની ટાપુ
- અગાતી ટાપુ
- અન્દરોત ટાપુ
અન્દરોત ટાપુ પર પર્યટકો માટે જવાની અનુમતિ મળતી નથી.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Language Policy and Linguistic Minorities in India: An Appraisal of the ... - Thomas Benedikter - Google Books". Books.google.com. મેળવેલ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર લક્ષદ્વીપ સંબંધિત માધ્યમો છે.
- Lakshadweep પ્રવાસન માહિતી વિકિવોયજ પર
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |