લિંભોઈની વાવ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના લિંભોઇ ગામની પશ્ચિમે આવેલી એક વાવ અને રાજ્ય સંરક્ષિત સ્મારક છે.[]

સ્થાપત્ય

ફેરફાર કરો

આ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં આવેલી છે જેમાં તેનો કૂવો પૂર્વ દિશામાં અને પ્રવેશદ્વાર પશ્ચિમ દિશામાં આવેલો છે. પગથિયાવાળી પરસાળ પ્રવેશદ્વારથી લઈને કૂવાની દિવાલ સુધી ૪૨ મીટર લાંબી છે અને ૩ મીટર પહોળી છે.[]

આ વાવ નંદા પ્રકારની છે અને તેમાં ચાર કૂટો આવેલાં છે. દરેક કૂટોની વચ્ચે ટેકા માટેના ત્રણ મધ્યસ્થ મંડપો આવેલા છે.[] ચોથો કૂટ કૂવાને એકદમ અડકીને આવેલો છે; તેના માળ સુધી તેની બંને બાજુ આવેલી સર્પાકાર સીડીઓ વડે પહોંચી શકાય છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Jutta Jain-Neubauer (જૂત્તા જૈન-ન્યૂબર) (૧ જાન્યુઆરી ૧૯૮૧). The Stepwells of Gujarat: In Art-historical Perspective (ગુજરાતની વાવો: કલા-ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં). Abhinav Publications. પૃષ્ઠ ૪૧. ISBN 978-0-391-02284-3.