વાલ્મિકી નદી
વાલ્મિકિ નદી એ પુર્ણા નદીની એક નાની ઉપ-નદી છે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં થઈને વહે છે.
વાલ્મિકી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | પુર્ણા નદી |
આ નદીની કુલ લંબાઈ (?) કિમી. છે. તેનો ઉદ્ભવ મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લામાં આવેલા પીંપણનેરનાં સ્ત્રાવ વિસ્તારમાં બાંધવામાં આવેલા એક બંધમાંથી થાય છે અને અંત વાલોડ પાસે પુર્ણા નદીના મીલન સાથે થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બંન્ને રાજ્યો તેનો ઉપયોગ પાણી સંચય માટે કરે છે, જે માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં નાના-મોટા ચેકડેમ બાંધવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં તે ડાંગ જિલ્લામાં પ્રવેશે છે. ગુજરાતમાં તેની લંબાઇ (?) કિમી. જેટલી છે. આ નદી વાંકાચુકા વળાંકો વાળી હોવાથી તેના પર વાહન-વ્યવહારના લગભગ (?) જેટલા પુલો આવેલા છે.
સેટેલાઇટ સંશોધનના આધારે જાણવા મળ્યું છે કે જો આપણે પાણીનાં વહનને ધ્યાનમાં લઇએ તો તેમાં તાપી નદીનો પ્રવાહ આવે છે જે મહારાષ્ટ્રના શિરપુર ગામ પાસેથી છુટો પડે છે જે મહારાષ્ટ્રમાં ફેલાય છે. જેના કિનારે ધુલીયા, ખેડે, નેર અને પીંપણનેર જેવા ગામો તથા શહેરો આવેલા છે અને પીંપણનેર પાસેનાં એક નાના ચેકડેમમાં સમાય છે, જેમાંથી આગળ જતા એક નાની કોતર નીકળે છે, જે ડાંગમાં પ્રવેશે છે અને તે તાપી નદીનો પ્રવાહ "વાલ્મિકિ નદી" તરીકે ઓળખાય છે, જે વાલોડ પાસે પુર્ણા નદીને મળીને પુર્ણા નદી કહેવાય છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |