વડ એક અંજીર વર્ગનું વૃક્ષ છે, જેનાં બીજ ખડકોની ફાટમાં, યજમાન વૃક્ષનાં થડ પર કે મકાનો અને પુલોની ફાટોમાં પણ વૃધ્ધિ પામે છે. વડનાં બીજ મોટાભાગેતો ફળ ખાનાર પક્ષીઓ દ્વારા ફેલાય છે.

વડ (વટવૃક્ષ)
વડ લેટિનઃ ફાઇકસ બેંઘાલેન્સીસનું છાયા ચિત્ર
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
Division: મેગ્નોલિયોફાયટા
Class: મેગ્નોલિયોપ્સીડા
Order: અર્ટિકેલ્સ
Family: મોરેસી જૂનું: અર્ટિકેસી
Genus: 'ફાઇકસ'
Subgenus: ''(Urostigma)''
Species

Many species, including:

આ વૃક્ષ ઘેઘુર, ઘટાદાર હોય છે જેને કારણે ગામનાં પાદર, ચોક, કુવાકાંઠે વગેરે જગ્યાઓ પર ખાસ વવાય છે. મોટા વડની ડાળીઓ પરથી નવાં મુળ ફુટે છે જે "વડવાઇ" કહેવાય છે. આ વડવાઇઓ અમુક સમયમાં વધતી વધતી જમીનમાં રોપાઇ જાય છે. ક્યારેકતો આને કારણે આ વૃક્ષને અનેક થડ હોય તેવું લાગે છે અને મુળ થડ કયું તે ખબર પડતી નથી. ગુજરાતમાં કબીર વડ આવું એક વિશાળ વટવૃક્ષ છે જે અંદાજે ૩૦૦ વર્ષથી વધુ જુનું છે. વડનાં વૃક્ષ પર નાનાં નાનાં લાલ રંગનાં ફળ આવે છે જે પાકે ત્યારે કાળા રંગનાં થાય છે. આ ફળને "ટેટા" કહેવાય છે.

વડને ભારતનાં રાષ્ટ્રીય વૃક્ષ તરીકેનું બહુમાન આપવામાં આવેલ છે. જે તેની વિકટ પરીસ્થિતિઓમાં પણ ફાલવા-ફુલવાની ક્ષમતા,અને પોતે ધોમ ધખતા તાપને સહન કરીને પણ ઘટા નીચે આશરો લેનારને છાંયડો આપવાનો ગુણને ધ્યાને રાખી અપાયેલ છે.[]

અંગ્રેજી નામનો અર્થ (વ્યુત્પત્તિ)

ફેરફાર કરો

વડને અંગ્રેજીમાં Banyan Tree (બનિયાન ટ્રી) કહે છે. આ નામ ગુજરાતી વાણિયા પરથી પડેલ છે.જુનાં જમાનામાં મહદઅંશેતો વેપાર-ધંધો વાણિયા જ્ઞાતિનાં લોકોજ કરતા,જે હિન્દી ભાષામાં "બનિયા" તરીકે ઓળખાતા અને ગામે ગામ વડનાં વૃક્ષ નીચે પોતાની દુકાન લગાવતા.પોર્ટુગિઝ લોકોએ આ પ્રથાને કારણે જે વૃક્ષ નીચે વેપારીઓ ધંધો કરતા તે વૃક્ષનેજ "બનિયાન" તરીકે ઓળખવાનું ચાલુ કરી દીધું, અને ૧૬૩૪ આસપાસ આ શબ્દ અંગ્રેજી ભાષામાં પણ પ્રવેશ પામ્યો.

 

સુશોભન હેતુ

ફેરફાર કરો

ઘટાદાર દેખાવ, ડાળીઓ અને વડવાઇઓના કારણે વડનું વૃક્ષ સુશોભન માટે બોન્સાઇ (મોટા વૃક્ષોને વામન સ્વરૂપ આપવાની કલા) માટે વધુ વપરાય છે. તાઇવાનમાં એક ૨૪૦ વર્ષ જુનું બોન્સાઇ વડવૃક્ષ છે.

સંસ્કૃતિમાં વડ

ફેરફાર કરો

ધર્મ અને પૌરાણિક કથાઓ

ફેરફાર કરો
 
  • હિંદુ ધર્મમાં વડને બહુજ પવિત્ર મનાય છે, તેને "અશ્વશ્થ વૃક્ષ" કહેવાય છે. દક્ષિણામૂર્તિ પ્રમાણે ભગવાન શિવ દક્ષિણામૂર્તિ તરીકે, રૂષિઓ સાથે મૌન સાધનામાં હંમેશા વડવૃક્ષની નીચેજ બેઠેલા દર્શાવાય છે. આ વૃક્ષનાં અસીમ વિસ્તારને કારણે તેને અનંત જીવનનાં પ્રતિક સમાન ગણવામાં આવે છે.
  • હિંદુસંસ્કૃતિમાં ઘણા અન્ય વૃક્ષોની જેમ વડને પણ કલ્પવૃક્ષ કહેવામાં આવે છે.[] [સંદર્ભ આપો]
  • બૌદ્ધ ધર્મમાં પાલી (પાલી વડ, નિગ્રોધ)નો ઉલ્લેખ ઘણી વખત થયો છે. વડ જેમ પોતની ડાળી આદિ વિસ્તારીને અન્ય વૃક્ષ, જમીન આદિને પોતાનામાં આવરી લે છે તેમ કામ પણ માણસોને ગળી જાય છે. વડના સ્વાભાવીક ગુણોનો દાખલો આપીને આ વાતને ખૂબ સારી રીતે સમજાવી છે.
  • ફીલેપાઈન પૌરાણીક કથાઓમાં વડને ઘણી જાતીના ભૂત પિશાચ દાનવ જેવા પ્રાણીઓનું ઘર મનાય છે જેમ કે, વિસાયન (ચોકસાઈથી, દીલ્લે ઇંગોન નટો, અર્થાત, અમારા જેવી વસ્તુ નથી તે), માલિગ્નો (માંત્રીક પ્રાણી) તેની સાથે જોડાયેલ કપ્ર (કદાવર પાત્ર), દ્વેન્દે (બટુક પાત્ર) અને ખાસ ઉલ્લેખનીય ટિકબાલંગ (એક પાત્ર જેનું ઉપરનું શરીર ઘોડાનું છે અને નીચેનું માનવનું).[]
  • ગૌમ ચામોરો લોકો તાઓતાઓમોનાની વાર્તામાં માને છે અને તેમાં વડ ડ્યુંડીસ અને અન્ય પિશાચોનું ઘર છે. તાઓતાઓમોના એ પ્રાચીન ચામોરો લોકોની આત્મા છે જેઓ વડની રખવાળી કરે.[]
 
વડવૃક્ષ,"ફોર્ટ માયર્સ",ફ્લોરિડા.
  • વડોદરા શહેરનું નામ વડવૃક્ષ પરથી પડેલ છે.
  • કંબોડિયાનાં અંગકોર વાટ મંદિરોનાં સંકુલમાં આવેલ "તા પ્રોહ્મ" {Ta Prohm}, તેની દિવાલો ફરતે ઉગેલા ઘેઘુર વટવૃક્ષોને કારણે જાણીતું છે.
  • હવાઇ દેશનાં "હિલો" પરગણામાં ઘણાજ વડનાં વૃક્ષો જોવા મળે છે. તેમાંના કેટલાક પ્રખ્યાત મહાનુભાવો દ્વારા વવાયેલ છે.આ વૃક્ષો દ્વારા આખો "વડ માર્ગ" Banyan Drive બનેલ છે.
  • અમેરિકામાં થોમસ આલ્વા એડિસને પ્રથમ વડવૃક્ષ, "ફોર્ટ માયર્સ", ફ્લોરિડામાં વાવેલ. આ વૃક્ષ તેમને "હાર્વે ફાયરસ્ટોન" મારફત મળેલ, ફાયરસ્ટોન ૧૯૨૫માં ભારતથી આ વૃક્ષની ૪ ફુટ ઉંચાઇની કલમ લાવેલા જે અત્યારે ૪૦૦ ફુટનાં ઘેરાવામાં પથરાયેલ છે.
  1. "રાષ્ટ્રીય વૃક્ષ". ભારત સરકાર. મેળવેલ ૨૦૦૯-૦૪-૨૯.
  2. અંગ્રેજી વિકિપીડિયા કલ્પવૃક્ષ
  3. "બેલેટ ટ્રી". મૂળ સંગ્રહિત માંથી 2007-12-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-27.
  4. Guampdn.com, Ghost stories: Taotaomona, duendes and other spirits inhabit Guam[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો