સાબરકાંઠા જિલ્લો

ગુજરાતમાં સૌથી ઉત્તર-પૂર્વે આવેલો જિલ્લો

સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ જિલ્લા રાજસ્થાન રાજ્યનો સરહદી જિલ્લો છે.

સાબરકાંઠા જિલ્લો
જિલ્લો
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકહિંમતનગર
વિસ્તાર
 • કુલ૭,૩૯૦ km2 (૨૮૫૦ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૪,૨૮,૫૮૯
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વાહન નોંધણીGJ-9
ઉત્તર ગુજરાતના જિલ્લાઓ

સામાન્ય રુપ રેખા ફેરફાર કરો

જિલ્લાની સામાન્ય રુપરેખા:[૨]

 • ભૌગોલિક સ્થાન: ૨૩.૦૩૦ થી ૨૪.૩૦ ઉ.અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૩૯ પૂ. રેખાંશ
 • આબોહવા: શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯o સે., ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૯o સે., સામાન્ય રીતે વિષમ આબોહવા
 • જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
 • નદીઓ: સાબરમતી, ખારી, મેશ્વો, હાથમતી, હરણાવ, વાત્રક, માઝમ નદી
 • પાક: ડાંગર, બાજરી, કપાસ, ઘઉં, જુવાર, તમાકુ, મગફળી, એરંડા, રાયડો, શાકભાજી પાકો, ટામેટાં, વાલોળ, ફુલાવર અને કોબીજ
 • કુલ ગામ: ૧,૩૮૯
 • ગ્રામ પંચાયતની સંખ્યા: ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫
 • નગરપાલિકા: ૦૬
 • રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૪૮ અહીંથી પસાર થાય છે.

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

તાલુકાઓ ફેરફાર કરો

મોડાસા, માલપુર, ધનસુરા, ભિલોડા, બાયડ અને મેઘરજ તાલુકાઓનો સમાવેશ અરવલ્લી જિલ્લામાં થયો છે.

રાજકારણ ફેરફાર કરો

વિધાનસભા બેઠકો ફેરફાર કરો

સાબરકાંઠા જિલ્લામાં ૪ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૨૭ હિંમતનગર વિરેન્દ્રસિંહ ઝાલા ભાજપ
૨૮ ઇડર (SC) રમણલાલ વોરા ભાજપ
૨૯ ખેડબ્રહ્મા (ST) ડો. તુષાર ચૌધરી કોંગ્રેસ
૩૩ પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ

સંદર્ભ ફેરફાર કરો

 1. "District Census 2011". Census2011.co.in. 2011. મેળવેલ 2011-09-30.
 2. "જિલ્લા વિકાસ અધિકારીની સત્તાવાર વેબસાઇટ". મૂળ માંથી 2010-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-16.
 3. "અરવલ્લી નવો જિલ્લો : પોશીના નવો તાલુકો". સંદેશ, બનાસકાંઠા-પાટણ. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨. મેળવેલ ૮ જૂન ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
 4. ભાસ્કરન્યૂઝ. અંબાજી (૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨). "સાબરકાંઠામાં નવો અરવલ્લી જિલ્લો અને પોશીના તાલુકો". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૮ જૂન ૨૦૧૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો