લોચો
લોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી (ફરસાણ) છે, જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.
લોચો | |
વાનગી | સવારે |
---|---|
ઉદ્ભવ | ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | ગુજરાત |
પીરસવાનું તાપમાન | ઓરડાના સામાન્ય તાપમાને |
મુખ્ય સામગ્રી | ચણાની દાળનો લોટ, કાચું તેલ, સેવ, કાંદા, ચટણી |
|
બનાવવાની રીત
ફેરફાર કરોઆ વાનગી બનાવવાની રીત અનોખી છે. ખમણ બનાવવા માટેના ખીરાંમાં પાણી વધારે નાખવાથી બાફ્યા બાદ તૈયાર થયેલું ખમણ ઢીલું રહે છે અને કાપવાનો પ્રયત્ન કરતાં જ લોચા થઇ જાય છે. આથી જ તેને લોચો કહેવામાં આવે છે. લોચો એ મુખ્યત્વે ચણાની દાળમાંથી બનતી વાનગી છે. આ વાનગી ઉપર કાચું તેલ રેડી, ઝીણી સેવ ભભરાવીને ચટણી અને કાંદા સાથે ખાવામાં આવે છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |