વજીહુદ્દીનનો મકબરો અથવા હઝરત વજીહુદ્દીન દરગાહ ભારતના અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલ સૂફી સંત વજીહુદ્દીન અલ્વીની દરગાહ છે.

વજીહુદ્દીનનો મકબરો
૨૦૨૧માં વજીહુદ્દીનનો મકબરો
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થાન
સ્થાનખાનપુર, અમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારદરગાહ
સ્થાપત્ય શૈલીભારતીય ઇસ્લામિક સ્થાપત્ય
આર્થિક સહાયસૈયદ મુર્તુઝા ખાન બુખારી
૧૮૬૬માં વજીહુદ્દીન અલ્વીની કબર

ઇતિહાસ અને સ્થાપત્ય

ફેરફાર કરો

વજીહુદ્દીન અલ્વી ઇસ્લામિક વિદ્વાન અને શત્તારી પરંપરાના સૂફી હતા. ચાંપાનેરમાં જન્મેલા, તેઓ અમદાવાદ ગયા જ્યાં તેમણે ઇસ્લામિક અભ્યાસમાં જ્ઞાન મેળવ્યું અને પછીથી જ્ઞાન આપ્યું. તેઓ મોહમ્મદ ગૌસ ગ્વાલિયરી દ્વારા શત્તારી પરંપરામાં જોડાયા હતા. ૧૫૮૦ (હિજરી સન ૯૮૮) માં અમદાવાદમાં તેમનું અવસાન થયું.[] []

તેમને સમર્પિત આ દરગાહ તેમના શિષ્ય સૈયદ મુર્તુઝા ખાન બુખારી દ્વારા બાંધવામાં આવી હતી, જેઓ જહાંગીરના શાસન દરમિયાન અમદાવાદના અગિયારમા (૧૬૦૬-૧૬૦૯) સૂબા હતા. દરગાહનો મધ્ય ગુંબજ તેની આસપાસના અન્ય ગુંબજ કરતાં ઘણો ઊંચો છે. દિવાલોમાં પથ્થરની જાળીઓ છે. ત્યાં એક ભૂગર્ભ જળાશય અને કુંડ છે જે ક્યારેય સુકાતા નથી અને તેનું પાણી રોગ મટાડતું હોવાનું કહેવાય છે.[][]

  1. ૧.૦ ૧.૧ Trimingham, John Spencer and Voll, John O. (1998). The Sufi orders in Islam. Oxford University Press USA. પૃષ્ઠ 97–98. ISBN 0-19-512058-2.
  2. ૨.૦ ૨.૧ Achyut Yagnik (2 February 2011). Ahmedabad: From Royal city to Megacity. Penguin Books Limited. પૃષ્ઠ 42. ISBN 978-81-8475-473-5.