વાશીમ
વાશીમ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના વાશીમ જિલ્લાનું એક નગર છે. વાશીમમાં વાશીમ જિલ્લાનું મુખ્ય મથક છે.
આ શહેર રાજ્ય ધોરી માર્ગ દ્વારા રાજ્યના અન્ય વિસ્તારો સાથે જોડાયેલું છે, જેમાં વાશીમ-યવતમાળ, વાશીમ-અમરાવતી-નાગપુર, વાશીમ-નાગપુર-અકોલા, વાશીમ-લોણાર-જાલના-અહમદનગર-પૂણે-મુંબઈ, વાશીમ-હિંગોલી-નાંદેડ તથા વાશીમ-પુસાડ માર્ગો આવેલ છે.
આ શહેર પૂણે-ખંડવા રેલ માર્ગ પર આવતું મહત્વનું સ્ટેશન છે, જે દક્ષિણ-મધ્ય રેલ્વે વિભાગના નાંદેડ ડિવિઝનના સંચાલન હેઠળ કાર્યરત છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |