વન લલેડુ અથવા વન લેલુ (અંગ્રેજી: Jungle Babbler) (Turdoides striata) એ ગુજરાતમાં સૌરાષ્ટ્રના સુકા પ્રદેશોને બાદ કરતા ભારતીય ઉપખંડમાં સર્વત્ર જોવા મળતું પક્ષી છે. મોટેભાગે હરિયાળી વાળો પ્રદેશ પસંદ કરતું હોવાથી આવું નામ પડ્યું હોવાનું મનાય છે. આ જૂથચારી પક્ષી છે જે છ કે દસનાં જૂથમાં રહે છે, તેની આ ટેવને કારણે સ્થાનિક સ્તરે, ખાસ તો હિન્દીમાં, તેને ‘સાત બહેન’ કે ’સાત ભાઈ’ એવા હુલામણા નામે ઓળખાવવામાં આવે છે[૨] અને તેની આ ઝુંડમાં રહેવાની આદતને કારણે તે અન્ય શિકારીથી પોતાનું રક્ષણ કરી શકે છે.

વન લલેડુ
વન લલેડુ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Leiothrichidae
Genus: ' Turdoides '
Species: ''T. striata''
દ્વિનામી નામ
Turdoides striata
(Dumont, 1823)
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Turdoides striatus
Malacocercus terricolor
Cossyphus striatus
Crateropus canorus

વન લલેડુ

ભારતીય ઉપખંડમાં આ પક્ષી વનપ્રદેશ ઉપરાંત ખેતરો અને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં બાગ-બગીચા કે ઘરઆંગણમાં પણ જોવા મળે છે. ગરમીની ઋતુમાં તેનો પ્રજનનકાળ હોય છે. પોતાનો માળો તે મુખ્યત્વે ફૂલોવાળા ઝાડ પર બાંધવાનું પસંદ કરે છે.

વર્ણન ફેરફાર કરો

ગોળ, નાની પાંખો ધરાવતું આ પક્ષી ઉડયનક્ષમતામાં નબળું હોય છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. BirdLife International (2012). "Turdoides striata". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. Yule, Henry, Sir. (1903). Hobson-Jobson : A glossary of colloquial Anglo-Indian words and phrases, and of kindred terms, etymological, historical, geographical and discursive. (editor) William Crooke, B.A. J. Murray, London.CS1 maint: multiple names: authors list (link)[હંમેશ માટે મૃત કડી]